SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ છતાં એને કશું ખૂટતું-ખૂંચતું લાગતું હતું. કંઈક ન હોવાનો અહેસાસ એના દિલમાં શુળની માફક ભોંકાતો હતો. ધનિક હતો, છતાં ભીતરમાં ખાલીપાનો અનુભવ કરતો હતો. ઘણું પામ્યો હતો અને છતાં કશું પામ્યો નથી, એવી મુંગી વેદના હૃદયમાં હતી. એના મનને અહર્નિશ એક અજંપો પજવતો હતો. એ વિચારતો હતો કે મોટી રકમનો પે-ચૅક અને ભૌતિક ચીજ-વસ્તુઓની સીમામાં જ જીવનની ઇતિશ્રી નથી. જીવન તો પોતાના સુખને પેલે પાર પારકાના સુખમાં વસે છે ! એના એક મિત્રે એને દુષ્કાળગ્રસ્ત આફ્રિકાના કેનિયાનો પ્રવાસ ખેડવા કહ્યું. એ સમયે પૂર્વ આફ્રિકામાં સૌથી વધુ ભીષણ દુષ્કાળ પડ્યો હતો. સ્પેન્સર વેસ્ટ કેનિયાનો પ્રવાસ ખેડવાનું નક્કી કર્યું, ત્યારે મનોમન વિચાર્યું કે મારે એ લોકોને એવી વાત કરવી નથી કે જે મેં કદી કરી ન હોય ! મારે એમને કશુંક કરીને બતાવવું છે, જેની એમણે કલ્પના પણ કરી ન હોય ! સ્પેન્સર વેસ્ટ જનસેવા માટે કેનિયા પહોંચ્યો કે એની આસપાસ મેલાંઘેલાં, ગરીબ આફ્રિકન બાળકો વીંટળાઈ વળ્યાં. કેટલાંકનાં શરીર હાડપિંજર જેવાં હતાં, તો કેટલાંકે શરીર ઢાંકવા માત્ર એક નાનું અધોવસ્ત્ર પહેર્યું હતું. આ અશ્વેત બાળકોને શ્વેત વર્ણ ધરાવતા સ્પેન્સર વેસ્ટને જોઈને અપાર જિજ્ઞાસા જાગી ઊઠી. આફ્રિકન બાળકો સ્વાહિલી ભાષામાં એની આજુબાજુ ઠઠ્ઠા-મજાક કરતાં ઘૂમવા લાગ્યાં. એણે અમેરિકાથી કેનિયાની એક નિશાળમાં સહાય કરી હતી, ત્યારે નિશાળની બહાર ઘાસના મેદાન પર એ બેઠો અને બાળકો એને ઘેરી વળ્યાં. બંને પગવિહોણા સ્પેન્સરને એક બાળકે પૂછવું, અરે, તમારા પગ ક્યાં ખોવાઈ ગયા છે?” તો બીજાએ કુતૂહલથી સવાલ કર્યો, ‘તમે અમેરિકાથી આવો છો, તો અમેરિકામાં પગ ભૂલીને તો આવ્યા નથી ને !' સ્પેન્સર વેસ્ટે કહ્યું, ‘ના, એવું નથી. હું કશું ભૂલ્યો નથી. હું જભ્યો, ત્યારે વારસાગત રોગને કારણે મારા બંને પગની શક્તિ ગુમાવી બેઠો હતો. પગ ખરા, પણ જોર નહીં, પગ ખરા, પણ સહેજે ચાલે નહીં ! મારે આગળપાછળ ખસવું હોય, તો બે હાથ જમીન પર મૂકીને ઢસડાતા ઢસડાતા આગળપાછળ માંડ ખસી શકતો. હું માત્ર ત્રણ વર્ષનો નાનકડો બાળક હતો, ત્યારે આ પ્રવચન આપતો પગવિહોણો સ્પેન્સર વેસ્ટ રોગને કારણે ઢીંચણથી નીચેના મારા બંને પગ ડૉક્ટરોએ ઑપરેશન કરીને કાપી નાખ્યા અને પાંચ વર્ષની ઉંમરે તો કમરથી નીચેના બાકીના મારા બંને પગ ડૉક્ટરોએ ઑપરેશન કરીને કાપી નાખ્યા અને નિરાશ વદને એમણે કહ્યું કે હવે તારું જીવન કશા કામનું નથી, તું તારા જીવનમાં સમાજને ઉપયોગી એવું કશુંય કામ ક્યારેય કરી શકીશ નહીં.' બાળકોથી ઘેરાયેલા સ્પેન્સર વેસ્ટની બાજુમાં ઊભેલી છોકરીએ આંગળી ઊંચી કરીને પૂછયું, ‘એને એ સમજાતું નથી કે ખરેખર ગોરા લોકો પણ આવી રીતે પગ ગુમાવી શકે છે.” એ છોકરીના આ એક વાક્ય સ્પેન્સર વેસ્ટના જીવનમાં સમૂળગું પરિવર્તન કરી નાખ્યું. ગોરા-કાળાની વિકરાળ ખાઈનો એને ખ્યાલ આવ્યો ! આ ગરીબ બાળકો ગોરી પ્રજાને સ્વર્ગમાં રહેનારી અને સર્વ વાતે સુખી પ્રજા માનતાં હતાં ! પગવિહોણા સ્પેન્સરે સેવાકાર્ય માટે અમેરિકાની ઊંચા પગારની નોકરી ફગાવી દીધી. એણે જનસેવાની શક્યતા જોઈને અમેરિકા છોડી કેનેડામાં વસવાનું પસંદ કર્યું અને એ “મી ટૂ વી’ નામની સંસ્થામાં જોડાયો. પહેલું કામ અપંગ, નથી સહેજે અશક્ત • 11 10 • તન અપંગ, મન અડીખમ
SR No.034437
Book TitleTan Apang Man Adikham
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy