SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ છે, પરંતુ એ શુભ ગુણો કે શુભ ભાવોને દબાવીને અને કચડી નાખીને પોતાના અવગુણોને વધુ ને વધુ ઉશ્કેરતો, પોષતો અને બહેકાવતો રહે છે. અહંકારી વ્યક્તિ કોઈ કામ સિદ્ધ થાય ત્યારે આ કાર્ય પોતે સિદ્ધ કર્યું છે' એવા અહંકાર પર મુસ્તાક રહીને સર્વત્ર ઘૂમતો હોય છે. એ નિષ્ફ′′ જાય ત્યારે અને તેથી ચાર સંતાપ થાય છે. વનમાં હતાશા આવે છે અને એ આત્મહત્યા કરવા સુધી દોડી જાય છે. માનવ સ્વ-જીવનને ઈશ્વરસન્મુખ કરશે એટલે આપોઆપ એની સૃષ્ટિ એના ભીતરમાં રહેલા ગુણોની સન્મુખ જશે. આપણી સમક્ષ વાલિયા લૂંટારામાંથી ઋષિ વાલ્મીકિ બન્યાનું દુષ્ટાંત છે જ. જેમ જેમ એના ગુણો પ્રગટ થરો, તેમ તેમ ઈશ્વરના આશીર્વાદ પામવાની ઘૂમતાવાળું એનું વ્યક્તિત્વ ઘડાતું જશે. આવા ઈશ્વરી આશિષની ઇચ્છાથી વ્યક્તિના અહમ્ ભાવનું નિગરણ થશે. આથી જીવનમાં જે કંઈ શુભ કાર્ય થાય છે, તેમાં ‘હું તો નિમિત્ત છું, આ કાર્ય કરનાર તો ઈશ્વર છે' એમ માનનાર ગુણવાન વ્યક્તિને જીવનની સફળતા ઉર્ફખલ બનાવતી નથી અને નિષ્ફળતા ધોર નિરાશામાં ડુબાડી શકતી નથી. વ્યક્તિ ઈશ્વરને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરશે, ત્યારે આપોઆપ એ વ્યક્તિ અન્યને સહાયરૂપ થવાનો પુરુષાર્થ કરી. સ્વહિતની કેન્દ્રિતતામાંથી બહાર નીકળી એ પરહિતનો વિચાર કરશે. પોતાના સ્વાર્યનું કામ કરવાને બદલે પરમાર્થનું કામ કરતાં એને પ્રસન્નતા થશે અને એનો ‘માંહ્યલો’ રાજી રાજી થઈ જશે. સમય જતાં આવી વ્યક્તિ અન્યનાં સુખ, આનંદ અને પ્રસન્નતામાં પોતાનું સુખ અનુભવતી થશે. બીજાના ચહેરા પર સુખની છાલકો જોઈને તે પોતાના અંતરમાં અપૂર્વ ઉલ્લાસ અનુભવશે. ઈશ્વરસન્મુખ માનવી પોતાના આત્માની ઓળખની સાથેસાય દુઃખી અને સંતપ્ત જ્વો પર આપોઆપ કર્ણા વરસાવતો રહેશે. પારકાની ચિંતા કરનાર સ્વાભાવિક રીતે પોતાના ઘરના પરિવારજનોની ચિંતા તો કરો જ હોય. એ સમજે છે કે એની પહેલી સેવા એના ઘર અને કુટુંબથી શરૂ થઈ છે, આથી જ માતાપિતાની સેવાથી માંડીને દીન-દુ:ખિયાની સેવા સુધી એના કાર્યનો અનુબંધ સધાતો રહેશે. આમ પ્રથમ બાબત તો એ છે કે સાધ માં પરમાત્મપ્રાપ્તિની તીવ્ર તૃષા-તડપન જાગવી જોઈએ. આ વાતનો મર્મ ઘણો ગહન છે. એનું કારણ એ છે કે જેવી ઇચ્છા એવા એને તૃપ્ત કરવાના માર્ગો. ધનની તરસ પરમનો સ્પર્શ ૨૩ 3000
SR No.034433
Book TitleParamno Sparsh
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2018
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy