SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ તમને ચલિત કરવા માટે દુષ્ટ તત્ત્વો તમને અટકાવશે. એની પાસે એક નહીં, પણ અનેક તરકીબો હોય છે. એ બધી તરકીબો એ અજમાવશે. દુર્યોધને પાંડવોનો નાશ કરવા માટે કેટલાં બધાં કાવતરાં કર્યાં હતાં ! તમારા વિરોધીઓ લુચ્ચાઈ અને જુઠ્ઠાણાનો આશરો લઈને તમારે વિશે ઘણી બાબતો ફેલાવશે. ધ્યેયને માટે ઝઝૂમનાર પાસે આની સામે મજબૂત સંઘર્ષ ખેલવાની તૈયારી હોવી જોઈએ. દુશ્મન તો એની પાસેના તમામ દાવપેચ અજમાવશે; એટલું જ નહીં, પરંતુ તક મળે તો આવી ધ્યેયનિષ્ઠ વ્યક્તિને હણી નાખવા કોશિશ કરશે. ભક્તોના જીવનમાં આવી કઠિનાઈની કસોટીભરી ઘણી કથાઓ મળે છે, પણ અંતે એમાં ભક્તનો વિજય થાય છે; એનું કારણ એમની નિષ્ઠા અને ભક્તિ છે. આથી જ સંત કબીરે યોગ્ય રીતે કહ્યું છે : જાકો રાખે સાંઇયાં, માર ન સકિ હૈ કોય; બાલ ન બાંકા કરિ સર્ક, જો જગ વૈરી હોય.” આવી ભક્તિ એ વ્યક્તિનાં બધાં દુઃખો દૂર કરે એવું કદાચ ન બને, પરંતુ એને એ દુ:ખો સહન કરવાની શક્તિ તો જરૂર આપે છે. દુ:ખો વચ્ચે પણ એ પ્રસન્નતા ધારણ કરી શકે છે. એની પ્રતિકૂળતાને એ અનુકૂળતામાં પરિવર્તિત કરી શકે છે. ક્ષેધ અને ઉશ્કેરાટના પ્રસંગોને શમાવીને એ સમતાથી જીવી શકે છે, પરંતુ આ બધાંનું મૂળ કારણ તો એની નિષ્ઠા અને ધ્યેય છે. જેની પાસે ધ્યેય હોતું નથી એની પાસે જીવન વિશેની અસ્પષ્ટતા અને અનિશ્ચિતતા હોય છે. પ્લેયરહિત વ્યક્તિને પવન પણ સહાય કરતો નથી. આનું કારણ શું ? આનું કારણ એ કે આવી વ્યક્તિ જીવનની પ્રત્યેક બાબતમાં દ્વિધા અનુભવતી હોય છે અને પ્રત્યેક પ્રશ્ન અંગે અનિર્ણયાત્મકતા ધરાવતી હોય છે. એની પાસે પોતાનો કોઈ માપદંડ હોતો નથી અને તેને પરિણામે વિકટ પરિસ્થિતિમાં એક પક્ષે જવું કે સામા પક્ષે રહેવું એનો નિર્ણય કરી શકાતો નથી. શેક્સપિયરના વિખ્યાત નાટક ‘હૅમ્લેટ'ના નાયક હેમ્લેટની અનિર્ણયાત્મકતા જ અંતે એને માટે નુકસાનકારક અને જીવનનાશક પુરવાર થાય છે. આવી અનિર્ણયાત્મકતા વ્યક્તિમાં અસલામતી અને અનિશ્ચિતતા લાવે છે. નેલ્સન મંડેલાની સામે અનેક પ્રલોભનો હતાં. દક્ષિણ આફ્રિકાની શ્વેત સરકારે એને લાલચો આપવામાં કશું બાકી રાખ્યું નહોતું અને યાતના પરમનો સ્પર્શ ૧૬૭
SR No.034433
Book TitleParamno Sparsh
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2018
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy