SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ આવીને સમાચાર આપ્યા કે “મૈથ્યના ચારેય અવયવોનું ઑપરેશન કરવાની સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે.' આ શબ્દોએ સહુના મનમાં “હાશકારો” જન્માવ્યો, પરંતુ સાથોસાથ એમને એ વિચાર કંપાવી મૂકતો હતો કે હવે હાથ અને પગ વિનાનો મૈથ્ય કેવો લાગતો હશે ? હવે એનું જીવન કેવું વ્યથાપૂર્ણ અને કપરું બનશે ? વળી સૌથી વધુ તો સહુના મનમાં એ સંશય હતો કે મૈથ્ય જ્યારે કૉમામાંથી જાગશે, ત્યારે એને શું થશે ? એ આંખો ખોલશે, ત્યારે એના હાથપગ નહીં હોય, એ સમયે કેવો ભયાવહ અનુભવ કરશે ! ઑપરેશન કરાવવાના કુટુંબના નિર્ણય સાથે એ સંમત થશે કે પછી મોતથી બદતર હાલત કરવા માટે સ્વજનોને સદાકાળ ફિટકાર આપીને જિંદગી જીવતો રહેશે. ડૉક્ટરો અને મૈથૂનાં સ્વજનોને આ ચિંતા કોરી ખાતી હતી. ડૉક્ટર મેક મેનિમન પણ માનતા હતા કે પોતાને હાથ અને પગ વગરનો જોઈને મૈથ્ય કોપાયમાન થાય, બૂમબરાડા પાડે કે છાતી ફાટ રુદન પણ કરે ખરો ! એના આવા પ્રત્યાઘાતને શાંત પાડવાનું કામ ઘણું કપરું બનશે. ત્રણેક અઠવાડિયાં સુધી જુદા જુદા ઉપચાર ચાલ્યા. આખરે એક દિવસે મૈથ્યએ આંખો ખોલી. ડાયનેને માટે જાણે આશાનો સૂરજ ઊગ્યો. એ પહેલાં એણે રાતોની રાતો ઉજાગરા કર્યા હતા. એ ઊંધી શકતી નહોતી. આટલું કર્યા પછી પણ મૈથ્ય શું પ્રતિભાવ આપશે, એનો સવાલ મુંઝવતો હતો. મૈથૂએ જ્યારે આંખ ખોલી, ત્યારે એનો પરિવાર અને હોસ્પિટલનો આખો સ્ટાફ એક નજરે જોઈ રહ્યો. પણ એ બોલી શકતો નહોતો. માત્ર માથું ધુણાવીને ઉત્તર આપતો હતો. ડાયનેએ મૈથુને આખી પરિસ્થિતિનો ખ્યાલ આપ્યો. આ સમયે મૈય્. ડાયનેની સામે જોઈ રહ્યો હતો. એની આંખો પરથી ડાયનેને લાગ્યું કે મારો મૈથ્ય પાછો આવી ગયો છે. એ ભલે અત્યારે હાથ અને પગ વગરનો હોય, પરંતુ એ મારો મૈથ્ય છે. ડાયને જે વાત કરતી હતી, એનો મૈથ્ય માથું ધુણાવીને સ્વીકાર કરતો હતો અને એના ચહેરા પરના ભાવો વાંચીને ડાયનેને લાગ્યું કે મૈથ્ય એની વાતને ધ્યાનપૂર્વક સાંભળી રહ્યો છે. સહુના હૃદયમાં ધ્રાસકો હતો કે હવે થશે શું? પોતાને હાથપગ વગરનો જોઈને મૈથ્ય ચીસો પાડશે, ક્રોધે ભરાશે કે પછી જાતને, કુટુંબને, જગતને કે 86 * તન અપંગ, મન અડીખમ ઈશ્વરને ફિટકાર આપશે ? મૈથૂએ ડૉક્ટરની ઉપસ્થિતિમાં ડાયર્નએ કહેલી વાત સાંભળ્યા પછી ખૂબ શાંતિથી કહ્યું, ‘ખુશ છું કે તમે આ અંતિમ ઉપાય અજમાવ્યો અને હવે મારે એ વિચારવાનું છે કે હું જે પરિસ્થિતિમાં અત્યારે સપડાયો છું એમાંથી કઈ રીતે બહાર નીકળે ? આવનારી અકથ્ય મુશ્કેલીઓથી મહાત નહીં થાઉં, પણ એને હકારાત્મક પ્રયત્નોથી મહાત કરીશ.' મૈથ્યના આ શબ્દોએ વિષાદમય વાતાવરણને સાવ હળવું કરી નાખ્યું. ડૉક્ટરો એની વાત સાંભળીને હળવાશ અનુભવી રહ્યા. કુટુંબીજનોના “મૈથુ પોતાને હાથપગ વગરનો જોશે ત્યારે” મનમાં શાંતિ થઈ અને ડાયનેના મન પરનો બોજ એકાએક ઊતરી ગયો. પર્વતારોહણના શોખીન એવા મૈથ્યને માટે હવે જિંદગીનાં કપરાં ચડાણ શરૂ થયાં, મોતને હંફાવીને જીવનારો મૈથ્ય હવે નવા જીવનનો શિલ્પી બનવા ચાહતો હતો. એણે તો માત્ર એટલો નિર્ધાર કર્યો કે એકાએક ત્રાટકેલી આ અસંખ્ય મુશ્કેલીઓથી લેશ પણ મહાત નહીં થાઉં, બલ્ક દઢ સંકલ્પબળથી પુરુષાર્થ ખેડીને પરાજિત કરીશ. એના બંને હાથ અને પગની જગાએ રોલ્સ ઇમ્પ્લાન્ટ કરવામાં આવ્યા હતા. ઑસ્ટ્રેલિયાના બ્રિસબેન શહેરના આ બહાદુરે મોત પર વિજય મેળવ્યા પછી હવે નવા જીવનનો જંગ જીતવા ચાહતો હતો. એને માટે જીવી જાણનારો • 87
SR No.034437
Book TitleTan Apang Man Adikham
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy