SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ • Jdhe (lotāh Ye ‘પૃષ્ઠો વિશ્વસ્ય મુવનસ્ય રાના ।’ અર્થાત્, તે પરમાત્મા સર્વલોકના સ્વામી છે. (૬.૩૬.૪) આવા પરમાત્માની પ્રાપ્તિની આ વાત છે, જે પરમાત્માની અનન્યતાનો અનુભવ ઋષિઓ અને સંતોએ વર્ણવ્યો છે. પરમાત્માની સાચી પ્યાસ જાગવા માટેનાં સાધનો પણ શુદ્ધ, સહજ અને સાચાં હોવાં જોઈએ. ભવ્ય, વિશાળ અને ઝાકઝમાળભર્યાં મંદિરોમાં દર્શનાર્થીઓની ભીડ જામેલી હોય છે, પણ એ દર્શનાર્થીઓની દર્શનપિપાસા તપાસવા જેવી હોય છે ! કોઈને આ મંદિરની ભવ્યતા સ્પર્શી જાય છે અને બહાર નીકળ્યા બાદ એ મંદિરના વૈભવનું વર્ણન કરે છે. કોઈને મંદિરનું સ્થાપત્ય એટલું બધું આનંદદાયી લાગે છે કે એ મંદિરમાંથી પાછા ફર્યા બાદ જ્યાં જશે ત્યાં મનોરમ સ્થાપત્યના કે એનાં ઉત્કૃષ્ટ શિલ્પોની પ્રશંસા કરશે. કોઈને આરતી તો કોઈને આંગી ભવ્ય લાગે છે. કોઈને મંદિરની ભીડમાં લાગેલા ધક્ક યાદ રહી જાય છે. કોઈ મંદિરમાં જાય છે તોપણ પ્રસાદમાં ચિત્ત ચોંટાડીને બેઠા હોય છે. કોઈની નજર મંદિરમાં સુંદર વસ્ત્રાલંકાર ધારણ કરીને આવતી મહિલાઓ પર હોય છે તો કોઈના કાન મંદિરના પુજારીએ કહેલા પ્રભુના પરચાઓ સાંભળવા પર લાગેલા હોય છે. આપણે તિરુપતિ, શત્રુંજય કે અક્ષરધામના મંદિરમાં જઈને શેનું દર્શન કરીએ છીએ ? આપણી આંખ જે જગતમાં જોતી હતી અથવા તો આપણું મન જે ઇચ્છતું હોય છે, એનું જ આપણે દર્શન કરીએ છીએ ને ? અતિપવિત્ર સ્થાનમાં પણ આપણી મનોવૃત્તિ કેવી અપવિત્ર હોય છે! બહારથી જં લઈને ગયા હોઈએ છીએ, એનાં જ દેવાલયમાં દર્શન કરીએ છીએ. મંદિરમાંથી બહાર નીકળ્યા પછી પરમાત્માના દર્શનનો ઉલ્લાસ કોઈ પ્રગટ કરે છે ખરું ? ઈશ્વરની આંખને એકીટસે જોયા પછી અંતરમાં થયેલા અનુભવની કોઈ વાત કરે છે. ખરું ? મંદિરના શાંત વાતાવરણમાં ઈશ્વરસન્મુખ થયેલા આનંદના અનુસંધાનનું કોઈ વર્ણન કરે છે ખરું? મંદિરમાં પ્રવેશતી વખતે ચહેરા પર સંસાર-વ્યવહારની ગ્લાનિ હોય, પરંતુ બહાર નીકળ્યા પછી ચહેરા પર અવર્ણનીય તેજનો કોઈએ અનુભવ કર્યો હોય છે ખરો ? RO |_
SR No.034433
Book TitleParamno Sparsh
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2018
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy