SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ નથી. કેટલાક ધર્મના કે આચાર પાછળનો ભાવ જાણ્યા વિના એની નિંદામાં રચ્યાપચ્યા રહેતા હોય છે. આવી વ્યક્તિ ધર્મ પ્રત્યે અણસમજભરી સૂગ કેળવે છે અને એમને ધર્મની એકાદ બાબતની ટીકા કરવામાં આનંદ આવે છે અને એટલી જ ખાબોચિયા જેટલી એમની ધર્મસમજ હોય છે. કેટલાક તો કોઈ વાદની કંઠી બાંધી હોવાથી કે કોઈ વિચારકના વિચાર પ્રમાણે જીવન ગાળવાનો નિર્ધાર કર્યો હોવાથી એ વાદ કે વિચારનાં ચશ્માંથી જ જગતને અને ઈશ્વરને જોતા હોય છે. એ વાદ કે વિચારમાં એમની શ્રદ્ધા એટલી બધી દૃઢ હોય છે કે એ સિવાય બીજું કશું જોવા કે જાણવા ઇચ્છતા નથી. આમ હકીકતમાં બહુ થોડી જ વ્યક્તિઓ અંતરની અનુભૂતિ અને જ્ઞાનપ્રાપ્તિ બાદ સાચા અર્થમાં ઈશ્વર પ્રતિ અશ્રદ્ધાવાન હોય છે. હવે વાત કરીએ સાચી શ્રદ્ધાની. કોઈ હેતુ, સ્વાર્થ કે પ્રયોજન વિના સમજણમાંથી આ શ્રદ્ધા પ્રગટતી હોય છે. એ શ્રદ્ધા ગતાનુગતિક, કૃત્રિમ કે આડંબરી હોવાને બદલે ગહન અભ્યાસ, આંતર અનુભૂતિ અને આત્મઅવાજને અનુસરવાને કારણે જાગેલી હોય છે. વર્તમાન સમયે આવી સાચી ઈશ્વર-શ્રદ્ધા દુર્લભ છે. આજે માનવી સતત શંકાથી જીવન જીવે છે, ડગલે ને પગલે તર્કથી વિચાર કરે છે અને દૃષ્ટિ સામે હાજર-નાજર દેખાય એને જ ઓળખે, સ્વીકારે કે એનો મહિમા કરે છે. આને પરિણામે માનવીના જીવનમાં કોઈ આધ્યાત્મિક અવલંબન હોતું નથી અને તેથી એના હૃદયમાં શ્રદ્ધા ઠરીઠામ થઈ હોતી નથી. જીવન પર એકાદ વજાઘાત આવે અને એ જીવનમાંથી સમૂળગો રસ ગુમાવી દે છે. એક નાનકડી નિષ્ફળતાને | પણ શ્રદ્ધા કે અવલંબનના અભાવે એ પચાવી શકતો નથી. આથી તે આત્મહત્યા તરફ વળે છે અથવા તો ઈશ્વરનો ઇન્કાર કરીને કટુતાપૂર્ણ જીવન વ્યતીત કરે છે. હકીકતમાં શ્રદ્ધા વિના કરવામાં આવેલું પ્રત્યેક કૃત્ય કશાય મહત્ત્વનું નથી. સ્વાભાવિક રીતે એ સવાલ થાય કે આ શ્રદ્ધાના સૂર સંભળાશે કઈ રીતે? એનો ઉત્તર એ છે કે તમારા ભીતરમાં વસતા પરમનો, પરમાત્માનો અવાજ સાંભળો. એ અવાજ એ જ તમારા જીવનની દીવાદાંડી છે. બહાર કોઈ ધ્યેય, આદર્શ કે મંજિલ શોધવાની જરૂર નથી. તમારા આત્મામાં જ તમારો આદર્શ વસેલો છે એને અનુસરો. એ અવાજ તમને જીવનમાં માર્ગદર્શક બનશે. એ વિચાર તમારા માનસનું ઘડતર કરશે અને એની પરમનો સ્પર્શ ૧૧૭
SR No.034433
Book TitleParamno Sparsh
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2018
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy