SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ પ૯ | જ્ઞાનને ગુફામાં રાખવું નિરર્થક છે ! એટલે એ દોડતો-દોડતો સંતની પાસે આવ્યો અને કહ્યું, “લો, આ કોપરું.” સંતે કહ્યું, “યુવાન, આ જ તમારી શંકાનું સમાધાન છે. રામ, મહાવીર, ઈસુ ખ્રિસ્ત કે મીરાં જેવી વ્યક્તિઓ સૂકા નાળિયેર જેવી હોય છે, જેમાં બહારની છાલ અને કોપરું જુદાં હોય છે. એમને મન દેહ અને આત્મા ભિન્ન હોય છે. જે પીડા દેહ પર થતી હોય છે, તેની કશી અસર એમના આત્માને થતી નથી. આથી જ તેઓ પોતામાં મસ્ત રહીને સહુના કલ્યાણનો વિચાર કરતાં હોય છે. જ્યારે સામાન્ય માનવી લીલા નાળિયેર જેવા હોય છે, જેમાં નાળિયેરની મલાઈ નાળિયેર સાથે ચોંટેલી હોય છે, જુદી હોતી નથી. એમ એમના શરીર સાથે એમની આસક્તિ વળગેલી હોય છે, જેથી દેહ અને આત્માની ભિન્નતાનો એમને ખ્યાલ આવતો નથી.” સંતની વાત સાંભળીને યુવાનને આસક્તિ અને અનાસક્તિનો મહિમા સમજાયો અને સાથોસાથ દેહ પરના સુખ અને દુઃખના બંધનને પાર રહેલા આત્માની કલ્યાણભાવનાનો ખ્યાલ આવ્યો. મુનિ ભારદ્વાજ ઊંડી ગુફામાં બેસીને ઘોર તપશ્ચર્યા કરતા હતા અને આમ તપ કરતાં-કરતાં કેટલાય મહિના અને વર્ષો વીતી ગયાં. જેવા ઉત્કૃષ્ટ જ્ઞાની, એવા જ મહાતપસ્વી. એક વાર દેવરાજ ઇન્દ્ર ગુફાની બહાર આવીને સાદ પાડ્યો. “હે મુનિ ભારદ્વાજ , તમે ક્યાં છો ? તમે ક્યાં છો?” અંદરથી મુનિ ભારદ્વાજે જવાબ આપ્યો, “તમે કોણ છો કે જે મારી તપશ્ચર્યામાં અવરોધ ઊભો કરો છો. હું તપ કરું છું. બહાર આવવાનો નથી, માટે પાછા ચાલ્યા જાવ.” દેવરાજ ઇંદ્ર એ દિવસે તો પાછો ચાલ્યા ગયા, પરંતુ ફરી બે દિવસ બાદ ગુફા પાસે આવીને જોરથી બોલ્યા, “મહર્ષિ ભારદ્વાજ, હું સ્વયં દેવરાજ ઇન્દ્ર તમને બહાર આવવા નિવેદન દેવરાજ ઇન્દ્રનું નામ કાને પડતાં જ મહર્ષિ બહાર આવ્યા અને બોલ્યા, “પ્રભુ, હું આપની શી સેવા કરી શકું ?” દેવરાજ ઇન્દ્ર કહ્યું, “હું તમારી પાસે યાચના કરવા આવ્યો મારી પાસે યાચના ? આ ગરીબ અને દરિદ્ર પંડિત પાસે એવું તે શું હોય, જે આપની પાસે ન હોય?” ઇંદ્રે કહ્યું, “ઋષિરાજ , આ દુનિયામાં આપનાથી વધુ કોઈ 124 [ પ્રસન્નતાનાં પુષ્પો પ્રસન્નતાનાં પુષ્પો 125
SR No.034434
Book TitlePrasannatana Pushpo
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy