SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ 20 Jdh≥ [lo±èh ob પંથ સ્વીકાર્યો ! રાજમહેલનાં સુખોને છોડીને ઈશ્વરભક્તિ કરવા લાગી. એની આસપાસની પરિસ્થિતિનો આજે વિચાર કરીએ તો ખ્યાલ આવે કે એને કેટલીબધી મુશ્કેલીઓ સહન કરવી પડી હશે ! છતાં એ અડગ રહી અને પોતાને પંથે ચાલી. વર્તમાન સમયનું એક ઉદાહરણ જોઈએ તો ૧૯૬માં લંડનમાંથી બી.ટી.એમ.એચ. અને ગ્લાસગો અને એડિનબરોમાંથી એમ.આર.સી.પી.ની બેવડી ડિગ્રી હાંસલ કરનાર ડૉ. મુકુંદ સોનેજીએ ૧૯૬૯ની ૧૪મી ફેબ્રુઆરીએ છ મહિનાના ચિંતનના પરિપાક રૂપે આત્મસાક્ષાત્કારનો આનંદ અનુભવ્યો અને એ જ ક્ષણે એમણે એમનો સાધનાપય નક્કી કર્યો, જેને પરિણામે સમાજને અને મુમુક્ષુઓને સંત શ્રી આત્માનંદજી મળ્યા. જો ધ્યેયની ઈંટના ન હોત તો કશું ન થાય. આવી હરિના જનની દઢતા કેવી હોય છે એ દર્શાવતાં ગંગાસતી કહે છે : ‘મેરુ રે ડગે ને જેનાં મન નો ડગે મરને ભાંગી પડે ભરમાંડ રે, વિપત્ત પડે પણ ત્રણસે નહીં. ઈ તો હરિજનનાં પરમાણ રે.. મેરુ રે.’ ગંગાસતીએ આ પદમાં હરિના જન કે હરિજનનું પ્રમાણ આપ્યું છે. એ કહે છે કે ભક્તનું મન તો નિશ્ચળ હોય. એનો મેરુદંડ વ્યાવહારિક કાર્યને કારણે ડગે, પણ એનું મન ડગતું નથી. એની સામે ગમે તેટલી આપત્તિઓની આંધી આવે તોપણ એનો સામનો કરીને એ સંઘર્ષો સામે દઢતાથી રહે છે. આમ જેની પાસે ધ્યેય છે. એની પાસે દઢતા છે, જેની પાસે લક્ષ છે, એની પાસે જીવનને સાર્થક બનાવવાની ક્ષમતા છે. અહીં એક માર્મિક શ્લોકનું સ્મરણ થાય છે : “ઉત્તમા स्वात्मचिंता स्याद्, मध्यमा मोहचितना, परचिंता अधमाधमा.' अधमा कामचिंता स्याद्, જે પોતાના આત્મતત્ત્વનું ચિંતન કરે છે, તે ઉત્તમ પુરુષ છે. મારી આ જવાબદારી બાકી છે, આટલું કામ કરવાનું બાકી છે. તેનું ચિંતન કરે છે તે મધ્યમ પુરુષ છે. પોતાની અંગત જરૂરિયાતો પુરી કરવામાં રોપો છે. તે અધમ પુરૂષ છે અને બીજાઓની ચિંતા કરનારો એટલે કે એમના દર્ગુણો કહેનારો અધમમાં અધમ પુરુષ છે. R) |_
SR No.034433
Book TitleParamno Sparsh
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2018
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy