SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ દૂરથી એ વાંચી શકતો ન હતો. વાંચવા માટે છેક નાકને અડાડીને પુસ્તક રાખે, ત્યારે માંડ અસરો ઉકેલી શકે. ચોતરફ કાળો અંધકાર જામ્યો હતો, ત્યારે ઍરિકના દિલમાં એક દીવો ઝળહળતો હતો. સાહસ એ અંરિકનો સ્વભાવ હતો. આંખોની પારાવાર તકલીફ હોવા છતાં એ સાઇકલ સવારી કરતો. પોતાની પસંદ સમી બાસ્કેટબોલની રમત ખેલતો. થોડું દૂરનું અંતર માંડ માંડ એ એની એક આંખથી જોઈ શકતો હતો, પણ સાહસના શોખીન આ બાળકને સૌથી વધુ મજા તો કુસ્તી ખેલવામાં આવતી હતી. એ કુસ્તીની સ્પર્ધામાં ઊલટભેર ભાગ લેવા માંડ્યો. મનમાં એવી મુરાદ પણ ખરી કે આ આફતોની આંધી પાર કરતા રહીનેય જિંદગીના ખેલમાં કામયાબી હાંસલ કરવી છે. આંખોની જ્યોત ઓછી થતી હતી, પણ હિમ્મતના અજવાળે એ મેદાન પર ખેલતો રહેતો અને મનમાં એવી તમન્ના હતી કે દુનિયાને બતાવી દેવું કે ભલે મારી નજરને મર્યાદા હશે, પરંતુ મારા સાહસને કોઈ સીમા નથી. કુસ્તીની તાલીમ લેતો ત્યારે બીજા કુસ્તીબાજોની જેમ જ જોશભેર મજબૂત મુક્કા લગાવતો હતો. એ કહેતો પણ ખરો કે મને ક્ષતિગ્રસ્ત માનશો નહીં, હું અન્ય સામાન્ય બાળકો સમાન છું અને એમના જેમ જ ખેલના મેદાન પર કામયાબી મેળવવા ચાહું છું. ઍરિક વિરોધી કુસ્તીબાજ સામે બરાબર દાવ ભિડાવતો, એને હંફાવતો. ક્યારેક એના કપાળે મુક્કો વાગતો તો ઢીમચું ઊપસી આવતું, તો ક્યારેક એનું નાક સૂજી જતું, પરંતુ અંરિકે પોતાની મર્યાદાઓને એવી રીતે મેળવી હતી કે જેથી જીવનની પ્રગતિમાં એ અવરોધરૂપ બને નહીં. કુસ્તીના દંગલમાં ઍરિક નિપુણ બની ગયો. ઍરિક નંશનલ જુનિયર ફ્રીસ્ટાઇલ રેસલિંગ ચેમ્પિયન બન્યો. કુસ્તીની દુનિયામાં સૌથી ખુંખાર એવી ફ્રી-સ્ટાઇલ કુસ્તીમાં ભલભલાને ચિત કરવા લાગ્યો. કુસ્તીના નિર્ધારિત સમય પૂર્વે એ વિરોધીને પછાડી દેતો અને વિજયનો આનંદ અનુભવતો. એ વેળાએ એકાએક એની માતા ક્યાંકથી પ્રગટ થતી ! એને દીકરા પર અખૂટ વહાલ હતું અને એથી ઍરિક જેવો વિજય મેળવતો કે એની માતા ઍરિકના બીજા કેટલાય ગોઠિયાઓ સાથે હાજર થઈ જતી. સાથીઓ ઍરિકને સદા પ્રોત્સાહન આપતા. માતા એને વહાલભરી શાબાશી આપતી. બીજી બાજુ ડૉક્ટરોએ ઍરિકની આંખની જાંચપડતાલ શરૂ કરી. એની માતાએ ડૉક્ટરને પૂછવું, ત્યારે ડૉક્ટરે કહ્યું કે ઍરિકના નેત્રપટલ પર ratinoschisis નામનો રોગ થયો છે. એમ કહેવાયું કે આને પરિણામે ઝાંખી દૃષ્ટિ ધરાવતો ઍરિક ધીરે ધીરે દૃષ્ટિહીન થઈ જશે. આ સાંભળીને બેબાકળી બનેલી માતા ચર્ચ તરફ દોડી ગઈ. ચર્ચમાં જઈને એણે પાદરીને કાકલૂદીભરી વિનંતી કરી. એમ કહેવાતું કે આ પાદરી ચમત્કાર સર્જે છે. અંરિકની માતા પાદરીના આગમનની રાહ જોતી હતી, ત્યારે એની આંખમાંથી આંસુ વરસતાં હતાં અને તે બાળક ઍરિકના મસ્તકને ભીંજવતાં હતાં. માતૃવાત્સલ્ય એની જીવનવેદનાને વિસારી દેતું હતું. અંરિકની ઝાંખી થતી દુનિયામાં માતાનો પ્રેમ એ એનો સૌથી મોટો સહારો હતો. એ સમયે ઍરિક અવકાશના સમયે ટેલિવિઝન પર “ધેટ ઇઝ ઇન્વેડિબલ’ નામક કાર્યક્રમ જોતો હતો અને એમાં એણે ટેરી ફોક્સની કથા નિહાળી. કૅનેડાના ૨૫ વર્ષના દોડવીર ટેરી ફોક્સ કૅન્સરની બીમારી સાથે પોતાના કૃત્રિમ પગથી ઈ. સ. ૧૯૮૦માં ૩૩૩૯ માઈલનું અંતર પસાર કર્યું અને કેન્સરના સંશોધન માટે ૧૭ કરોડ રૂપિયા એકત્રિત કર્યા હતા. ટેરી ફોક્સની સ્મૃતિમાં દર વર્ષે ૧૯મી સપ્ટેમ્બરે આવી દોડ વિશ્વભરમાં યોજાય છે. આ કાર્યક્રમ જોઈને ઍરિકના સાહસને નવો ઉત્સાહ મળ્યો. * Ratinoschisis એટલે પિટલ-વિકલન : દૃષ્ટિપટલ (ratina)ના ચેતાસંવેદી સ્તરો એકમેકથી છૂટાં પડી જાય અને તેનાથી થતો દૃષ્ટિવિકાર. આંખના પાછળના ભાગમાં પ્રકાશ-સંવેદી પડદો આવેલો છે. તેને દૃષ્ટિપટલ કહે છે. તેમાં વિવિધ પ્રકારના કોષો અને તંતુઓનાં કેટલાંક સ્તર (layers) આવેલાં છે. તેમાંનું એક સ્તર બાહ્ય સંજાલ રચના સ્તર (outerplexiform layer) કહેવાય છે. તે તથા તેના ઘટકો વિષમ પ્રકારે અન્ય સ્તરોથી છૂટા પડે ત્યારે તેને વિદલન (splitting) કહે છે. આમ દૃષ્ટિપટલના સ્તરો એકબીજાથી અલગ પડી જાય તેને દૃષ્ટિપટલનું વિદલન કહે છે. તેને કારણે જે તે વિસ્તારમાં વિદલન થયું હોય તેને સંબંધિત દૃષ્ટિક્ષેત્રમાં દૃષ્ટિની ખામી ઉદભવે છે. આ સમગ્ર વિકારને દૃષ્ટિપટલ-વિદલન (ratinoschisis) કહે છે. 66 * તેને અપંગ, મન અડીખમ સાહસ પાડે સાદ • 67
SR No.034437
Book TitleTan Apang Man Adikham
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy