SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ 20 Jàhe lok?h 29 અને ઉમંગથી જવું જોઈએ. કથામાં નીરસ બનીને બેઠેલો ધાર્મિક માત્ર દેહથી હાજર હોય છે, મનથી નહીં. પરમની પ્રાપ્તિ માટે અંતરમાં અથાગ ઉત્સાહ જોઈએ. એ ન થાય ઉછાળતાં કોનો હશે ‘રામ ધન લૂંટો. ગોપાલધન લૂંટી લૂંટો ૨ે લૂંટો, ચાર હાથ કરી લૂંટો.' એક બાજુ આવો ઉત્સાહ હોય, તો બીજી બાજુ સમર્પણ હોય. કવિ સુન્દરમ્ કહે છે તેમ, એ ઈશ્વરને સર્વસ્વ સોંપી દેતો હોય. પાટે બંધાણી મારી હોડી છોડી જા, સાગરની સેરે ઉતારી તું જા. મનના માલિક તારી મોજના હલેર્સ, ત્યાં એને હંકારી તું જા. મારી બંસીમાં બોલ બે વગાડી તું જા.' અહીં સર્વસ્વ સમર્પિત કરવાનો ભાવ છે. પ્રિયતમ પોતાની પ્રિયતમાને મળવા જતી વખતે કેવો ઉત્સાહ દાખવે છે ! એક મિત્ર પોતાના પરમ મિત્રને મળવા જતી વખતે કેવી ઉમળકો ધરાવે છે ! ઈશ્વર સમક્ષ જતી વખતે આવા ઉત્સાહ અને ઉમળકાની જરૂર હોય છે. શ્રીકૃષ્ણનો ઉપાસક હોય અને નિરુત્સાહથી શ્રીકૃષ્ણ પાસે જતો હોય તો એને કૃષ્ણની બંસરીના મધુર સૂર કઈ રીતે સંભળાશે ? ભગવાન મહાવીરનો ઉપાસક સાચા દિલના વૈરાગ્યભાવથી મહાવીર પાસે જતો હોવો જોઈએ. આનું કારણ એ છે કે આ તીર્થંકર એવા છે કે જે સાધકની આધ્યાત્મિક ઝંખનાને પૂર્ણ કરે છે. તમે કલ્પના ન કરી હોય તેવો પરમ આનંદ અને પારાવાર પ્રસન્નતા આપે છે. આવા આનંદના સાગર અને પ્રસન્નતાના અબ્ધિ પાસે જતી વખતે ચહેરા પર હતાશા કે નિરાશા હોય, મન સાવ મુડદાલ બની ગયું હોય, ચિત્તમાં એકલો કંટાળો પલાંઠી લગાવીને બેઠો હોય અને શરીર જાણે મુડદાલની માફક માંડ માંડ ચાલતું હોય તેવી સાધક કે ભક્ત એ સાચો ભક્ત કે સાધક નથી, એ તો ભક્તિમાં ૨મમાણ થઈને મીરાંની માફક પગે ઘૂંઘરું બાંધીને નાચી ઊઠતો હોવો જોઈએ. આવો ઉમંગ ઊછળે છે પ્રભુભક્તિમાં? ઈશ્વરની પૂજા કરતી વખતે સાધક મનથી થનગનતો હોય, એનો વનરસ છલકાતો હોય અને એ સત્ય દ્વારા ઈશ્વરપ્રાપ્તિના માર્ગે ચાલવાનો ઉમંગભર્યો પ્રયત્ન કરતો હોય. એ ઈશ્વર પાસે નાર કે ક્ષણિક એવી |_
SR No.034433
Book TitleParamno Sparsh
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2018
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy