SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ 990 Jdh> (oth 22 જાગૃત્તિ રાખવાની જરૂર છે, કારણ કે આ સંબંધી એના વનના રાહમાં નિર્ણાયક બનતા હોય છે. આવા સંબંધોને માટે સમય આપવો જરૂરી હોય છે. સંબંધોની કાને માટે તમારે સમય ખર્ચવી પડે છે, કારણ કે એક્બીજાની સાથે જેટલો સમય ગાળવામાં આવે એટી નિકટના સંધાતી હોય છે અને પરસ્પર અનુકૂલન સર્જાતું હોય છે. પરંતુ આવા સમયે પણ ભિન્નત્વને ઓળખીને એકત્વ તરફ જવાનું હોય છે. બે વ્યક્તિઓમાં ભિન્નતા તો હોવાની જ, પરંતુ ભાવ અને લાગણીની એકતા હોય તો એ પરસ્પર જોડાઈ આ છે. ક્યારેક વ્યક્તિનું જીવન સંબંધોની જાળમાં એવું ગૂંચવાઈ જાય છે કે એના પર એના અઢળક સંબંધો જ પ્રભુત્વ જમાવવા લાગે છે. કેટલીક વ્યક્તિઓ માત્ર કૌટુંબિક સંબંધોમાં ગૂંથાઈ રહે છે. કેટલીક પોતાના અનેક મિત્રોમાં રચી-પચી રહે છે અને આમ સંબંધોની એક એવી જાળ પથરાઈ જાય છે કે વ્યક્તિ ખુદ એમાં અટવાઈ જાય છે. શરૂઆતમાં આવા સંબંધો એને ખૂબ ગમતા હોય છે, પરંતુ સમય જતાં ધીરે ધીરે એ સબંધો એને સમય, શક્તિ અને સંપત્તિ વેડફનારા પણ લાગે છે અને એમાં પણ જો એને સાધનાનું જીવનલક્ષ્ય પ્રાપ્ત થાય તો આવા સંબંધો સમસ્યારૂપ પણ બની રહે છે. સાંસારિક સંબંધોમાં આનંદની સાથે આઘાત આવતો હોય છે. ઇચ્છાની સાથે સ્વાર્થ આવતો હોય છે અને સ્નેહની સાથે ક્યારેક અહંકાર ડોકિયાં કરી જતો હોય છે. વિરહિણી મીરાં આને સંસારીનું કાચું સુખ' કહે છે. આ બધા જ સંબંધો કરતાં વ્યક્તિનો એક મોટો સંબંધ એ પોતાની જાત સાથેનો છે. આ જાત સાથેના સંબંધને કારણે ભગવાન બુદ્ધે પત્ની, પુત્ર અને રાજ્ય છોડીને મહાભિનિષ્ક્રમણ કર્યું અને રાજકુમાર વર્ધમાન સંસાર છોડીને ચોગી વર્ધમાન અને ભગવાન મહાવીર બન્યા. આપણા સંતોએ પણ સાંસારિક સંબંધોના બદલે આવા આધ્યાત્મિક સંબંધોનો મહિમા કર્યો છે. સંતકવિ દેવાનંદ સ્વામી કહે છે : સાચું તે સગપણ રે, સમજ મન શ્યામ તણું; બાકી સહુ સહજ રે, કશું નથી કામ તણું. |_
SR No.034433
Book TitleParamno Sparsh
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2018
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy