SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ પરમનો સ્પર્શ જળવાઈ રહે છે. જીવનમાં વારંવાર આવતા આવા આઘાત અને પ્રત્યાઘાતોથી આધ્યાત્મિક સાધકનું જીવન લેવાતું નથી અને એ સઘળી હતાશા, નિરાશા કે મુશ્કેલીઓને ઓળંગી જાય છે. જો વ્યક્તિના ચિત્તમાં પરમનો સ્પર્શ પામવાની તાલાવેલી હશે તો એ બીજી ઘણી અનિષ્ટ બાબતોમાંથી ઊગરી જશે, કેટલાંય પ્રલોભનો છોડી શકશે. જીવનના અણધાર્યા, આકસ્મિક પ્રવાહોમાં ઘસડાઈને એ ફંગોળાશે. નહિ અને તૃષ્ણાના વમળમાં ફસાશે નહિ. ઘણી વાર કોઈ પ્રલોભન મળતાં વ્યક્તિ પોતાના મુખ્ય ધ્યેયથી વિચલિત થઈ જાય છે. કોઈ એન્જિનિયરને એમ લાગે કે આટલી બધી મહેનત કરવાને બદલે ગૅરબજારમાં ઝંપલાવીશ તો રાતોરાત ધનવાન થઈ જઈશ અને પછી એ પોતાની એન્જિનિયર તરીકેની નિપુણતા, પદવી અને કાર્યકુશળતાને બાજુએ મૂકીને શેરબજારમાં પડી જાય. તો એનો અર્થ જ એ કે એની પાસે એનું પોતાનું કોઈ ધ્યેય નહોતું. કોઈ વાર વ્યક્તિના જીવનમાં કોઈ એવી અણધારી ઘટના બને કે જેના આકર્ષણે ખેંચાઈને તે અણધારી દોટ લગાવે અને પછી થોડા સમય બાદ એને ખ્યાલ આવે કે એ બાહ્ય આકર્ષણે તો એના જીવનમાં વ્યથા ને વિનાશની આંધી ફેલાવી દીધી છે. પ્રલોભનો અને આકર્ષણોની એક મજબૂત પકડ હોય છે અને વ્યક્તિ એ પકડનું સતત ખેંચાણ અનુભવતી હોય છે. આવે સમયે એની પાસે પોતાનું ધ્યેય હોય અને સાથોસાથ ધ્યેય-ઉપકારક બાબતોની પસંદગી કરવાની ક્ષમતા હોય તો એનું જીવન આડા માર્ગે ફંટાઈ જશે નહિ. ઘણી બાબતો વ્યક્તિને દિશાભાન ભુલાવી દે છે. આવે સમયે ધ્યેય પ્રત્યેની એકાગ્રતા જ વ્યક્તિને એના માર્ગે આગળ ધપાવે છે. એ સાચું કે સત્સંગ એ ધાર્મિકતાનો ડોળ ન હોવો જોઈએ. એની પાછળ ઉચ્ચ આધ્યાત્મિક હેતુ હોવો જોઈએ. કોઈ આત્મસાક્ષાત્કાર ઇચ્છે , તો કોઈ મોક્ષ કે નિર્વાણ ઇચ્છે, પરંતુ એવી ઇચ્છા સાથે આ સત્સંગ થવો જોઈએ. આ સત્સંગને પરમનો સ્પર્શ પામવાની મોટામાં મોટી તાલીમશાળા ગણી શકાય. જેમ જેમ સાધક સત્સંગના રંગમાં રંગાય છે, તેમ તેમ એનું જીવન કોઈ નવી ભૂમિકાએ પહોંચી જાય છે અને એની સાથોસાથ એનું આંતરપરિવર્તન થાય છે. પ્રારંભમાં સાધક થોડા કલાકનો સત્સંગ કરતો હોય છે, પરંતુ ધીરે ધીરે એવી મનોભૂમિકા કેળવાય છે કે એનો સત્સંગ અહર્નિશ ચાલતો
SR No.034433
Book TitleParamno Sparsh
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2018
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy