SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ પરમના સ્પર્શની તાલીમશાળા ૫૦ પરમનો સ્પર્શ સાર્થક મનુષ્યજન્મ માટે પરમની પ્રાપ્તિ ઝંખનારે સર્વ પ્રથમ તો સ્વજીવનની દશા અને દિશાનો વિચાર કરવાનો છે. જો વ્યક્તિની ગતિ, વૃત્તિ અને પ્રવૃત્તિ બાહ્ય રૂપે વધતી જતી હોય તો એણે માનવું જોઈએ કે એની ગતિ અવળી દિશાની છે. ગતિ પરમ સમીપે લઈ જનારી નહીં, બલ્ક એનાથી સાવ જુદા ઊંધા રસ્તે વધુ ને વધુ દૂર લઈ જનારી છે. | જો એની ગતિ ઊર્ધ્વમુખી હોય, વૃત્તિ અંતર્મુખી હોય અને પ્રવૃત્તિ આંતરિક હોય, તો માનવું કે સાધનાની સાચી દિશાની એ ગતિ છે. બાહ્ય ગતિ, તીવ્ર વૃત્તિ અને અતિ પ્રવૃત્તિના ઘણા તાત્કાલિક લાભો હોય છે. એનું આકર્ષણ પણ અદમ્ય હોય છે અને વ્યક્તિ જો એ તરફ દોડ લગાવે તો પ્રાણાંતે પણ એ અટકતી નથી. જ્યારે પરમપ્રાપ્તિ માટે આંતરિક સ્થિતિ ઊભી કરવી હોય તો પહેલી આવશ્યકતા એ માટેની તાલીમ લેવાની છે. નવાઈની વાત એ છે કે ભાગ્યે જ કોઈ ઈશ્વરપ્રાપ્તિ માટે તાલીમની વાત કરે છે. તમે એકાએક કારમાં બેસીને એને ચલાવવા લાગો તો શું થાય ? કયૂટરની સહેજે જાણકારી ન હોય અને એકાએક ચાલુ કરીને ‘કી' દબાવવા લાગો, તો શું થાય ? ક્યારેય દસ મીટર પણ દોડ્યા ન હો અને એકાએક લાંબા અંતરની મેરેથોન દોડમાં ઝુકાવો તો શું થાય? મોટર ચલાવવા માટે પ્રેક્ટિસ જરૂરી છે. કેટલાય દિવસો સુધી બરાબર શીખ્યા પછી વ્યક્તિ સ્વયં મોટર ચલાવવાનું ‘લાઇસન્સ મેળવે છે. કયૂટરમાં પણ એ જ રીતે પ્રેક્ટિસની આવશ્યકતા છે. લાંબી દોડનો દોડવીર ખોરાકમાં ગાંઠિયા, જલેબી અને ભજિયાં ખાતો હોય, કાયા અત્યંત સ્થૂળ થઈ ગઈ હોય, ચાલતાં કીડીઓ ચડતી હોય અને જો એ એકાએક મૅરથૉનમાં ઝુકાવે તો એની શી હાલત થાય ? થોડું દોડતાં જ એનો શ્વાસ ચડી જાય ને રનિંગ ટ્રેક પર ગબડી પડે. પરમને પામવા માટે તાલીમની – પ્રેક્ટિસની જરૂર છે અને સ
SR No.034433
Book TitleParamno Sparsh
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2018
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy