SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ બબરચીને બોલાવીને કહ્યું, અરે, તું પણ ઇન્સાન છે કે હેવાન ? આવું કાળુંકાળું કાદવ જેવું શાક હજૂર સલામત માબદૌલતના ભાણામાં લાવતાં તને શરમ નથી આવતી ?” નવાબે વજીરની સામે જોયું. “અરે વજીર ! આ શું છે ? તેં જ કહ્યું હતું કે રીંગણાંને માથે મુગટ છે. શાકનો નવાબ છે. એનો રંગ કૃષ્ણ ભગવાન જેવો છે અને હવે તું જ કહે છે કે કાળું-કાળું કાદવ જેવું શાક છે. આમ કેમ ?” “હજૂર, એનો ખુલાસો બહુ સાદો અને સીધો છે.” “શો છે ?” “હજૂર, હું નોકર નવાબનો છું, કંઈ રીંગણાંનો નથી!” મોતીની માળા @ ૪૮
SR No.034431
Book TitleMotini Mala
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2017
Total Pages81
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy