SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ આપણી આંખો માત્ર આપણી ચોપાસનું જ જુએ છે. પરિણામે મન અને સમગ્ર જીવન આસપાસની વાતોમાં, વિવાદોમાં, ક્લેશમાં, ઉત્કટ રાગ અને તુચ્છ દ્વેષમાં વ્યતીત થઈ જાય છે. જીવનમાં સંબંધોનો સંઘર્ષ અને પરિસ્થિતિનો કકળાટ સંભળાશે. માનવી પોતાના જીવનનો ખાલીપો વૃત્તિ, વાતો, કષાયો, કામનાઓ કે પ્રવૃત્તિઓના કોલાહલથી ભરવાનો પ્રયત્ન કરે છે, કારણ એટલું જ કે જીવન ગમે તેવું હોય, તોપણ એમાં તમારે કશુંક ભરવું તો પડે જ ! પછી તે સગુણોથી ભરો કે દુર્ગુણોથી. પછી તે કષાય-વાસનાની દુર્ગંધથી ભરો કે સગુણોથી સુવાસથી ભરો. તે શુભ ભાવથી ભરો કે અશુભ વૃત્તિના વિચારોથી ભરો. પણ એ વ્યક્તિએ કોઈ ને કોઈ રીતે એના ભીતરને ભરવું પડે છે. આમેય માણસને ભરવાની ભારે આદત છે. નાનકડા ઘરમાં એ સામાનનો કેટલો બધો ખડકલો કરી દે છે ! ક્યારેક તો એવું લાગે કે એના ઘરમાં આ ચીજવસ્તુઓ, ફર્નિચર કે એનો શણગારેલો વૈભવ જ પ્રધાનસ્થાને છે, એમાં વસતા બિચારા જીવંત માનવીઓ એની આસપાસ ગોઠવાઈ ગયા છે. ગરીબ હોય કે અમીર બધામાં ઘરને ભરી દેવાની પ્રવૃત્તિ સમાન રૂપે જોવા મળશે, કારણ એટલું જ કે જેમ ભીતર ખાલી હોય તે ન ચાલે, તે જ રીતે ઘર ખાલી દેખાય તે ન શોભે પણ ક્યારેક બંગલાના દીવાનખંડની માફક તમારા ભીતરનો ખંડ શેનાથી ભરેલો છે ! એ વિચારવું જોઈએ. જો તમારી આંખોમાં સ્વપ્ન નાનું હશે, તો જીવન સંકુચિત બની | જશે. આવી વ્યક્તિને તમે રળિયામણા પ્રદેશમાં લઈ જ શો તો એ આસપાસની હરિયાળી સૃષ્ટિ, હસતાં ફૂલો, ઝૂકેલાં વૃક્ષો અથવા તો હરિયાળું ઘાસ જોઈને આંખને અને અંતરને ટાઢક પમાડવાનો રમણીય પ્રયાસ નહીં કરે. તે તો શેરમાંથી પાશેર બની ગયેલા ચૅરબજારની માથાકૂટ કરતી હશે. કોઈ વ્યક્તિ વળી કૌટુંબિક કલહની જોશભેર વાતો કરતી હોય છે, તો કોઈ વળી આજે શું ભોજન બનાવીશું એની વિસ્તૃત તુલનાત્મક ચર્ચા કરતી હોય છે. પણ આમાંથી કોઈની પાસે પ્રકૃતિની મબલખ રમણીયતાને જોવાની આંખ હોતી નથી. કેટલીક વ્યક્તિઓ ગામને પાદર જઈને નજર સામેનું વૃક્ષ જુએ છે, તો કેટલીક વ્યક્તિઓ લીલાંછમ ખેતરોને પાર કરીને દૂર આવેલી પરમનો સ્પર્શ ૧૪૩ -
SR No.034433
Book TitleParamno Sparsh
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2018
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy