SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ પરમનો સ્પર્શ છે તો જીવનવિકાસના પ્રત્યેક તબક્કે માર્ગદર્શન આપતા ગુરુ તરફની આસ્થા ત્યાગ, તપશ્ચર્યા કે મુમુક્ષુપણાની ભાવનામાંથી સર્જાયેલી હોય છે. પરમાત્માની પ્રાપ્તિની પહેલી શરત એવી શ્રદ્ધા વિના આ માર્ગમાં પ્રગતિ શક્ય નથી. આવી શ્રદ્ધાને કારણે જ વ્યક્તિના વ્યાવહારિક જીવનના કેટલાય પ્રશ્નો આથમી જાય છે. સંતોને ક્યાં આવતીકાલની કોઈ ચિંતા હતી? એમને ક્યાં કીર્તિ કે પ્રસિદ્ધિની ખેવના હતી ? એમને ક્યાં પ્રચારની જરૂર હતી ? એ ક્યાંય પણ જતા, તો એમને એ વાતની ફિકર નહોતી કે લોકો એમનું સ્વાગત પથ્થર મારીને કરશે કે પુષ્પમાળાથી. પરિચિત પ્રદેશ હોય કે તદ્દન અપરિચિત, અજાણ્યો પ્રદેશ હોય, અનુકૂળ પરિસ્થિતિ હોય કે પ્રતિકૂળ વાતાવરણ હોય એની પણ પરવા એમણે કરી નહોતી. લોકોને પોતે પ્રિય છે કે અપ્રિય એની પણ કશી ફિકર નહોતી. ઈશ્વર પ્રત્યે હૃદયમાં શ્રદ્ધાનો દીપક હશે, તો એને કશી ચિંતા, કશી ગણતરી કે કશી સાવચેતીની જરૂર નથી રહેતી. પ્રથમ વેદ “ઋગ્વદમાં કહ્યું છે: श्रद्धा देवा उपासते । श्रद्धया विन्दते वसु ।। “સ્વયં દેવો પણ શ્રદ્ધાની ઉપાસના કરે છે અને શ્રદ્ધાથી પરમ ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે. આવા ઐશ્વર્યને માટે શ્રદ્ધા આધારભૂત બને છે.” (૧૦-૧૫૧.૪) મોટા અવાજે મંત્રોચ્ચાર કરનાર કે જોશભેર સ્તુતિઓ ગાનાર કે પછી ક્રિયાકાંડમાં ડૂળ્યા રહેનાર અથવા તો કોઈ એક વાત કે વિચારધારાનો સ્વીકાર કરનાર પાસે જો શ્રદ્ધા નહીં હોય તો એ સત્યની સમીપ જઈ શકશે નહીં. શ્રદ્ધા વિના એ જો ધર્મક્રિયા કરશે, તો એ માત્ર બાહ્ય ક્રિયા રહેશે, પરંતુ એનું આત્માનંદમાં રૂપાંતર નહીં થાય. શ્રદ્ધા વિનાનું કર્મ એ બાહ્ય કર્મ રહેશે, પરંતુ ઈશ્વરને સમર્પિત થયેલું કર્મ બનશે નહીં. શ્રદ્ધાના પ્રાદુર્ભાવની સાથે દુષ્ટિપરિવર્તન થશે. અત્યાર સુધી જગત તમને કઈ રીતે જુએ છે તેનો વિચાર કરતા હતા. જગતમાં સારા દેખાવા માટે ફિકર કરતા હતા અને જગતમાં એનો કેવો પડઘો પડશે તેમાં જીવનની પ્રત્યેક ક્રિયાનું અંતિમ ફળ માનતા હતા, પરંતુ હવે શ્રદ્ધા જાગતાં જગત તમને કઈ રીતે જુએ છે. એને બદલે ઈશ્વર તમને કઈ રીતે જુએ છે તેનો વિચાર કરવા લાગો છો. તમારું ‘ફોક્સ’ ‘પર થી સ્વ” પર આવી જશે. બીજાની ચિંતા કરવાને બદલે સ્વપરિવર્તનની ચિંતા
SR No.034433
Book TitleParamno Sparsh
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2018
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy