________________
આત્મહત્યા તો આવતે ભવે મહાઅનર્થ સર્જશે!
હતું, તો પછી આવા જંગલમાં આવીને ઘોર તપ કરવાની શી જરૂર ?”
આમ વિચારતાં તપસ્વી હેરાન-પરેશાન થઈ ગયા અને નારદ ત્યાંથી આગળ ચાલ્યા. થોડે દૂર ગયા હશે, ત્યાં એક પીપળાના વૃક્ષ નીચે બીજા તપસ્વી તપ કરતા હતા. દેવર્ષિ નારદને જોઈને તે દોડી આવ્યા અને એમણે પણ ‘નારદભક્તિસૂત્ર' નામક મૂલ્યવાન ભક્તિગ્રંથ સર્જનાર નારદને એ જ પ્રશ્ન કર્યો.
નારદે પહેલાં ઉત્તર આપવાનું ટાળ્યું, પરંતુ તપસ્વીએ વારંવાર અનુરોધ કરતાં કહ્યું : આ પીપળાના વૃક્ષ પર જેટલાં પાંદડાં છે, એટલાં વર્ષોની સાધના તમારે બાકી છે. એટલાં વર્ષો બાદ તમારા તપથી પ્રસન્ન થઈને તેમને જરૂર પ્રભુ દર્શન આપશે. આ સાંભળતાં જ તપસ્વી તો આનંદોલ્લાસથી નાચવા લાગ્યો. એમના રોમેરોમમાં હર્ષ ફેલાઈ ગયો. અત્યંત ખુશ થઈ ગયા કે અંતે તો પ્રભુદર્શનની પ્રાપ્તિ થશે.
એમને જોઈને નારદજી વિચાર કરવા લાગ્યા કે આ બંને તપસ્વીઓમાં કેટલો મોટો ભેદ છે ! એકને એના તપ પર સંદેહ છે, એ હજી સંસારના મોહમાંથી મુક્ત થયો નથી અને બીજો તપસ્વી પ્રભુદર્શન માટે વર્ષો સુધી પ્રતીક્ષા કરવા સજ્જ છે.
એવામાં એકાએક અલૌકિક પ્રકાશ ફેલાયો અને પેલા તપસ્વી સમક્ષ પ્રભુ પ્રગટ થઈને બોલ્યા, “વત્સ, નારદે તને જે કહ્યું હતું, તે સાચું હતું, પરંતુ તારી ઊંડી શ્રદ્ધા અને દૃઢ વિશ્વાસ જોઈને મારે અત્યારે અને અહીંયાં જ પ્રગટ થવું પડ્યું.”
મધ્યરાત્રીનો સમય હતો. સરોવરના કિનારે ઝૂંપડી બાંધીને રહેતા વૃદ્ધ પોતાના ઘર પાસેથી એક યુવાનને ઝડપભેર પસાર થતો જોયો. એ યુવાન સરોવર તરફ ધસી રહ્યો હતો.
વૃદ્ધને ખ્યાલ આવી ગયો કે આ યુવાન મધ્યરાત્રિએ સરોવરમાં કુદીને આત્મહત્યા કરવા માગે છે. દિવસે સરોવરમાં કુદે તો કોઈ સાહસવીર તેને બચાવી લે અને એને આ જિંદગી ફરી જીવવી પડે. આથી યુવાને એવો સમય પસંદ કર્યો હશે કે જે વખતે એને સરોવરમાં કૂદતો કોઈ જોઈ શકે નહીં અને મધ્યરાત્રિના અંધારામાં કોઈ એને બચાવી શકે નહીં.
ત્વરાથી સરોવર ભણી જતા યુવાનને વૃદ્ધે બૂમ પાડીને કહ્યું, “અરે યુવાન ! પળવાર થોભી જાય. મારે તારું કામ છે.'
યુવાનના પગ થંભી ગયા. વૃદ્ધ એની નજીક આવ્યા અને પૂછ્યું, ‘ભાઈ, મારે તારા કાર્યમાં અવરોધ નથી કરવો પણ
એટલું જ જાણવું છે કે તું ક્યા કારણસર જીવનનો અંત આણી રહ્યો છે ?”
યુવાને કહ્યું, ‘હું પરીક્ષામાં અનુત્તીર્ણ થયો છું. મને જીવવું ગમતું નથી. દુ:ખી થઈ ગયો છું. ભોજન ભાવતું નથી અને ઊંઘ આવતી નથી. મારી આવી સ્થિતિથી હું ખૂબ પરેશાન છું.”
વૃદ્ધ સહાનુભૂતિ દાખવતા કહ્યું, ‘ભાઈ, તારી વાત સાવ સાચી છે. આવું જીવન તો ઝેર સમું લાગે, ખરું ને !'
4 1 પ્રસન્નતાનાં પુષ્પો
પ્રસન્નતાનાં પુષ્પો [ 5