SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ પરમનો સ્પર્શ અને નિર્જન વનમાં વસવાનું આવ્યું. આ ક્ષેધને કારણે પહેલાં વૃદ્ધાવસ્થામાં, પછી યુવાની બાદ અને છેલ્લે જન્મથી જ એમનો જીવ ોધમાં ખુંપ્યો રહ્યો. પહેલાં તપસ્વી ચંડકૌશિક પોતાના રજોહરણથી શિષ્યને મારવા દોડ્યા હતા, પછી તાપસ ચંડકૌશિક કુહાડીથી મારવા દોડ્યા હતા અને છેલ્લે સર્વવિનાશક દૃષ્ટિવિષથી એ પશુ-પક્ષી અને માનવીઓને મારી નાખતા હતા. #ધને કારણે વ્યક્તિનો ભાવ પણ કેવો વિકરાળ બને છે ! પહેલા બાળમુનિને, પછી રાજકુમારોને અને છેલ્લે ચંડકૌશિકમાં પ્રભુ મહાવીરને હણી નાખવાનો મનસૂબો જાગ્યો. આનું કારણ એટલું જ કે વ્યક્તિ ક્રોધ કરે, ત્યારે વિવેકને વીસરી જાય છે. આથી જૈધને અંધ કહેવામાં આવ્યો છે અને આવા અંધ ોધને કારણે વ્યક્તિ પોતે પોતાની હાનિ સમજી શકતો નથી. માનવી ક્રોધ કરે ત્યારે કેવો વિકૃત થઈ જાય છે ! આંખો પહોળી | થઈને અંગારા વરસાવવા લાગે છે. ગુસ્સામાં કોઈને થપ્પડ લગાવી દે છે કે અપશબ્દો બોલવા માંડે છે. ક્રોધ કરનાર સામી વ્યક્તિને જ નહીં, પરંતુ સમગ્ર વાતાવરણને લૂષિત કરી નાખે છે, આથી જ શેકસપિયરે ક્રોધને સમુદ્ર જેવો બહેરો અને આગ જેવો ઉતાવળો કહ્યો છે. દક્ષિણ ભારતના સંત તિરુવલ્લુવર કહે છે કે આગની પાસે જે જાય તેને આગ બાળે છે, પણ ક્રોધાગ્નિ તો આખા કુટુંબને ભસ્મીભૂત કરી નાખે છે. ક્રોધમાં માણસની આંખ બંધ થઈ જાય છે અને એનું મુખ ખુલ્લું રહી જાય છે. એ વિવેકને ચિત્તમાંથી હાંકી કાઢે છે અને દરવાજે એવો આગળો મારે છે કે વિવેક ફરી પાછો દાખલ થઈ શકે નહીં. આવો ક્રોધ એ મધપૂડામાં પથ્થર મારવા જેવો છે અને એ તરત જ વેરમાં પલટાઈ જાય છે. ક્રોધ ત્યારે જ ઓછો થાય કે જ્યારે વ્યક્તિ આત્મદર્શી બને. આનું કારણ એ છે કે ક્રોધનું શસ્ત્ર પહેલાં તો ક્રોધીને જ સ્વયં નુકસાન કરે છે. ભગવાન બુદ્ધે કહ્યું છે કે ઊકળતા પાણીમાં પ્રતિબિંબ ન દેખાય, તેમ ક્રોધી માણસ એ જોઈ શકતો નથી કે તેનું હિત શેમાં છે. ક્ષેધનો ભાવ એક વખત હૃદયમાં જાગે એટલે એ ભાવ એના હૃદયમાં સતત વધતો રહે છે. એક વાર એક ઘટના ક્રોધનું કારણ બની પછી એ ઘટના એની સમક્ષ ન હોય તોપણ એના હૃદયમાં ક્ષેધની આગ વધુ ને વધુ પ્રજ્વળતી
SR No.034433
Book TitleParamno Sparsh
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2018
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy