SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ઇગ્નાઝનો વિયેનાની હૉસ્પિટલનો કાર્યકાળ પૂર્ણ થતો હતો, ત્યારે કાર્ય બ્રમ નામના એક ડૉક્ટરે અરજી કરી. ઇગ્નાઝ અને બૂમ બે જ ઉમેદવાર હતા અને અંતે એમાં બૂમની પસંદગી કરવામાં આવી. ઇગ્નાઝ પુનઃ બેકાર બની ગયો. એક આખોય શિયાળો એણે અંગ્રેજી ભાષાના અભ્યાસમાં ગાળ્યો. ઇંગ્લેન્ડ અને ડબ્લિનની હૉસ્પિટલોનાં પ્રસૂતિગૃહોમાં મરણપ્રમાણ શા માટે ઓછું છે, એની એ શોધ કરવા ચાહતો હતો. એવામાં બૂમે બીજે નિમણુક સ્વીકારતા ઇગ્નાઝને વિયેનાની હૉસ્પિટલ તરફથી પુનઃ નિમંત્રણ પાઠવવામાં આવ્યું. ઇગ્નાઝને એ હૉસ્પિટલમાંથી જાકારો મળ્યો હતો, તેથી ત્યાં પાછા જવાનું નામ છે કે નહીં, પરંતુ પોતાનું સંશોધન આગળ વધારવા માટે અને સેંકડો સ્ત્રીઓના પ્રાણ બચાવવા ખાતર એને જવું આવશ્યક લાગ્યું. પોતાની અધૂરી સાધના એ પૂર્ણ કરવા ચાહતો હતો. | વિયેનાના મોતને માફક આવી ગયેલા ‘પહેલા ક્લિનિકમાં ઇગ્નાઝ ઘૂમવા લાગ્યો. ફરી મૃત્યુની આ ઘટનાઓ સામે એણે પોતાનું સંશોધન શરૂ કર્યું. આખો દિવસ એ શબથરમાં જ પુરાઈ રહેતો, એક દિવસ એણે જાણ્યું કે પેથોલોજી વિષયના નિષ્ણાત અને તેના પ્રિય મિત્ર કોલટેસ્કને ઓપરેશન દરમિયાન છરીનો જખમ થતાં એના લોહીમાં ઝેર પ્રસરી ગયું અને એ કારણે એ મૃત્યુ પામ્યો. આ ઘટના સાંભળતાં જ ઇગ્નાઝનું ચિત્ત ચમકી ઊઠ્યું. એણે કોલટેક્સના શરીર પર થયેલી શસ્ત્રક્રિયાનો અહેવાલ વાંચ્યો. એ જેમ વાંચતો ગયો, તેમ તેમ એના શરીરમાં આછી કંપારી થવા લાગી. અહેવાલ વાંચ્યો, દાંત ભીંસા, ચહેરો તંગ બન્યો અને મગજ ચગડોળે ચડ્યું. શું આ પ્રસૂતિમાં થતા મૃત્યુને અને લોહીમાં ઝેર પ્રસરવાને કોઈ સંબંધ હશે ખરો ? અને એકાએક એને સૂઝયું, એ વિચારમાં પડી ગયો. ઘણી વાર એ મૃત્યુ પામેલી સ્ત્રીઓના મૃતદેહો ચીરતો હતો, છતાં એને એ સૂઝયું નહોતું. એ મૃતદેહના શરીરમાં ઝેર પ્રસરેલું એને દેખાતું નહોતું. હવે એને સમજાયું કે જો પરેશનના છરીના જખમથી શરીરના લોહીમાં ઝેર ફેલાઈ શકે ત્યારે પ્રસૂતિ પામતી સ્ત્રીઓના ગર્ભાશયમાં તો જખમ હોય જ એટલે તો એમના લોહીમાં ઝેર ખૂબ ઝડપથી પ્રસરે. 120 • માટીએ ઘડ્યાં માનવી ઇગ્નાઝનું ચિત્ત વ્યાકુળ બન્યું. એ સતત મનોમંથન કરવા લાગ્યો અને એના નવનીત રૂપે એના મનમાં પ્રશ્ન જાગ્યો. આ જીવલેણ ઝેર આવ્યું ક્યાંથી? ધીરે ધીરે સમજાયું કે એ ઝેર હૉસ્પિટલની બહારથી નહીં, કોઈ બીજા રોગને કારણે નહીં, પરંતુ એ મારક ઝેર તો એ પોતે અને એના વિદ્યાર્થીઓ જ લઈ જતા હતા. કારણ એટલું જ કે મૃતદેહને ચીર્યા પછી એની એ જ છરી તેઓ પ્રસૂતિ માટેના ઑપરેશનમાં વાપરતા હતા, ઓપરેશન પૂર્વે હાથ ધોતા, પગ ધોતા, પણ જીવલેણ ઝેરનો છરીમાંથી ચેપ જતો નહોતો. એના મનમાં આ વિચારો જાગી ઊઠ્યા. એને હચમચાવી દેનારું સત્ય છેવટે સમજાયું. બીજા ક્લિનિકમાં સ્ત્રીઓનો મૃત્યુદર ઓછો હતો એનો એને તાગ મળી ગયો. ત્યાં શસ્ત્રક્રિયા પૂર્વે મૃતદેહોને ચીરવાનું કામ થતું નહોતું. આમ સ્ત્રીઓના મોતનું કારણ ડૉક્ટરો અને એના સાથીઓ જ કહેવાય. એ પોતે જ આવા મોતનો ગુનેગાર ગણાય. ઇગ્નાઝને આ સત્ય લાધ્યા પછી એ એના હાથ સાબુથી ખૂબ ધુએ છે. એ પછી ક્લોરિન વાયુવાળા પાણીના વાસણમાં એ બોલે છે. હાથને એટલા બધા ચોળી ચોળીને ચીકણા થઈ જાય ત્યાં સુધી ધુએ છે. વળી વચ્ચે હાથને સુંધીને ખાતરી કરે છે કે પાણીમાં પૂરતું ક્લોરિન છે કે નહીં. એને આવું કરતાં જોઈને સાથીઓ પાગલ માનતા હતા, એના કેટલાક વિદ્યાર્થીઓ એની મજાક કરતા હતા અને એકબીજાના કાનમાં એ વિશે વાત પણ કરતા હતા. આ પછી ઇગ્નાઝ એના વિદ્યાર્થીઓને પણ આવી રીતે કરવાનું ફરમાન કરતો અને પછી વધુ મૃત્યુને માટે બદનામ થયેલા એવા ‘પ્રથમ ક્લિનિકમાં એ માતાઓના પલંગ પાસે જતો. આનું પરિણામ ધાર્યું નહોતું એટલું ઝડપથી જોવા મળ્યું. એ પ્રથમ ક્લિનિકમાં મૃત્યુનું પ્રમાણ ૧૮ ટકા હતું. મેના છેલ્લા અઠવાડિયામાં આવી રીતે ક્લોરિનયુક્ત પાણીથી હાથ ધોવાનું શરૂ કર્યું. પછીના જ મહિને એનો જાદુ જોવા મળ્યો. જૂન મહિનામાં આ મરણપ્રમાણ છે ટકા થઈ ગયું અને જુલાઈમાં માત્ર એક ટકા, બીજા વોર્ડના મરણ પ્રમાણ કરતાંય ઓછું ! ઇગ્નાઝની આ શોધની ડૉક્ટરોની દુનિયાને કોઈ પરવા નહોતી. હૉસ્પિટલો એક જ ચીલે ચાલતી હતી. અધ્યાપકો પુસ્તકિયા જ્ઞાનમાં ડૂબેલા પહેલું ક્લિનિક • 121
SR No.034429
Book TitleMatrie Ghadya Manvi
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy