SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ 20 Jdhã (lok?h 29 ૧૮ સર્વ સત્યે પ્રતિષ્ઠિતમ્ ! વિડંબના અને વિચિત્રતા તો એવી છે કે વ્યક્તિ પ્રથમ વાર ઈશ્વરને મળે ત્યારે એમ માને છે કે ઈશ્વર પાસે એ જે ઇચ્છશે કે માગશે, એ બધું તત્કાળ તે એને ધરી દેશે ! કોઈ પ્રિયતમ પ્રિયતમાના પ્રેમને પામવા માટે વર્ષો વિતાવે છે. પહેલાં એ મળે છે, પછી સમજે છે અને પછી પ્રાય આકાર લે છે. પ્રેમનો પંથ લાંબી હોય છે અને એ લાંબો ધંધ કાપ્યા પછી પ્રેમીઓનું મિલન થતું હોય છે. આપણે એમ માની બેઠા કે ઈશ્વરપ્રાપ્તિનો પંથ સાવ ટૂંકો છે ! એની સમીપ ઊભા રહીએ એટલે એ આપણો થઈ જાય ! એની પ્રાપ્તિ માટે દીર્ઘ સમય સુધી તીવ્ર વિરહભરી રાહ જોવી પડે એ આપણા ખ્યાલમાં આવતું નથી. એને પામવા યોગ્ય ધવાની પાત્રતા કેળવવી જોઈએ. આપણે તો એવું માનીએ છીએ કે દીર્ઘકાળથી ઈશ્વર મૂર્તિ રૂપે આપણી રાહ જોઈને ઊભો છે. એની પાસે આપણે જઈએ એટલે તે મળી જશે ! આ વિચારમાં પાયાની ભૂલ એ છે કે ઈશ્વરપ્રાપ્તિનો માર્ગ ઘણો દીર્ઘ અને વિકટ છે તે ભૂલી જવાય છે. ઈશ્વરની મૂર્તિ ભલે તમારી નજર સમક્ષ હોય, કિંતુ એની પ્રાપ્તિ એટલી સહજ નથી. ‘હિરનો મારગ’ એટલે તો ‘શૂરાનો મારગ' કહેવાય છે, કારણ કે એ માર્ગે સાધના કરવા માટે – ચાલવા માટે આંતરિક વીરતા અને અણખૂટ ધૈર્યની જરૂર પડે છે. બાળક એના અભ્યાસમાં ક્રમસર પ્રગતિ કરે છે. શિશુવર્ગમાંથી સ્કૂલમાં અને સ્કૂલમાંથી હાઈસ્કૂલમાં અને એ રીતે કૉલેજ અને યુનિવર્સિટીમાં જાય છે. એ જેમ જેમ કેળવણી પામતો જાય છે તેમ તેમ એનો વિકાસ થતો રહે છે. માણસના શરીર, મન, શક્તિ એ સઘળાં ધીરે ધીરે ક્રમશઃ વિકાસ પામે છે, એ જ રીતે ઈશ્વરની પ્રાપ્તિ માટે પણ ક્રમબદ્ધ પ્રયાસોની જરૂર હોય છે. ફ્રાંસના મહાન નવલકથાકાર અને વિચારક વિક્ટર હ્યુગોએ કહ્યું છે. - |_
SR No.034433
Book TitleParamno Sparsh
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2018
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy