SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ નહિ. જ્યાં ઝાડ પરથી ચસકાય એવું નહિ, ત્યાં વળી સંદેશો મોકલવાની કે બહાર જવાની વાત કેવી ? મહી નદીના સામે કિનારે લશ્કરી બચાવનારી નૌકાઓ પડી હતી. પણ એને કહેવા કોણ જાય ? વીફરેલી મહીનાં વિકરાળ પાણી સાથે બાથ ભીડવા તૈયાર કોણ થાય ? એક તો આવી ઊંડી નદી. એમાં પૂરનો ઝડપી પ્રવાહ. વળી વમળમાં ફસાયા તો બાર વાગી ગયા જ સમજો. સામે કાંઠે જીવ બચાવનારી નૌકાઓ હતી, પણ આજુબાજુ મોત ઉછાળા લેતું હતું તેનું શું ? બે હજાર | માનવીઓની આસપાસ મોત ચકરાવા લેતું હતું, પણ | મહીના પાણીમાં પડવાની કોઈની હિંમત ન હતી. આ કપરી વેળાએ ચૌદ વર્ષના બાબુએ પૂરના ભયાનક પાણીમાં ઝંપલાવવાનો વિચાર કર્યો. મહી નદી એની ભારે માનીતી હતી. બાળપણથી જ બાબુને પાણીનો ભારે શોખપાણી 0 જુએ ને દોડી જાય. નદી જુએ ને કૂદી પડે. છે. બીજાં બાળકો ખોખો ને કબડ્ડી ખેલે. લાંબી લાંબી 6 દોટ લગાવે. ઊંચી ઊંચી ઠેક લગાવે. (૩૬)- 0-0-0-0-0-0-0-0 નાની ઉંમર, મોટું કામ નાનકડો બાબુ તરાપો લે. તરાપો લઈ પાણીમાં પડે. પાણી વીંધતો આગળ જાય. ઊછળતાં પાણીમાં તરાપો કુદાવવાની ભારે મોજ આવે. ક્યાંય-ક્યાંય દૂર ઘૂમી આવે. લાંબી-લાંબી સફર ખેડી આવે. બાપ માછીમાર. એમના કામમાં મદદ કરે. બાબુને નિશાળ જવા ન મળ્યું. નાનપણથી જ નદીની નિશાળે બેઠો. પાણીના એ પાઠ ભણ્યો. આવા બાબુ પૂનાએ ઘણી વાર પોતે બનાવેલી પાટિયાની નાવડીથી મહીને નાથી હતી. પણ આજ મહી એનું માને તેમ ન હતી. એનાં | ઊછળતાં પાણી ભલભલા તરવૈયાઓનાં માન મુકાવે તેવાં હતાં. ચૌદ વર્ષનો બાબુ કોઈ નિશાળમાં હિંમતના પાઠ શીખ્યો ન હતો. વીરતાની વાતો વાંચી ન હતી. માનવતાની કે કહાણી જાણતો ન હતો. છતાં એની પાસે હૈયું હતું, | હિંમતભર્યું હૈયું, પરોપકારી દિલ. પોતાની આસપાસ તરફડતાં બે હજાર માનવીઓની વેદના એનાથી સહન ન થઈ. મનમાં થયું કે આમ ઝાડ છે પર હાથ જોડીને બેસી રહેવું એના કરતાં મરી જવું બહેતર. 6 એણે કોઈ સાદ સાંભળ્યો, પારકાને ખાતર મરી ફીટવાનો છે માનવતાનો સાદ -0-0-0-0-0-0-0- ૩૭ - 0 0 0 0 0 0 0 c: backup-I\drive2-1 Bready inaniumar.pm5
SR No.034432
Book TitleNani Umar Motu Kam
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2017
Total Pages22
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy