SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ હોઈએ છીએ. અજાણી જગ્યાએ જઈએ ત્યારે એક પ્રકારની “ઍન્ઝાઇટી’ હોય છે. જીવનમાં તો સંગાથે સાથીઓ હતા, પણ હવે અધ્યાત્મના જગતમાં કોઈ સાથી કે સંગાથી વિના એકલા ચાલવાનું હોય છે, કોઈ સુવિધાઓ સાચવનારું સાથે ન હોય, કોઈ હુકમ ઉપાડનારું હાજર ન હોય અને તેથી મનમાં અપરિચિતતાનો ભય સદા વસેલો હોય છે. અધ્યાત્મને માર્ગે ચાલનારે આવા ભયને ઓળંગવાનો હોય છે, કારણ કે જીવનભર આપણે જે રીતે રહ્યા હોઈએ છીએ, એ રીતે ટેવાઈ ગયા હોઈએ છીએ તેથી કંઈક અલગ રીતે હવે ચાલવાનું થાય છે. શહેર બદલતી વખતે કે ઘર બદલતી વખતે વ્યક્તિને થાય એવી ચિંતા અધ્યાત્મસાધકને પણ થતી હોય છે. જેમ ફ્લેટ છોડીને બંગલામાં જતી હોય તોપણ વ્યક્તિ મનમાં વિચારે છે કે ત્યાં પડોશીઓ કેવા હશે અને સલામતી કેટલી મજબૂત હશે તેમ જગતની પરિચિત, સુરક્ષિત સ્થિતિ છોડીને અધ્યાત્મમાં જતી સાધક વ્યક્તિ અસુરક્ષિતતા વગેરે બાબતે વિચાર કરતો થાય છે. પરિચિત પરિવેશને છોડીને એ અપરિચિત દિશામાં પગ માંડે છે. એને દરિયાના દુન્યવી કિનારાની પૂરી પહેચાન છે, પરંતુ દુન્યવી દરિયાના સામા છેડે આવેલી અધ્યાત્મની ધરતી કેવી હશે એનો કોઈ અંદાજ નથી. પરિણામે સાધક વ્યક્તિ ના મનમાં ક્યારેક દહેશત ઊભી થાય છે, તો ક્યારેક ભય જાગે છે. ભૌતિક જગતને તો નરી આંખે નીરખ્યું છે, પરંતુ અધ્યાત્મજગતની કોઈ ઓળખ નથી. એમાં આવનારા અવરોધો કે થનારા અનુભવનો કોઈ ખ્યાલ નથી, અધ્યાત્મની એ દુનિયા કેવી હશે ? એના વિશે કોઈ પ્રમાણભૂત રીતે કહી પણ શકતું નથી. બસ ! દરિયાના આ કિનારેથી ઝંપલાવવાનું છે. કેટલું તર્યા પછી સામો કિનારો આવશે એની પણ માહિતી નથી. વળી મનમાં વિચારે છે કે આ વ્યવહારજીવનમાં જે કંઈ મેળવ્યું, તે જોવા-જાણવા અને ભોગવવા મળ્યું છે, પરંતુ અધ્યાત્મજીવનમાં તો શું મળશે ? ક્યારે મળશે ? મળશે ખરું ? એ બાબતે કોઈ ગેરન્ટી હોતી નથી. એમાં સ્કૂલ દૃષ્ટિની કોઈ પ્રાપ્તિ હોતી નથી કે એવી કોઈ વસ્તુ કે સિદ્ધિ હાથવગી કે પ્રત્યક્ષ થતી નથી. બસ, માત્ર ઝંપલાવવાનું હોય છે. કોઈ અંધારિયા કૂવાનાં આટલાં બધાં ભયસ્થાનોની સાથોસાથ એક બીજો ભય પણ પરમનો સ્પર્શ પામવા જનારને માથે તોળાતો હોય છે. ભૌતિક જગતમાં એ પરિચિતોની વચ્ચે જીવન ગાળતો હતો. એ માણસોનો પરમનો સ્પર્શ ૬૫ 0
SR No.034433
Book TitleParamno Sparsh
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2018
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy