SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ઓળખ અંતર્યામીના હૃદયની ચાલો, પરમ સાથે - ઈશ્વર સાથે જરા નિરાંતે ગોઠડી કરી લઈએ. ઈશ્વર સાથે આપણો સબંધ સર્વાંશે એકપક્ષી છે. આપણે આપણા દિલની સઘળી ઇચ્છિત કે ગુપ્ત વાત કહીએ છીએ. આપણી ગાંડી-ઘેલી, સાચીખોટી માગણીઓ અને મૃગતૃષ્ણાઓનું નિવેદન કર્યે રાખીએ છીએ. આપણી અતૃપ્ત મનોકામના તત્કાળ કે તત્ક્ષણ તૃપ્ત કરવા માટે અતિ આગ્રહ કરીએ છીએ. આપણા જીવનમાં વસ્તુ, સ્થિતિ કે વ્યક્તિ પરત્વેના અસંતોષને દૂર કરવા માટે કંઠ રૂંધીને કે કરુણ સ્વરે ભીની આંખે યાચના કરીએ છીએ. આમ આપણે ઈશ્વરને સતત કશુંક કહેતા, માગતા કે યાચના કરતા હોઈએ છીએ. વારંવાર ઈશ્વરના નામનું રટણ કરીએ છીએ, પછી તે રામ હોય કે કૃષ્ણ, મહાવીર હોય કે બુદ્ધ, ઈશ્વરની આરતભરી ઉપાસના કરીએ છીએ અને એ ઉપાસનાની સાથે આપણી આશાને જોડી દઈએ છીએ, જેમ પતંગની સાથે દોરીને જોડીએ તેમ. પહેલાં આપણે મનથી દોરવાઈને, અપેક્ષાની તૃપ્તિ માટે કે કોઈ ઇચ્છાની પૂર્તિ માટે કાર્ય કરીએ છીએ. કાર્યની સફળતા કે નિષ્ફળતા પર આપણે ‘જેવી ઈશ્વરની મરજીની મહોર મારીએ છીએ. મુખ્યત્વે તો આપણે આપણી ઇચ્છાથી આદરેલા કાર્યની નિષ્ફળતાને ‘ભગવાનની ઇચ્છા' એવું રૂપકડું નામ આપીને એની નિષ્ફળતામાંથી મન વાળી લઈએ છીએ. એ રીતે કદાચ આપણા અહંકારને અકબંધ જાળવી રાખીએ છીએ. પહેલાં આપણે આપણી ઇચ્છા અને મરજી પ્રમાણે મનસ્વી વર્તન કર્યા, જરૂર પડ્યે દુષ્કૃત્યો-અચકાયા વિના અનિષ્ટ કાર્યો પણ કર્યો અને પછી એમાંથી ઊગરવા માટે, આગ લાગતાં માણસ ફાયર-બ્રિગેડ પાસે જાય તેમ આપણે ઈશ્વર પાસે દોડી જઈએ છીએ. કૃત્ય કે અપકૃત્ય કરતી વખતે મનમાં ઈશ્વરનું લેશમાત્ર સ્મરણ કરતા નથી. પ્રબળ અહંકારથી કાર્યારંભ કરીએ છીએ. પોતાની તાકાત, આવડત કે ખૂબી પર મુસ્તાક બનીને એને કાર્યાન્વિત પરમનો સ્પર્શ ૩
SR No.034433
Book TitleParamno Sparsh
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2018
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy