SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ વધુ લાંબો વખત જીવ્યાં હતાં. એવામાં બેરનાસ્ડેટને એક બીજું પુસ્તક મળ્યું. એનું નામ હતું, “લવ, મેડિસીન ઍન્ડ મિરેકલ્સ .” આ પુસ્તકમાં ડૉ. બર્ની સિંગેલે દર્શાવ્યું કે તમે સ્વસ્થ હતા ત્યારે તમને જે કામ કરવાની ઇચ્છા હોવા છતાં એ કામ કરવાની હિંમત કરતા નહોતા. તમે જે કરવા વર્ષોથી ચાહતા હતા, પણ આસપાસની સામાજિક જવાબદારીને કારણે તમને એવી નિરાંત મળતી નહોતી તે કામ કરવાની હવે તમને મોકળાશ મળશે. બેરનાડેટે આ વિચાર પકડી લીધો. એણે વિચારી લીધું કે આ બીમારી પહેલાં એ કોઈ પણ કામ કરવાની કોઈને ના પાડવાની હિંમત કરી શકતી નહોતી. આથી એ ગમે તેટલી થાકી ગઈ હોય, કંટાળી ગઈ હોય તોપણ તન અને મન બંનેથી તણાઈને કામ કરતી હતી. અગાઉ એવાં ઘણાં કામ કરતી હતી, જેમાં રસ નહોતો પરંતુ લોકદૃષ્ટિએ એ કામ કરવું પડતું. એ એમ માનતી કે બીજા લોકો એના કામને પસંદ કરે તે મહત્ત્વનું છે. કૅન્સરની બીમારીએ બેરનાડેટનું જીવન બદલી નાખ્યું. આને કારણે એની વર્ષોથી હૈયામાં સંઘરાયેલી ઇચ્છાઓ સંતોષાવા લાગી. પહેલાં એ બીજાની દૃષ્ટિએ જીવન ગુજારતી હતી. મોટા ભાગની વ્યક્તિઓ આમેય ‘બીજાને કેમ લાગીશ’ એ દૃષ્ટિએ પોતે જીવતી હોય છે. આ રોગને કારણે અણગમતાં કામો કે બિનજરૂરી પ્રવૃત્તિની આસાનીથી ના પાડી શકે તેવી પરિસ્થિતિ સર્જાઈ. પરિણામે જીવનમાં ઘણાં અણગમતાં કામ ઓછાં થઈ ગયાં. ગમતાં કામનો ગુલાલ જીવનમાં ઊડવા લાગ્યો. બાળપણથી એને પુષ્કળ વાંચનપ્રેમ હતો. પુસ્તકોની કેદ એની પસંદગીની દુનિયા હતી. એને અત્યાર સુધી વાંચવાનું ખૂબ મન થતું અને સાથોસાથ એવો ઊંડો વસવસો રહેતો કે પોતાનો વાંચનપ્રેમ તૃપ્ત કરવાની પૂરી અનુકૂળતા મળતી નથી. હવે એ પોતાનો વાંચનશોખ પૂરો કરવા માટે અવકાશ મેળવી શકતી હતી. પોતાનાં પ્રિય પુસ્તકોની દુનિયામાં જીવવા અને ઘૂમવા લાગી. આ કૅન્સરે એક મોટો પાઠ શીખવ્યો કે પોતાની જાતને વધુ ને વધુ ચાહો. આજ સુધી ક્યારેય બેરનાડેટને આવી તક મળી નહોતી. હવે એ પોતાની જાતનો, પોતાના જીવનનો અને પોતાના મનને ખુશ કરનારી આનંદદાયક બાબતોનો જ વિચાર કરવા લાગી. ને 144 * માટીએ ઘડ્યાં માનવી બેરનાડેટની જીવનદૃષ્ટિમાં પરિવર્તન આવ્યું. એને લાગ્યું કે જો તમે તમારી ચોપાસ સારું જોતા હશો, અન્યનું ભલું વિચારતા હશો કે કલ્યાણદૃષ્ટિ રાખતા હશો તો તમને બધું સારું જ મળશે. તમે સારા વિચારો કરતા હશો તો ચોપાસથી ઉત્તમ વિચારો તમને મળી રહેશે. જો તમે સારાં કાર્યો કરશો તો એના પ્રતિધ્વનિ રૂપે અન્યનાં સારાં કાર્યોનો તમને અનુભવ થતો રહેશે. બેરનાડેટ ‘ડેલ કારનેગી પબ્લિક સ્પીકિંગ ઍન્ડ હ્યુમન રિલેશન્સ' નામના અભ્યાસક્રમમાં જોડાઈ. આ અભ્યાસક્રમમાં જોડાનારી પ્રત્યેક વ્યક્તિએ એક સિદ્ધાંત સ્વીકારવાનો રહેતો. વળી એ સ્વીકૃત સિદ્ધાંત પોતાના જીવનમાં પ્રત્યક્ષપણે આચરણમાં મૂકીને એનું અમલીકરણ કરવાનું રહેતું. બેરનાડેટે સિદ્ધાંત સ્વીકાર્યો કે કોઈની ટીકા કરવી નહીં, કોઈની નિંદા કરવી નહીં અને કોઈ બાબતની ફરિયાદ કરવી નહીં. પરિણામે એવું બન્યું કે બેરનાડેટને બધું જ સારું દેખાવા લાગ્યું. આસપાસની આખી સૃષ્ટિ વિશે એના ચિત્તમાં સતત ઉમદા અને ઉત્તમ વિચાર આવવા લાગ્યા. બીજી વ્યક્તિના પ્રેમ અને સ્નેહનો એને મનભર અનુભવ થવા લાગ્યો. માનવહૃદયની સુંદરતા ઓળખાવા લાગી. એનું હૃદય પ્રફુલ્લિત રહેવા લાગ્યું. આના પરિણામે રાત્રે જ્યારે અદશ્ય અવકાશયાનની માફક બેરનાડેટના શરીરમાં કૅન્સરના દર્દની કાળી પીડા જાગતી ત્યારે એને કોઈ અપૂર્વ શાંતિનો અને આત્મવિશ્વાસનો અનુભવ થતો. માનવજીવનમાં કરુણા કેટલી મહાન છે અને કરુણાનો સ્પર્શ કેવો દૈવી છે એનો બેરનાડેટને સાક્ષાત્કાર થયો. એવામાં ઑક્ટોબરના મધ્યભાગમાં કૅન્સરની બીમારીના કારણે બેરનાડેટના વાળ ઊતરી ગયા. એક તો કારમી ઠંડી અને માથા પર એકે વાળ ન મળે. કેવો કદરૂપો દેખાવ ! પણ બેરનાડેટ એમ મૂંઝાય તેવી નહોતી. દેહનું કદરૂપાપણું મનની સુંદરતાથી દૂર કરવા ચાહતી હતી. એણે પોતાના વ્યક્તિત્વ અને કપડાંને અનુરૂપ અને શોભે એવી માથા પર પહેરવાની ‘કૅપ’ શોધી કાઢી. બેઝબૉલના ખેલાડીઓ પહેરતા હોય એવી કંપ એ પહેરવા લાગી. વળી એને આનંદ એ થયો કે કેટલાય જુદા જુદા રંગની આવી ‘કંપ’ મળતી હતી, તેથી પોતાના મનપસંદ રંગોની ‘કૅપ’ પહેરવાની એને મોકળાશ મળી. થોડા સમયે ફરી માથા પર વાળ ઊગ્યા, પણ બેરનાડેટે પેલી કૅપ પહેરવાની ચાલુ જ કૅન્સરનો શિકાર કે કૅન્સરના વિજેતા ? * 145
SR No.034429
Book TitleMatrie Ghadya Manvi
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy