SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ માટે પ્રસૂતિની પીડાને અનિવાર્ય માનવામાં આવે છે. મહાભારતમાં બાણશય્યા પર સૂતેલા ભીષ્મ પિતામહ યુધિષ્ઠિરને રાજધર્મ અને વિશેષે તો માનવધર્મનો માર્મિક ઉપદેશ આપે છે. આ યુદ્ધમાં બીજા યોદ્ધાઓ તો હણાયા અને મૃત્યુ પામ્યા, પરંતુ ભીષ્મ પિતામહને દિવસો સુધી બાણશય્યા પર રહેવું પડ્યું. બાણોની વેદના વેઠવી પડી. આ સંદર્ભમાં ભીષ્મ પિતામહ શ્રીકૃષ્ણ તરફ જોઈને કહે છે: “હે મધુસૂદન, આ યુદ્ધમાં મારા જેવું પારાવાર કષ્ટ કોઈ પણ યોદ્ધાને વેઠવું પડ્યું નથી. જોકે આ કષ્ટ અને વેદનાને આપની કૃપા જ ગણું છું, કારણ કે જે જ્ઞાન વેદાભ્યાસથી પામ્યો નહોતો અને આટલા લાંબા જીવનથી પણ મેળવી શક્યો નહોતો, એ જ્ઞાન આ બાણશય્યા પર પડ્યું પડ્યું મારી વેદનાઓને મુઠ્ઠીમાં રાખીને અંતર્મુખ થવાથી પામ્યો છું.” એના ઉત્તરમાં શ્રીકૃષ્ણ હસીને કહે છે, “તમારા આત્માને આવા કઠોર અનુભવની જરૂર હશે, પિતામહ.” “એમ જ હશે.” ભીખે કહ્યું. અને પિતામહ ભીષ્મએ અઠ્ઠાવન રાત્રી સુધી બાણશય્યામાં વેદના ભોગવી એમ કહેવું યોગ્ય નથી, કિંતુ એ વેદના દ્વારા મહાન તપ કરીને અંતર્મુખ બન્યા. બાણશય્યાની વેદના એમને અનુપમ જીવનદર્શન આપી ગઈ. દુઃખ એ માનવીને અંતર્મુખતા આપે છે. આજ સુધી માનવીએ સ્વજીવનમાં આવતાં પારાવાર દુ:ખો તરફ સતત ફિટકાર અને તીવ્ર તિરસ્કાર વરસાવ્યો છે. દુ:ખને એ હંમેશાં વિધિનો શાપ માનતો રહ્યો છે. જીવનભર એની મથામણ હોય છે કે આ દુઃખ એના જીવનમાં પ્રવેશે નહીં અને એ પોતે સદૈવ સુખનો અખૂટ આનંદ ભોગવે. દુઃખ તરફ ‘બૂરી નજરે” જોઈને માનવીએ પોતાના જીવનને વધુ કષ્ટમય, આપત્તિજનક અને વિષાદપૂર્ણ બનાવ્યું છે. દુઃખ પ્રત્યેનો એનો અભિગમ એ એના જીવનની ઘણી પરેશાનીઓનું મૂળ કારણ છે. એમાં ભયજનિત દુઃખ વિશે ‘ભવનું ચિકિત્સાલય” પ્રકરણમાં જોવું. દુઃખનાં રોદણાં રડતો માનવી જેને સુખ માને છે, તે વિશે કોઈ વિચાર કરે છે ખરો ? ક્ષણભંગુર બાબતને પરમ શાશ્વત સુખ માનીએ છીએ અને પછી એ ચાલ્યું જતાં દુઃખ અનુભવીએ છીએ, તે કેવું ? યુવાની સદાકાળ રહેવાની છે એમ માનીએ છીએ અને કુદરતના ક્રમ પ્રમાણે પછી વૃદ્ધત્વ આવે અને માણસ એનાં દુઃખ-દર્દની ફરિયાદ કરે, તે કેવું પરમનો સ્પર્શ ૨૦૩ - Do
SR No.034433
Book TitleParamno Sparsh
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2018
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy