SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ 20 Jdh≥ (lokh ઉદb વ્યર્થ અને નિરર્થક બાબતોમાં ઘુમાવતો રહે છે. વળી, આંખની ઇંદ્રિયની વિલક્ષણતા એ છે કે એ વ્યક્તિને સતત એની લાલસા અને ઇચ્છાઓ પાછળ ભટકતો રાખે છે. આજે એને એક ચીજ લેવાની ઇચ્છા હોય અને બજારમાંથી એ ચીજ ખરીદે છે, પણ એની સાથોસાથ બીજી કોઈ મોંઘી વસ્તુ જુએ એટલે એને વળી એ મોંઘી વસ્તુ ખરીદવાનું મન થાય છે. આ રીતે આંખ એ એની ભૌતિક દોડમાં સહાયક અને માર્ગદર્શક બને છે. અન્ય ઇન્દ્રિયો લાલસા કે લિપ્સાની દોડમાં જેટલી સહાયક બનતી નથી એટલી સહાયક ચક્ષુરેન્દ્રિય બને છે. આંખ સતત રૂપને શોધતી રહે છે. એની શોધ માત્ર રૂપવાન સુંદરી સુધી જ સીમિત રહેતી નથી; પરંતુ રસ્તા પર, અખબારનાં પૃષ્ઠો પર કે ટેલિવિઝનની ચૅનલમાં પણ ખ એ જ સ્વરૂપવાન સુંદરીઓને શોધતી રહે છે. આનું કારણ એ છે કે આંખ આકાર સાથે જોડાય છે. એને આકારનું આકર્ષણ હોય છે. વસ્તુમાં હોય કે વ્યક્તિમાં બંધ જ એ આકારને શોધે છે. આકારને શોધતી આંખને નિરાકાર ભણી વાળવી અતિ કિન છે. જીહ્વા ઇન્દ્રિયને સ્વાદમાં રસ છે. આ ઇન્દ્રિય સતત સ્વાદિષ્ટ વાનગીઓ શોધતી હોય છે. સ્વાદ વ્યક્તિને ઘણો લલચાવનારો છે. વ્યક્તિ સ્વાદના શોખને કારણે અનેક બીમારીઓમાં સપડાતી હોય છે. સ્વાદ અને સતત ઉશ્કેરે છે. એ ઘરમાં બીમાર થઈને બેઠો હોય અને એને લારીના દાળવડાં ખાવાનું મન થાય છે. મધુપ્રમેહથી પરેશાન હોય અને શ્રીખંડ, રસગુલ્લાં કે આઇસક્રીમ ખાવાની ઇચ્છા થાય. પોતાની આ ઇચ્છાને સંતોષવા માટે એ અનેક માર્ગો અપનાવે છે. ઘરનાં સ્વજનોનો વિરોધ હોય તો છાનીમાની ક્યાંક છુપાઈને આસ્વાદ માણી લેતી હોય છે ! સ્વાદની એક ચળ કે ખંજવાળ હોય છે અને વ્યક્તિ જો સ્વાદેન્દ્રિયનો ગુલામ હોય તો એ ચળને વશ થઈ જતો હોય છે. એનો આ શોખ બારેક એટલી શ્રધી દે વકરી જાય છે કે એ સ્વાસ્થ્યના ભોગે જ નહીં. કિંતુ પ્રાણના ભોગે પણ સ્વાદની આદત છોડી શકતો નથી. કર્મેન્દ્રિયની મજા તો કંઈક ઓર જ છે. માનવી એના મનને જે ગમતું હોય તેને સાંભળવા માટે કાન સરવા કરીને બેસે છે અને અણગમતું હોય તે સાંભળવાને બદલે તેને ન સાંભળ્યું કરતો હોય છે. વ્યક્તિએ |_
SR No.034433
Book TitleParamno Sparsh
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2018
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy