SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ જાન્યુઆરીએ ઑસ્ટ્રેલિયાના મૅલબોર્ન શહે૨માં જન્મેલી મોઇરા કેલીને માત્ર આઠ વર્ષની વયે જ પોતાના આદર્શની પ્રાપ્તિ થઈ. એ સમયે એણે મધર ટેરેસા પરનું દસ્તાવેજી ચિત્ર જોયું અને એ ડોક્યુમેન્ટ્રીએ મોઇરાના મનમાં અનેક સંચલનો સર્જ્યો. એ નિશાળમાં અભ્યાસ કરવા માટે જતી ત્યારે એની પ્રાથમિક શાળાની બાજુમાં જ વિકલાંગો અને અશક્ત બાળકો માટેની શાળા આવેલી હતી. આઠ વર્ષની મોઇરા પોતાની પ્રાથમિક શાળાનો કોટ કૂદીને બાજુમાં આવેલી શાળામાં જતી અને રિસેસના ગાળામાં સમાજથી બહિષ્કૃત બાળકોની પાસે જઈને એમને પોતાને હાથે નાસ્તો કરાવતી હતી. આવાં બાળકોને વધુ ને વધુ મદદરૂપ થવા માટે એના મનમાં એમને વિશે જાણવાની વધુ ઉત્કંઠા જાગી. એણે ખાસ મદદનીશ શિક્ષિકા બનવાનો અભ્યાસક્રમ પસંદ કર્યો અને એ પછી મોઇરાએ સાધ્વી બનવાને બદલે સેવિકા બનવાનું પસંદ કર્યું અને પહેલું કામ પોતાના જ વતન ઑસ્ટ્રેલિયાનાં ગરીબ આદિવાસી બાળકોની સહાય માટે કર્યું. વિકાસની તેજ રફતાર ધરાવતા ઑસ્ટ્રેલિયામાં આદિવાસી પ્રજાની ઘોર ઉપેક્ષા થઈ. એમને એમની ભૂમિથી વેગળા કરવામાં આવ્યા. આને પરિણામે એનાં બાળકોની સ્થિતિ તો એવી બદતર બની કે જેની કલ્પના કરવી મુશ્કેલ બને! ૧૮ વર્ષની મોઇરા પશ્ચિમ ઑસ્ટ્રેલિયાના આદિવાસીઓ વચ્ચે રહીને કામ કરવા લાગી. ૨૧મા વર્ષે એના મનમાં થયું કે એક વાર મારા જીવનના આદર્શ સમાન મધર ટેરેસાને પ્રત્યક્ષ મળીને જીવનપંથ નક્કી કરું. એમની નિકટ રહીને સેવાભાવનાના મર્મને પામું. પરંતુ ઑસ્ટ્રેલિયાથી ભારત આવવા માટે મોઇરા પાસે પૈસા નહોતા. એણે એની મોટર વેચીને ભારતની ટિકિટ ખરીદી, મધર ટેરેસાના આશ્રમમાં છ મહિના સુધી રહીને સેવા અને માનવતાના પાઠ શીખી. એના વિઝાનો સમય પૂરો થતાં, છ મહિના બાદ એ ઑસ્ટ્રેલિયા પાછી ફરી, પરંતુ હવે એની આંખમાં નવી ચમક હતી અને મનમાં અનોખી મુરાદ હતી. સમાજના તરછોડાયેલાં, રખડતાં, તિરસ્કૃત, અવિકસિત અંગોવાળાં અને વિકલાંગ બાળકો માટે કામ કરવાનું શરૂ કર્યું. આવાં બાળકોને ‘નોબડી’ઝ ચિલ્ડ્રન' કહેવામાં આવે. એણે આવાં અનાથ બાળકોને મદદ કરવા માટે 62 • તેને અપંગ, મન અડીખમ બોનિઆ અને હેરઝેગોવિનામાં આવેલી નિર્વાસિતોની છાવણીમાં કામ કરવાનું શરૂ કર્યું. યુદ્ધ સમયે આ બંને દેશો વચ્ચે સામસામે થયેલા તોપમારાને કારણે અનેક લોકો માર્યા ગયા હતા. એમનાં મકાનો કાટમાળ બની ગયાં હતાં અને એમનાં બાળકો રઝળતાં હતાં. આવાં બાળકોને આરોગ્ય, શિક્ષણ અને આનંદ આપવાની જવાબદારી મોઇરાએ સંભાળી અને પાંચેક વર્ષ સુધી અનાથ બાળકો અંગેના પ્રાદેશિક કાર્યક્રમની ડાયરેક્ટર તરીકે કાર્ય કરીને અનુભવ મેળવ્યો. આ સમય દરમિયાન યુદ્ધને પરિણામે ગંભીર રીતે ઘવાયેલા અથવા તો સારવારના અભાવે માંદગીને કારણે પીડાતા લોકોને દરિયાપારની હૉસ્પિટલમાં મોકલવાની વ્યવસ્થા કરવાનો પ્રારંભ કર્યો. મોઇરા કેલીની અનોખી વાત એ છે કે એ જે કોઈ સ્થળે સેવાકાર્ય માટે જાય, ત્યાં જો પૂરતાં સાધન-સગવડ ન હોય તો એમને ઑસ્ટ્રેલિયામાં લાવીને પોતાને ત્યાં વસાવે છે. આ બાળકોને જીવન અર્પવાનું હતું અને તે પણ કશાય ફળની આશા વિના. મોઇરાએ જોયું કે જુદા જુદા દેશમાંથી બાળકોને લાવીને ઑસ્ટ્રેલિયામાં એકત્ર કરવાં એ થોડું મુશ્કેલ હતું. આથી એણે અમેરિકા, કૅનેડા અને આયર્લેન્ડની હૉસ્પિટલો અને ડૉક્ટરો સાથે નેટવર્કિંગ શરૂ કર્યું, યુદ્ધગ્રસ્ત અને બેહાલીમાં જીવતા દેશમાંથી આરોગ્યની ગંભીર સમસ્યા ધરાવતાં બાળકોને લાવીને એમને સારવાર આપવાનું આયોજન કર્યું. ડૉક્ટરો અને હૉસ્પિટલોએ મોઇરા કેલીની સેવાભાવનાનો હૃદયપૂર્વક સ્વીકાર કર્યો અને આવાં બાળકોને એમના દેશમાંથી લાવવા-લઈ જવા માટે થતો વાહન ખર્ચ ઉપાડવા માટે ઘણા દાતાઓ સામે ચાલીને આવ્યા. મોઇરા કેલીના આવા અસાધારણ આયોજન બદલ એને ઑસ્ટ્રેલિયા અને વિશ્વસમાજની સેવાના સંદર્ભે ‘ઑનર ઑફ ઑસ્ટ્રેલિયા'ના ખિતાબથી સન્માન આપવામાં આવ્યું, એટલું જ નહીં પણ એના જનરલ ડિવિઝનના ઑફિસર તરીકે મોઇરાની નિમણૂક થઈ. આજે તો મોઇરાના કાર્ય અંગે તૈયાર થયેલી ત્રણ ડોક્યુમેન્ટ્રી ફિલ્મ એના સેવાકાર્યનો જીવંત ચિતાર આપે છે. એમાંની એક ફિલ્મમાં એના આલ્બેનિયાના સેવાકાર્યની વાત છે અને બીજી ફિલ્મોમાં હાથપગ વગરના બે કરુણાની દેવી • 63
SR No.034437
Book TitleTan Apang Man Adikham
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy