________________
૧૪ | સ્વરાજ્ય પછી ગાંધીજીને જેલમાં પૂરી દેશે !
સર લલ્લુભાઈ શામળદાસે કહ્યું, ‘મહાત્માજી તો સદાય રચનાત્મક પ્રવૃત્તિ કરતા આવ્યા છે. સ્વરાજ્ય મળ્યા પછી અન્ય કોઈ રચનાત્મક પ્રવૃત્તિ શરૂ કરશે.”
આ સાંભળી જ્યોર્જ બર્નાર્ડ શૉના ચહેરા પર સ્મિત આવ્યું. એમણે કહ્યું,
ના... ના. પછી તો સ્વરાજ્ય પછીની સરકારે તેમને જેલમાં પૂરી દેશે.”
આટલું બોલીને અંગ્રેજ નાટ્યકાર જ્યોર્જ બર્નાર્ડ શૉના ખડખડાટ હાસ્યથી ખંડ ગાજી ઊઠ્યો.
ભારતમાં સહકારી પ્રવૃત્તિના પિતા તરીકે ઓળખાતા સર લલ્લુભાઈ શામળદાસ મહેતાએ ગુજરાતના પ્રત્યેક જિલ્લામાં સહકારી બેંક સ્થાપવામાં રસ લીધો હતો. ૧૯૧૪માં અખિલ ભારતીય સહકારી બેંક સ્થાપવામાં એમણે ભજવેલી સક્રિય ભૂમિકાને પરિણામે અંગ્રેજ સરકારે એમને સી.આઈ.ઈ.નો ખિતાબ આપ્યો હતો. ૧૯૦૮માં બોમ્બે લાઈફ ઇન્શ્યોરન્સ કંપની અને ૧૯૧૯માં સિંધિયા સ્ટીલ નેવિગેશન કંપની લિમિટેડની સ્થાપના કરી. એની પાછળનો એમનો ભાવ રાષ્ટ્રીય ભાવનાને ઉત્તેજન આપવાનો હતો.
એમના આ કાર્ય માટે તેમને મહાત્મા ગાંધીજીએ આશીર્વચન પણ આપ્યા હતા. આવા સંસ્કૃત, પારસી, હિંદી અને વજ ભાષાના જાણકાર સર લલ્લુભાઈ શામળદાસ મહેતા એક વાર ઇંગ્લેન્ડના પ્રવાસે ગયા હતા. આ પ્રવાસમાં એમને ઇંગ્લેન્ડના પ્રસિદ્ધ નાટ્યલેખક, વિવેચક, વિચારક અને આગવી હાસ્યવૃત્તિ ધરાવનાર જ્યોર્જ બર્નાર્ડ શો સાથે મુલાકાત થઈ.
એમની સાથે મહાત્મા ગાંધીજીની પ્રવૃત્તિઓ અંગે વાત નીકળી, ત્યારે જ્યોર્જ બર્નાર્ડ શૉએ એમની લાક્ષણિક જબાનમાં પૂછયું.
- ‘આ મહાત્મા તમને સ્વરાજ તો મેળવી આપશે, પણ | સ્વરાજ્ય પછી તમે એ મહાત્માનું શું કરશો ?'
28 D પ્રસન્નતાનાં પુષ્પો
પ્રસનતાનાં પુષ્પો 1 29.