SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુરાઈ અને સાહસ - એ બધાંની આમાં અગ્નિપરીક્ષા હોય છે. આવી તેરતેર સ્પર્ધાઓમાંથી કોઈ એક સ્પર્ધામાં પણ સફળ થવું મુશ્કેલ ગણાય છે. આને પરિણામે તો મજબૂત શરીર અને કદાવર બાંધો ધરાવનાર સૈનિકો પણ આમાં ભાગ લેતાં પૂર્વે ઘણો લાંબો વિચાર કરે છે. એવું પણ બને કે ઘણી તૈયારી કર્યા પછી ખરે વખતે આ યોદ્ધો પીછેહઠ કરી જાય ! એનું કારણ એ છે કે આમાં સ્પર્ધાના યોજકો કયા કયા અવરોધો પાર કરવાના છે તેની પૂર્વે કોઈ યાદી આપતા નથી, આથી ક્યારે કર્યો પડકાર તમારી સામે આવશે અથવા તો આવનારા પડકારોનો ક્રમ કેવો છે એની કોઈ સ્પર્ધકને લેશમાત્ર જાણ હોતી નથી. જેમ્સ સિમ્પસને પોતાના કેટલાક સાથીઓને આવી દોડમાં ભાગ લેતા જોયા અને એને પણ મન થયું કે આ સ્પર્ધામાં હું પણ ઝંપલાવું. એના ઘરની નજીક આવેલા જંગલના પ્રદેશોમાં જઈને એ પોતે આવા અવરોધો તૈયાર કરીને ઓળંગવાની તાલીમ લઈ આવ્યો. દોડવા માટે પેરાલિકિપ્સ ટ્રેકને ઉપયોગમાં લેતી વખતે એની બ્લેડને નાની, મોટી કે ટૂંકી કરવાનો ઉપયોગ કરવાનું શીખવા માંડ્યો. એની સામે પડકારોની શૃંખલા હતી. કૃત્રિમ પગ સૌથી મોટો અવરોધ હતા. વધુ તો જ્યાં ઊંચાઈની જરૂર હોય, ત્યાં એના કૃત્રિમ પગને કારણે એ ઠીંગણો બની જતો હતો. પરિણામે માત્ર બાવડાં અને ટૂંકા પગ પર આધાર રાખીને એને અવરોધો પાર કરવાના હતા. જેમ્સ સિમ્પસને ઇંગ્લેન્ડની સ્પાર્ટન રેસમાં ભાગ લઈને એક નવીન વિક્રમ સ્થાપ્યો. એ પહેલો વિકલાંગ રમતવીર બન્યો, એથીય વિશેષ આ સ્પર્ધામાં ભાગ લેનાર માટે એ આદર્શ ઉદાહરણ બની ચૂક્યો હતો. કેટલાક સ્પર્ધકો આ સ્પર્ધામાં ભાગ લેવાનો પ્રારંભ કરે, પરંતુ તેરમાંથી ત્રણ-ચાર રમત માંડ ખેલે અને પછી પીછેહઠ કરે. આવા સ્પર્ધકોને માટે જેમ્સ પ્રેરણારૂપ બની ગયો. અધવચ્ચેથી તાલીમ છોડીને જતા રમતવીરો જેમ્સનું મક્કમ મનોબળ જોઈને પાછા ફર્યા છે. જેમ્સની સાહસિકતા તો એવી છે કે એના કુટુંબીજનો પણ આ જવાંમર્દના દિમાગને ઓળખી ગયા છે. અપાર શારીરિક મર્યાદાઓ હોવા છતાં એને પાર કરવાના એના ખમીરને એ બરાબર જાણે છે, આથી જેમ્સના દરેક 38 • તન અપંગ, મન અડીખમ સાહસને એ લોકો સહજતાથી સ્વીકારતા થઈ ગયા છે. માત્ર જેમ્સને એટલું જ કહે કે તમે આ મંગળવારે સાહસની શરૂઆત ન કરશો, કારણ કે અમે એ સાંજે તમારે ત્યાં ભોજન માટે આવી રહ્યા છીએ. એ પછી જ્યારે સાહસ કરવું હોય ત્યારે કરજો. પોતાના વેસ્ટ યોર્કશાયરના ઘર પાસેની વનરાજીઓમાં અવિરત તાલીમ લેતા જેમ્સને જોવો, એ પણ એક પરમ આનંદ છે. પોતાની હિંમતથી એ પોતાની મર્યાદાઓને ઓળંગવાનો બખૂબી પ્રયાસ કરે છે. આ સ્પર્ધામાં એ બે નાનામાં નાની કદની બ્લેડ પહેરીને દોડવાનો છે, જે એને ગુરુત્વાકર્ષણના નિયમ મુજબ સમતોલન પૂરું પાડશે. દોડવાની બ્લેડથી જો પોતાના અવરોધભર્યા રસ્તાઓ પાર થઈ શકે તેમ નહીં હોય, તો એ એની સાથે બીજા થોડાક કૃત્રિમ પગો પણ રાખશે. એ કહે છે ‘સ્પાર્ટન રેસ'ને માટે હું સખત તાલીમ લઈ રહ્યો છું. શક્ય તેટલું લાંબું દોડવાનું ધ્યેય રાખું છું. દોડ પૂર્વે મારી ઈજાની દરકાર કર્યા વિના હું દોડમાં આવતા એકેએક અવરોધને વીંધીને મારી જાતે અંતિમ રેખા ઓળંગવાની ખ્વાહિશ ધરાવું છું, પછી ભલે એને માટે મારે ગમે તેટલી મહેનત કરવી પડે અને ગમે તેટલો સમય આપવો પડે. PA સ્પાર્ટન રેસની તૈયારી કરતો જેમ્સ સિમ્પસન વચ્ચે આવતા અવરોધો પાર કરવાની બાબતમાં એવું પણ બને કે કોઈ અવરોધ માત્ર ત્રીસ સેકંડમાં પાર થઈ જાય, તો કોઈ અવરોધ ઓળંગતાં દસ મિનિટ લાગે. પણ આ દરેક અવરોધને પાર કરવા માટે જેમ્સ અડગ હોય છે. હિંમતે મર્દા, તો... • 39
SR No.034437
Book TitleTan Apang Man Adikham
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy