SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ પરમનો સ્પર્શ ડૂબી જાય છે. એ ક્યારેક પ્રસન્ન થઈ જાય, તો ક્યારેક એને અકળામણનો પાર નથી રહેતો. આવે સમયે મનને જે ભાવોમાં લીન રાખ્યું હોય તે ભાવોનો અનુભવ થાય છે. માનવી શરીરનો વિચાર કરે છે, મનનો વિચાર કરે છે; પરંતુ એનું સૌથી મોટું દુર્ભાગ્ય એ છે કે એ આત્માનો વિચાર કરતો નથી. એ ભાગ્યે જ પોતાના આત્માના ખબરઅંતર પૂછતો હોય છે. ઘણી વ્યક્તિઓ તો એવી હોય છે કે જેઓ શરીરની આસપાસ કે મનમાં એટલી બધી ડૂબેલી હોય છે કે એમને પોતાનામાં આત્મા છે એવો અણસાર પણ હોતો નથી. આવી વ્યક્તિઓ આત્મઓળખ ચૂકી જાય છે અને જીવનની વ્યર્થતામાં રમમાણ રહે છે. એમને લાગે છે કે આજ સુધીનું એમનું જીવન વ્યર્થ ગયું, કારણ કે એમને પોતાના આત્માનો પરિચય જ સાંપડ્યો નહીં. સંત કવિ દેવાનંદ સ્વામી કહે છે : “નર દેહ ગયે દુઃખ પાયે, પ્રભુ ભજન વિના પછતાય; શ્વાન સુકર તનુ ધારી કે મૂરખ, વન વન ભટકાવે.” માણસ મૃત્યુ જોઈને દુઃખ અનુભવે છે. આખી જિંદગી ભૌતિક બાબતોમાં પસાર થઈ ગઈ એનો પસ્તાવો પામે છે અને આમેય આવી વ્યક્તિનો એ પછીનો જન્મ વનવનમાં ભટકતા પ્રાણી રૂપે થાય છે.' આવી પરિસ્થિતિનું કારણ શું ? એનું કારણ એ કે આ પ્રકારની વ્યક્તિએ પોતાના મન પર કાબૂ રાખ્યો નહોતો. મનમાં કેવા વિચાર આવે છે એની ચિકિત્સા કરવી જોઈએ. મનમાં સુવિચાર આવે છે કે કુવિચાર એ જોવું જોઈએ, કારણ કે આપણો સૌથી મોટો દુશ્મન આપણી ભીતરમાં ઊંડે ઊંડે વસતો હોય છે. જો માણસ સારા માર્ગે ચાલે તો એનું જીવન આપોઆપ ઉત્કૃષ્ટ બનતું હોય છે અને નઠારા માર્ગે ચાલે તો એનું જીવન નિકૃષ્ટ અને દુ:ખમય બનતું હોય છે. માણસની ભીતરમાં જ દેવ અને દાનવ વસતા હોવાથી દેવ એને શુભ માર્ગે અને દાનવ એને અવળે કે અશુભ માર્ગે ગતિ કરાવે છે. માણસની ભીતરમાં સાચું બોલનારો અને જૂઠું બોલનારો એમ બંને પ્રકારના માણસો વસે છે. આ જૂઠું બોલનારો માણસ એ ધીરે ધીરે બીજાની છેતરપિંડી કરવાનું શીખવતો હોય છે અને એનું એક જ કામ હોય છે
SR No.034433
Book TitleParamno Sparsh
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2018
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy