SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ભલાઈની ભીખ રીવ એના ઘરમાં સતત કામ કરતો રહેતો. એ સાઇકલ ચલાવતો. એના પગ સાથે ઇલેક્ટ્રોડ ટેપ લગાડવામાં આવતા હતા, જેનાથી એના મસલ્સ ચેતનવંતા રહેતા અને એ સાઇકલના પૈડલ લગાવી શકતો હતો. એ કહેતો કે વ્યક્તિ જેટલી વધુ ‘ફિટ’ હોય, તેટલી ઝડપથી એ સાજી થઈ શકે. પેરાલિસિસ સામે યુદ્ધે ચડેલો સુપરમેન ‘રીવ’ વધુ ને વધુ ફંડ એકઠું કરવા લાગ્યો. એ એમ માનતો કે જેટલું વધુ ફંડ મળશે એટલું વધુ ઝડપી સંશોધન થશે અને આ દર્દના નિવારણની પદ્ધતિ શોધી શકાશે. ક્યારેય પોતે લાચાર, મજબૂર કે એશક્ત છે એમ એ માનતો કે વિચારતો નહોતો.. ઈ. સ. ૧૯૯૫માં એને આ અકસ્માત થયો, ત્યાર પછી એ સતત પોતાની જાતે ઊભો થવાનો જ વિચાર કરતો હતો. એ એના ખભાને હલાવી શકતો. શ્વાસ લેવા માટેના ‘વેન્ટિલેટર’ વગર થોડા કલાકો પસાર કરી શકતો હતો. આવી હાલતમાં એ અમેરિકાનાં એક પછી એક રાજ્યોમાં ઘૂમી વળ્યો. એટલું જ નહિ, પણ સંશોધન માટે દિલચસ્પીથી ઊંડી તપાસ કરતો રહ્યો. એ એમ કહેતો કે જીવનમાં આ એનો સૌથી મોટો ‘રોલ' છે. જીવનના રંગમંચ પરની આ તેની સૌથી કપરી પડકારભરી ભૂમિકા હતી.. પૅરાલિસિસ સામેના યુદ્ધમાં એને કોઈ કલાકા સાથેની હરીફાઈમાં ટકવાનું નહોતું, પરંતુ પોતાની જાત સાથેના અને મશીન સાથેના સંઘર્ષમાં જીવનની પ્રત્યેક પળે લડવાનું હતું. ૨૦૦૪ની ૧૦મી ઑક્ટોબરે મહાન અમેરિકન અભિનેતા, દિગ્દર્શક, નિર્માતા, લેખક અને સેવાભાવી ક્રિસ્ટોફર રીવનું અવસાન થયું, પણ એણે સ્થાપેલી સંસ્થાઓ આજે પેરાલિસિસ સામે માનવજાતને આશીર્વાદરૂપ સંશોધન કરે છે. 15 આ આખીય આલમ અજીબોગરીબ માનવીથી ભરેલી છે ! આ માનવીનાં કેટકેટલાં રૂપ ? કેવાં એનાં કામ અને કેવી એની ઇચ્છા ! દુનિયા પર નજર કરીએ તો એમ લાગે કે આ દુનિયા એક અજાયબ ઘર છે. આવો અજાયબીભર્યો એક માનવી બબ્બેરિયાના સોફિયા શહેરમાં ભીખ માગવા જાય છે. ભીખ તો શહેરમાં જ મળે. વધુ દયાદાન કરનારા પણ નગરમાં મળી જાય. આ ભીખ માગતા શતાયુ ડોબ્રી ડોબ્રેવેને કોઈ ભિખારી કહેતું નથી. કોઈ એને સંન્યાસી કહે છે, તો કોઈ એને દેવદૂત માને છે. સોફિયા શહેરની શેરીઓમાં ઘૂમતો ડોબ્રી દયાવાન માનવીઓના દિલને ઢંઢોળતો રહે છે. એ ભીખ માગે છે, પણ પોતાને માટે નહીં. ભીખ માગવા માટે એને આખો દિવસ ભૂખ્યા રહેવું પડે છે, પણ એની એને કોઈ ફિકર નથી. ભીખ માગતી વખતે લાગતી કડકડતી ડોબ્રી ડોબ્રેવે 128 • માટીએ ઘડ્યાં માનવી
SR No.034429
Book TitleMatrie Ghadya Manvi
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy