SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ જોવાનું આયોજન નિશ્ચિત લાગતું હોય તો ચેનલોની રખડપટ્ટીમાંથી ઊગરી જવાય અને સમયની વ્યર્થ બરબાદી થાય નહીં. પણ આવું આયોજન કરે છે કેટલા ? ટેલિવિઝનના નશામાંથી મુક્ત રહી શકનારા માણસોય કેટલા ? વૉટ્સએપ વ્યસન બની ગયું છે, તો લાઇક મેળવવાની ઇચ્છા વળગણ બની રહી છે. આજના સમયમાં મનોરંજનનો અતિ મહિમા જાગ્યો છે. એક સમયે દૈનિક વર્તમાનપત્રોમાં ભાગ્યે જ ચિત્રજગતના સમાચારો પ્રગટ થતા હતા. આજે રોજેરોજ ફિલ્મજગતના થોકબંધ સમાચારો પ્રગટ થાય છે. વળી એને કામુક તસવીરોથી મઢી દેવામાં આવે છે. આજનું મનોરંજન તે મનનું રંજન કરવાને બદલે મનોવિકૃતિ સર્જે છે. કેટલાક એમ કહેશે પણ ખરા કે જીવનમાં થોડી મોજમજા તો જોઈએ ને ! “ફન’ પણ જરૂરી છે. પણ હવે બનવા એવું લાગ્યું છે કે જીવનને માટે મનોરંજનને બદલે મનોરંજનને માટે જીવન થઈ ગયું છે. આવા હળવા મનોરંજનને કારણે ગંભીર વાચનને દેશવટો મળ્યો, ચિંતનની ચિતા ખડકાઈ, ગંભીર વિચારના અગ્નિસંસ્કાર થયા અને માત્ર સ્થૂળ વૃત્તિઓમાં રાચતા મનની ઊછળકૂદ વધી ગઈ. આજની વ્યક્તિને ઉત્સવો પ્રિય છે, પરંતુ ઉત્સવના હાર્દની પરવા | નથી. જન્માષ્ટમીએ એ બે-ત્રણ દિવસની રજા ભોગવે છે, પરંતુ એનો ઉપયોગ જુગાર ખેલવામાં કરે છે. નવરાત્રિ ઘર-શેરીઓમાંથી વિદાય પામી રહી છે અને હવે મ્યુઝિકલ નાઇટ જેવા સ્ટેજ-શોમાં પરિવર્તિત થઈ ગઈ છે. મનોરંજનની આ વૃત્તિએ માત્ર મૂલ્યોનો જ નાશ કર્યો નથી, પરંતુ આપણાં ઉત્સવો, આસ્થાઓ અને સંસ્કૃતિનો વિનાશ કર્યો છે. એક બાજુ આપણે આપણું જીવન અત્યંત વ્યસ્ત હોવાનો દાવો કરીએ છીએ તો બીજી બાજુ આપણો મોટા ભાગનો સમય જીવનધ્યેયથી વિમુખ એવી વ્યર્થ પ્રવૃત્તિમાં પસાર થાય છે. આનું પરિણામ એ આવે છે કે આખો દિવસ ખૂબ કામ કરીને તમે થાકી જાઓ અને છતાં તમે જ્યારે દિવસના અંતે વિચાર કરો, ત્યારે એવો ઘોર વસવસો થાય છે કે આખો દિવસ સાવ જ નકામો ગયો અને સઘળો સમય વેડફાઈ ગયો, કશું કર્યું જ નહીં. અત્યંત કામમાં અને દોડધામમાં ગાળેલો દિવસ કઈ રીતે નકામો કહેવાય ? એનું કારણ એ કે એ દિવસ આપણા જીવનના હેતુ માટે કે જીવનના સાર્થક્યને માટે કશો ઉપયોગી બન્યો નહીં. ‘દળીદળીને પરમનો સ્પર્શ ૧૫૯
SR No.034433
Book TitleParamno Sparsh
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2018
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy