SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ પરમાત્મા પ્રત્યે સાધકનો આવો જ પ્રેમ હોવો જોઈએ. સાધક જેને પ્રેમ કરે, તેને પૂર્ણતયા પ્રેમ કરે તો એને આત્મવિશ્વાસ અને પ્રકાશ સાંપડે છે. જો રામને ચાહો તો રામ સાથે રહો, ઈશુ ખ્રિસ્તને ચાહો તો ઈશુ ખ્રિસ્ત સાથે રહો. તમારી ચાહનામાં સાથે રહેવાની ભાવના ભળેલી હોવી જોઈએ. એનું કારણ એ છે કે તો જ પ્રભુ-તન્મયતા જાગે. કૃષ્ણની સાથે રહેવાથી ધીરે ધીરે એ ભક્તનું જીવન કૃષ્ણમય બની જશે. મહાવીર સાથે રહેતાં એ સ્વયં મહાવીર બની જશે. પ્રેમ એ પ્રભુપ્રસાદી છે, જે આગળ જતાં ભક્તને માટે સંજીવનીરૂપ બને છે. પ્રેમનિહિત શ્રદ્ધાને કારણે ભક્તમાં અભય પ્રગટે છે. હનુમાનના અભયનું કારણ એમની રામભક્તિ છે. મીરાંને કોઈ આપત્તિની કોઈ પરવા નથી કારણ એમની પાસે કૃષ્ણભક્તિ છે. કામદેવ શ્રાવકની ભગવાન મહાવીર પ્રત્યેની અડગ શ્રદ્ધાનું સ્મરણ થાય છે. કામદેવ શ્રાવકની ધર્મપરાયણતાની વાત ઇન્દ્રરાજે પોતાની દેવસભામાં કરતાં એક દેવે કહ્યું : “માનવીમાં ધર્મનિષ્ઠા કેવી ? ભય, સંપત્તિ કે સુંદરી આગળ ચળી જાય તેવી.” કામદેવ શ્રાવકની પ્રભુનિષ્ઠાની કસોટી કરવા માટે સ્વર્ગના દેવે કેટલાંય ભયાવહ સ્વરૂપો ધારણ કર્યા. હાથમાં ખડ્રગ લઈને મસ્તકછેદન કરવા ગયા. તોફાની હાથી અને ફણાવાળા ભયંકર સર્પનું રૂપ લીધું. કામદેવ શ્રાવકને કહ્યું, ‘તું તારી ધર્મ-આરાધનાનો અંચળો ત્યજી દે.' ત્યારે કામદેવ શ્રાવકે કહ્યું, ‘હું મારા ધર્મમાં અડગ છું. આરાધનામાં અચળ છું, પ્રભુએ મને એવો અભય આપ્યો છે કે ભય ભરેલી તારી કોઈ ધમકી કે તારું કોઈ હિંસક કૃત્ય મારા પર લેશમાત્ર અસર કરશે નહીં.’ અને છેવટે એ દેવે હારી થાકીને કામદેવ શ્રાવકની ક્ષમા માગી તથા એમની દૃઢ ઈશ્વરશ્રદ્ધાની પ્રશંસા કરી. આમ પ્રભુ-પ્રેમમાંથી અભય પ્રગટે છે અને અભયમાંથી જાગે છે મસ્તી. આ મસ્તી એવી હોય છે કે જે સંતને કોઈ એવી ઊર્ધ્વભૂમિકાએ લઈ જાય છે કે જ્યારે આસપાસની આપત્તિઓ, પરિચિતોનો ત્રાસ, ચોતરફ થતાં જયંત્રો કે કાવતરાંઓ એને કશું કરી શકતાં નથી. કબીર, સુરદાસ અને આનંદઘનનાં સઘળાં બંધનો તેમની મસ્તીની અવસ્થામાં છૂટી ગયાં હોય છે. આ રીતે ઈશ્વરની આરાધના કરતી વેળાએ એમાં પૂરેપૂરા લીન થવાની જરૂર હોય છે. એ આરાધનામાં સમર્પણશીલતા અનિવાર્ય હોય પરમનો સ્પર્શ ૩૧
SR No.034433
Book TitleParamno Sparsh
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2018
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy