________________
હોઉં તો હોઉં પણ
ખરો.
ગામના ઠાકોર.
ભારે આસ્તિક.
રોજ સવારના પાંચ વાગ્યે ઊઠીને કૃષ્ણ ભગવાનનો પીછો લે તે બરાબર આઠ વાગ્યા સુધી.
ઠાકોરનો મિજાજ ભારે જલદ. ગુસ્સે થતાં સહેજે વાર ન લાગે. ઠાકોરનો ગુસ્સો એટલે શનિની પનોતી
આ ઠાકોરને ત્યાં એક કામદાર. નાતે નાગર, નામે જટાશંકર.
રાજની નોકરી કરે ને રાજનું જ જુએ. કોઈનું કંઈ સાંભળે નહીં અને કોઈનું રાખે પણ નહીં. કોઈના ઉપર હાથ રાખતાં પણ આવડે નહીં.
આખું ગામ એના પર દાઝે બળે. કામ ન થાય તો માનતા માને કે કામદારનું કંઈક અહિત થાય તો એક શ્રીફળ વધેરું.
રિસાળ રાજા ને લોભી કામદાર, આ સંઘ કાશી પહોંચવાને બદલે
મોતીની માળા ૭ ૮