SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ જીવી જાણનારો તો ક્યારેક જૂના ક્લિન્સલૅન્ડમાં પૂર્વ કૅમ્પ હિલમાં વસવાટ કર્યો. બસ, નવાં નવાં સાહસો કર્યો જ જવાં એ એમનો શોખ. આ દંપતીના જીવનમાં આભને અડકતી આનંદની છોળો ઊછળતી હતી. આમ તો કૉલેજના અભ્યાસકાળ દરમિયાન ખેંચ્યું એમ્સ અને ડાયનેની મુલાકાત થઈ હતી અને બંને લગ્નની ગાંઠ બંધાઈ ગયાં હતાં. લાંબો વખત ઘરમાં, ગામમાં કે શહેરમાં પગ વાળીને બેસવું એ કેયને પસંદ નહીં, આથી ક્યારે ક પર્વતના શિખરનું આરોહણ કરવા પહોંચી જાય, તો ક્યારેક દરિયાની સહેલગાહે નીકળી પડે. જિંદગીમાં સાહસની પૂરેપૂરી લિજ્જત માણતાં હતાં. મૈથ્ય ઑરિજિન ઍનર્જી વિભાગમાં કામ કરતો હતો. એણે યુનિવર્સિટી ઑફ ક્વિન્સલૅન્ડમાં ઍન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો. ચોતરફ ઉલ્લાસનો મહાસાગર ઊછળતો હતો, ત્યારે વિષાદનું એક મોજું સહેજ પગ ભીનો કરી જાય, તેવો મૈથ્યને અનુભવ થયો. વાત તો કંઈ મોટી નહોતી. સાવ સામાન્ય એવી લૂની બીમારી હતી. ગળામાં થોડો સોજો આવ્યો હતો, પણ સમય જતાં સ્નાયુઓમાં સતત પીડા શરૂ થઈ અને સાંધાઓમાં અસહ્ય વેદના થવા લાગી. પહેલાં તો આશા હતી કે આ બીમારી થોડા કલાકની મહેમાન છે, પરંતુ પછી તો એ બીમારી વધતી ચાલી. મૈથૂએ કેટલાક દિવસની રજા લીધી. એને જુદા જુદા ડૉક્ટર પાસે ચિકિત્સા માટે જવું પડતું હતું. મૈથ્યનું દર્દ વધતું ગયું. ડૉક્ટરો સહેજે રોગનું નિદાન કરી શકતા નહોતા અને એક દિવસ એવો આવ્યો કે એ સહેજે ચાલી શકતો નહોતો. હૃદયમાં જાણે પ્રચંડ ધરતીકંપ થયો હોય, એવું લાગ્યું. આખી દુનિયાને પગપાળા આંબવાની તમન્ના રાખનાર ચાર ડગલાં પણ ચાલી શકતો નહીં ! જાણે વાદળો ઘેરાયા વિના આકાશમાંથી એકાએક વીજળી કડાકા સાથે ત્રાટકી ! હવે કરવું શું? ૨૦૧૨ની ૧૪મી જૂન અને બુધવારના રોજ એને સાઉથ બ્રિસબેનના મેટર ઇન્સેન્ટિવ કૅર યુનિટમાં દાખલ કરવામાં આવ્યો. અહીં એને સઘળી ડૉક્ટરી સહાય ઉપલબ્ધ થઈ. ડૉક્ટરો સતત એની હાલત પર નજર રાખી રહ્યા હતા, પરંતુ અથાગ પ્રયત્નો છતાં સફળતાનું કોઈ કિરણ પણ દેખાતું નહોતું. બીજે દિવસે તો મૈથ્ય કૉમામાં જતો રહ્યો, એને તત્કાળ વેન્ટિલેટર પર ઑસ્ટ્રેલિયાના બ્રિસ્બન શહેરમાં વસતા મૈય્ એમ્સ અને ડાયનેના જીવનમાં ચોમેર અબીલ ગુલાલ ઉડાડતું વસંતી વાતાવરણ હતું. બાવીસમા વર્ષે મૈથ્ય એપ્સ ડાયને સાથે લગ્નગ્રંથિથી જોડાયો. આ યુગલને નવા નવા પ્રદેશ ખૂંદવાનો અને ઊંચાં ઊંચાં શિખરો આંબવાનો સમાન શોખ. એમના આ શોખે ઑસ્ટ્રેલિયામાં વસતાં મૈથ્ય અને ડાયનેને છેક તાંઝાનિયાના માઉન્ટ કિલિમાંજાર પર્વતનો સાદ સંભળાયો. આ દંપતી દોડીને ત્યાં પહોંચી ગયું અને બંનેએ સાથે મળીને આફ્રિકા ખંડના આ સૌથી ઊંચા શિખર પર આરોહણ કર્યું. વળી પેરુ દેશના ડુંગરાઓ તેમને બોલાવવા લાગ્યા. બંને સાથે મળીને મયુપિયુના ડુંગરાઓ ઘૂમી આવ્યાં. વખત આવ્યું નજીકના ન્યૂઝીલેન્ડ દેશના વ્હાઇટ વૉટરમાં તરાપામાં બેસીને સહેલગાહની મજા માણી, 10 મૈસૂ એમ્સ જીવી જાણનારો • 83
SR No.034437
Book TitleTan Apang Man Adikham
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy