SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ નિરાધારની દાઢી કરતો નારાયણનું ક્રિષ્નનું સિદ્ધિની એવી દોટ મુકી કે જેણે દેશના મહિને સાત આંકડાવાળા પગારથી સંતોષ નહીં માનીને વિદેશમાં વસવાનું નક્કી કર્યું? શું પોતે ઉત્તમ વાનગીઓ બનાવીને સહેજે ભૂખ વિનાના ધનિકોના મનોરંજન માટે કે એમના ચટાકેદાર સ્વાદ માટે જિંદગી જીવવાનો નિર્ધાર કર્યો છે ? એ રાત્રે નારાયણનું સૂઈ શક્યો નહીં. મનમાં આ વિચારોએ એવું તોફાન જગાવ્યું કે મારા દેશમાં ઘરવિહોણાં હજારો લોકો ઉકરડામાં ખાવાનું શોધતાં રોજ ભૂખ્યા સૂઈ જાય છે. એમની જિંદગી રસ્તા પર રખડતાં પ્રાણીઓથી પણ બદતર હોય છે. કોઈ એઠું-જૂઠું કે કેટલાય દિવસનું વાસી ખાવાનું મળે, તોપણ એ હોંશે હોંશે ખાતાં હોય છે. વૈભવી હોટલોની બહાર જ્યારે એંઠું ભોજન ફેંકવામાં આવે છે, ત્યારે એને ઝડપવા માટે ચાંચ મારતા કાગડાઓ વચ્ચેથી એ ટુકડો ઝડપી લેવા જોર લગાવતાં ગરીબ બાળકો યાદ આવ્યાં. આ ગરીબો બીમાર છે, નિરાધાર છે અને કેટલાક જિંદગીની હાલતને કારણે માનસિક રીતે પાગલ જેવા બની ગયાં છે. એમની કોઈ સંભાળ લેતું નથી, એવાં લોકોનું શું ? પછીના દિવસે સવારે નારાયણનું ક્રિશ્નને લાખો ડૉલરની કમાણી આપતી નોકરી ઠુકરાવીને જે મણે જિંદગીમાં માત્ર ઠોકરો જ ખાધી છે એવાં લોકોને માટે કામ કરવાનું નક્કી કર્યું. એ દિવસે નારાયણનું ક્રિઝનને વાનગીઓ બનાવી, પરંતુ કોઈ હોટલના આલીશાન ખંડમાં સાથીઓના સાથથી બનાવી નહીં, પરંતુ પોતાના ઘરના રસોડામાં એણે ભોજન બનાવ્યું. પોતે રાંધેલું ભોજન લઈને એ પેલા વૃદ્ધને જમાડવા માટે ગયો. આગળના દિવસે એ લાચાર અને નિર્બળ વૃદ્ધ જે ઝડપથી ઈડલી ખાઈ ગયો હતો, એ સ્મરણ એના મનમાંથી ખસ્યું નહોતું, પણ આજે એણે એ અશક્ત વૃદ્ધને પોતાના હાથે ભોજન ખવડાવ્યું અને પછી તો નારાયણનું ક્રિશ્નન્નો આ રોજિંદો ક્રમ બની ગયો. અઠવાડિયા પછી નારાયણનું ક્રિશ્નનું મદુરાઈ છોડીને બેંગાલુરુ પાછો આવ્યો. તાજહોટલમાં પોતાની નોકરી પર હાજર થયો અને પછી રોજિંદા ક્રમ પ્રમાણે એ અવનવી સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવામાં જોડાયો, પરંતુ હવે એ વાનગીનો સ્વાદ એને બેસ્વાદ લાગતો હતો. એની મઘમઘતી સુગંધ એને 6 * માટીએ ઘડ્યાં માનવી ગૂંગળાવનારી લાગતી હતી. પહેલાં તો કોઈ નવી વાનગી બનાવવા માટેનો એનો ઉત્સાહ એવો હતો કે પોતાના મહેમાનોને ખુશ કરવા કોઈક એવી નવી જ વાનગી બનાવું કે જેનો સ્વાદ એમની જીભે ચોંટી જાય, પણ હવે એનું મન કામમાં લાગતું નહોતું. પોતાની સામે વાનગીઓ માટેનાં શાકભાજી અને મસાલાઓનો ઢગલો પડ્યો હતો, પરંતુ એની નજર સામે બે કોળિયા માટે તરફડતા લોકો દેખાતા હતા. મનમાં ભારે મથામણ થઈ, બેચેની થઈ. આંખમાં જોયેલી વેદનાનાં આંસુ ઊમટી આવ્યાં અને ભીતરમાંથી એક અવાજ આવ્યો. | ‘ક્રિષ્નનું, તું ફાઇવ સ્ટાર હોટલની હાઇ-ફાઇ વાનગીઓ બનાવનારો કાબેલ શંફ બનીને ઢગલો કલદાર મેળવવા માગે છે ? શું ભૂખ વગરના લોકોને ઉત્કૃષ્ટ ભોજન આપવા ચાહે છે ? કે પછી તું ભૂખ્યાંજનોના જઠરાગ્નિની આગ બુઝાવવા માટે સર્જાયો છે ?” અને એ ક્ષણે નારાયણન્ ક્રિશ્નને ઊંચા પગારની ઊંચી નોકરીને તિલાંજલિ આપી. બેંગાલુરુ છોડીને મદુરાઈ પહોંચી ગયો. સ્વિટ્ઝર્લેન્ડની ફાઇવ સ્ટાર હોટલની નોકરીનું મળેલું પોસ્ટિંગ પણ ઠુકરાવી દીધું ને પોતાના જ ઘરના રસોડામાં બેસીને એણે ભૂખ્યાંજનો માટે ભોજન બનાવવાનો પ્રારંભ કર્યો. કરુણાની અયધારા 7
SR No.034429
Book TitleMatrie Ghadya Manvi
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy