SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ કે બે ઉપવાસ વધુ કરીને અન્ય પર પ્રભાવ પાડવાની યુક્તિ-પ્રયુક્તિ યોગ્ય નથી. એનું કારણ એ છે કે ભક્તિ અને યુક્તિને સાત ભવનું આડવેર છે. પરિણામે ખોટા ધ્યેય સાથે થયેલી ભક્તિ અર્થ પુરવાર થાય છે. પરમની ભક્તિમાં પોતાની સ્પૃહા, ઇચ્છા કે પ્રશંસાનો ભાવ હોય, તો એ ભક્તિ નિર્વ્યાજ અને નિઃસ્પૃહ ભક્તિ રહેતી નથી, કિંતુ અહમ્ કે આસક્તિથી કરેલી દરેક યાચના બની જાય છે. ઈશ્વર પ્રત્યેની ભક્તિ તો બાળકય જેવી નિર્દોષ, નિષ્પાપ અને સાહજિક હોવી જોઈએ. બાળકના હૃદય પર આડંબરનાં કોઈ આવરણો હોતાં નથી. એની વાતમાં કોઈ યુક્તિપ્રયુક્તિ કે પ્રપંચ હોતાં નથી કે લેશમાત્ર ડોળ કે દેખાવ હોતો નથી. સાચો ભક્ત એ નિખાલસ, પારદર્શક અને સંવેદનશીલ બાળહૃદય ધરાવતો હોય છે. જો ભક્તિના સમયે હૃદયમાં બીજી ઇચ્છા કે આરત વસતી હોય તો પરમનો સ્પર્શ ક્યાંથી થાય ? પરમને પામવાની આરત હોય અને એની પાછળ રાતદિવસની લગની હોય તો એ સાંપડે છે. વ્યક્તિ પોતાના દુન્યવી પ્રેમમાં પણ કેટલી બધી તીવ્રતા, ઉત્સાહ અને તરવરાટ ધરાવતી હોય છે ! જીવનમાં પ્રેમ થતાં જ એના જીવન સમગ્રનું કેન્દ્ર બદલાઈ જાય છે. એના જીવનમાં એક પ્રકારનો ઉત્સાહ જાગે છે. એના મનમાં અવનવા વિચારો ઉદભવે છે. પ્રિયતમાને પામવા કે પ્રસન્ન કરવા માટે એ અહીં-તહીં દોડધામ કરે છે. ચિત્તમાં કેટલીય ભાવનાઓ અને સ્વપ્નો જાગે છે અને તે વ્યક્તિ પ્રણયના આકાશમાં તીવ્ર વર્ગ યન કરે છે. જો દુન્યવી પ્રેમની આ સ્થિતિ હોય, તો ભક્તના પ્રેમની કેવી દશા હોય ! એના જીવનમાં ભક્તિથી નવો આનંદ જાગે છે. દથમાં સવ પેદા થાય છે. સ્થૂળતા, ભંગુરતા અને શુતા પરખાઈ જતાં, તે ત્યને એ દિવ્યતા તરફ ગતિ આદરે છે. અને તેથી એનો આ પ્રેમ પરમની ઉપાસનામાં એને રાતિદવસ ડુબાડી દે છે. માત્ર તફાવત એટલો કે દુન્યવી પ્રેમમાં માગણી હતી, ઇશ્વરીય પ્રેમમાં માત્ર લાગણી હોય છે. દુન્યવી પ્રેમમાં સિદ્ધિ હતી, પરમ સાથેના પ્રેમમાં મગ્નતા હોય છે. દુન્યવી પ્રેમ સકામ અને વાસનાગ્રસ્ત હતો, પરમ પ્રત્યેનો પ્રેમ નિષ્કામ અને ઇચ્છામુક્ત હોય છે અને તેથી જ દુન્યવી પ્રેમમાં વૃત્તિ, લાગણી અને ઇચ્છાઓના ઝંઝાવાતો આવે છે, જ્યારે પરમ તત્ત્વ સાથેના પ્રેમમાં ગહન શાંતિ અને પરમ સુખનો અનુભવ થાય છે. દુન્યવી પ્રેમમાં સૂક્ષ્મ રૂપે અહંકાર અને 66]dh≥ [[lth so0
SR No.034433
Book TitleParamno Sparsh
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2018
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy