SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ જીવ આમ છેતરાય છે ! પોતાને માટે બહાનાં અને બીજાને માટે સલાહ - આવો અભિગમ ધરાવતી વ્યક્તિઓ તમને ઠેર ઠેર જોવા મળશે. વ્યક્તિગત અશક્તિને છાવરવા માટે એ બહાનાં કે કારણોની પરંપરા તૈયાર રાખે છે અને પછી એ કારણ આગળ ધરીને પોતાની મર્યાદા કે અશક્તિને છુપાવે છે. કામચોરી કરનાર પાસે બહાનાંઓનો ભંડાર ભરેલો હોય છે. આજે એ એક બહાનું આગળ ધરશે અને કાલે બીજું. પછી સમય જતાં એને કામ અપ્રિય બની જશે અને બહાનાં પ્રિય થઈ જશે. નોકર જુદાં જુદાં બહાનાં બતાવીને કામચોરી કરતો હોય છે. એક દિવસ એને પેટમાં દુ:ખે છે તો બીજા દિવસે એના દૂરના સગાનું હૃદયરોગના હુમલાથી અણધાર્યું અવસાન થાય છે. ત્રીજે દિવસે રસ્તામાં આવતાં એની બાઇકમાં પંક્ચર પડે છે અને ચોથે દિવસે અને ઘર એકાએક મહેમાન આવી જાય છે. પાંચમે દિવસે નજીકના સગાના લગ્નનું કારણ આવે છે. આવાં બહાનાં બનાવનારનું મન ધીરે ધીરે જુદાં જુદાં બહાનાંઓ જ શોધવા લાગે છે. એનો ઉપયોગ કરીને એ પોતાના કામને કે કર્તવ્યને દૂરને દૂર હડસેલતો રહે છે. જો માલિક એ નોકરને કાઢી મૂકે અને એ બી જાય, તોપણ એની એ જ બહાનાં-પતિત ચાલુ રાખે છે. બહાનાંઓની એની આદત છૂટી શકતી નથી. કેટલીય વ્યક્તિઓ સમાજમાં એવી મળે છે કે જેમણે એક વર્ષ પણ એક જગાએ સ્વાથી નોકરી કરી હોતી નથી. એને નોકરી બદલતાં રહેવું પડે છે. વળી બહાનાં બતાવનાર સાવ ગરીબડું મુખ કરીને વાત કરતો હોય છે અને ધીરે ધીરે એનો ચહેરો ઉદાસ જોવા મળે છે, કારણ કે એના ચિત્ત પર બહાનાંઓની જાળ છવાયેલી હોય છે. નોકર પોતાના માલિક આગળ જેવાં બહાનાં બતાવે છે, એવાં જ બહાનાં ઑફિસનો અધિકારી પણ પોતાના ઉપરી અધિકારીને બતાવતો |03|dh≥ (loltah @
SR No.034433
Book TitleParamno Sparsh
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2018
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy