SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મરણોને યાદ કરીને રોમાંચિત બને છે. કોરીના જ્યારે અમેરિકન ઓપનમાં ખેલવા માટે જતી હતી ત્યારે એના ડૉક્ટરપિતાનો સંદેશો આવ્યો. પિતાએ સમાચાર આપતા કહ્યું, “તારા કેન્સરનું જોર ઘટી રહ્યું છે.” જિંદગીની અજાયબી પણ કેવી છે ! જે પિતાએ પ્રત્યક્ષ રૂપે કૅન્સર થયાના સમાચાર આપ્યા હતા, એ પિતાએ ફોનથી કેન્સરનું જોર ઘટ્યાની જાણ કરી. - જે સ્પર્ધામાં કોરીના પહેલા રાઉન્ડમાં જ પરાજય પામી, એ જ સ્પર્ધામાં બધા વિજેતાઓ ભુલાઈ ગયા અને કોરીના જીવન-વિજેતા બની રહી. હિંમતે મર્દા, તો... 5 ભીષણ યુદ્ધને કારણે ચોતરફ મોતનું તાંડવ ખેલાતું હતું. આકાશમાંથી અફઘાનિસ્તાનનાં તાલિબાની સંસ્થાનો પર અવિરત બૉમ્બવર્ષા થતી હતી અને ભૂમિ પર પશ્ચિમના સાથી દેશોના સૈનિકો શસ્ત્રસંરજામ સાથે આગળ વધી રહ્યા હતા. સ્વાભાવિક રીતે જ દુશ્મનની અજાણી ધરતી પર ચોતરફ ભયનો માહોલ હોય છે. કોઈ અણધાર્યો હુમલો થાય, એકાએક ટેકરી કે ઝાડીમાં છુપાયેલા સૈનિકો બહાર આવીને અંધાધૂંધ ગોળીઓનો વરસાદ વરસાવે. ક્યારેક વિદેશી સૈનિક કે દારૂગોળો ભરેલી ટૅ સહેજ આગળ ચાલે કે ધરતીમાં છુપાયેલો દારૂગોળો પ્રચંડ ધડાકા સાથે વાતાવરણને ધ્રુજાવીને સર્વનાશ વેરે. સેનાનું એક એક કદમ એ વિજય તરફની આગેકૂચ બની શકે છે, એ જ રીતે જેમ્સ સિમ્પસન 32 • તેને અપંગ, મન અડીખમ
SR No.034437
Book TitleTan Apang Man Adikham
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy