SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ uquets ન નમે તે નારાયણ આગ ! આગ ! દોડો ! ઘોડો ! ર આગ ! આગ ! બચાવો ! બચાવો ! કોઈ રે બચાવો ! એકાએક આવો અવાજ સાંભળી સહુ ઝબકી ગયાં. જાણે ભરઊંઘમાંથી અચાનક જાગી ગયાં. ચારેબાજુ બુમરાણ મચી ગઈ. ઘરમાં હતાં એ બહાર આવ્યાં. બહાર હતાં એ આસપાસ દોડવા લાગ્યાં. અહીંતહીં દોડે. તપાસ કરે. આગ લાગી છે ક્યાં ? આફત આવી છે ક્યાં? | ૧૪ ૩===30-0 -૦- મોતને હાથતાળી સમય હતો સમી સાંજનો. દિવસ હતો ૧૯૬૯ની વીસમી ફેબ્રુઆરીનો. કાગળ બનાવનારી એક મિલ. નામ એનું ટીટાગઢ પેપર મિલ્સ. આ મિલના કામદારોની એક કૉલોની, એમાં રત્નાકર રાઉત નામના સજ્જન રહે. રત્નાકર રાઉત કામસર બહાર ગયા હતા. એમના ઘરમાં હતાં એમનાં પત્ની અને ચાર બાળકો. એકાએક રત્નાકર રાઉતના ઘરમાં આગ લાગી. રત્નાકર રાઉતની પત્નીએ આગ બુઝાવવા ઘણી મહેનત કરી, પણ આગ તો વધતી ચાલી. ધૂળ નાંખે તોય કંઈ ન થાય. પાણી છાંટે તોય સહેજે ન રોકાય. આગ ધીરેધીરે મકાનની લાકડાની છત પર પહોંચી. છત લાગી સળગવા. હવે કરવું શું ? રત્નાકરની પત્ની હિંમત હારી ગઈ. એને થયું કે આ આગ ઓલવવા જતાં બધાંના જાન ગુમાવવા પડશે. એણે તરત પોતાનાં બે બાળકોને ઊંચક્યાં. એમને લઈને સળગતા ઘરમાંથી બહાર દોડી ગઈ. આગ આગળ વધી. આગળના ઓરડાના દરવાજા સુધી ફેલાઈ ગઈ. બહાર ઊભાંઊભાં રત્નાકરની પત્ની ચીસ પાડે. જોરજોરથી રડે. પાછળના ઓરડામાં એનાં બે બાળકો રહી ગયાં હતાં. એક હતો ચાર વર્ષનો ન નમે તે નારાયણ —— |૧૫
SR No.034430
Book TitleMautne Hath Tali
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2017
Total Pages22
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy