SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ અને કૃત્રિમ અંગો સાથે અન્ય કાર્ય કરવાની તાલીમ આપવામાં આવતી હતી. ક્યારેક ડેનિયેલા કશુંક કરવામાં નિષ્ફળ જતી, ત્યારે થોડી હતાશ બની જતી. ક્યારેક ચાલવા જતાં ગબડી પડતી અને બધા એને ઊભી કરે ત્યારે એ રડી પડતી હતી. આવે સમયે ડૉક્ટરે એને કહ્યું, ‘તારી જિંદગી તારા હાથમાં છે. એને કઈ રીતે પસાર કરવી, એ તારે વિચારવાનું છે. જો આમ હતાશ થઈને રડતી જ રહીશ, તો આખી જિંદગી આંસુઓના દરિયામાં ડૂબી જશે. જો એ વિચાર કરીશ કે તારી પાસે જે કંઈ બચ્યું છે. એનો મહત્તમ ઉપયોગ કરીને જિંદગીની પુનર્રચના કરવી છે તો તું આગળ વધીશ. તારે જીવવું કઈ રીતે એનો જવાબ તારે આપવાનો છે. બીજા કોઈ પાસે નથી.' ડેનિયેલાએ નક્કી કર્યું કે ભલે નિષ્ફળ જાઉં. જમીન પર પડી જાઉં. થાકી જાઉં, પરંતુ હારી નહીં જાઉં. ગમે તે થશે, તોપણ ક્યારેય આંસુ નહીં સારું. દેઢ અને મક્કમ મનોબળ સાથે પોતાની તમામ તાકાત કામે લગાડીને એણે કસરત કરવાનું શરૂ કર્યું. કૃત્રિમ પગ સાથે ચાલવાનું શરૂ કર્યું. મુશ્કેલીઓ તો અપાર આવતી હતી. મુંઝવણો તો કેટલીયે થતી હતી. હતાશા એના જીવનમાં વારંવાર ડોકિયાં કરતી હતી, પરંતુ ડેનિયેલાએ મક્કમ મનોબળ સાથે એના કૃત્રિમ પગથી ચાલવાનું શરૂ કર્યું. એ જાણતી હતી કે એ આ કૃત્રિમ પગ સાથે ક્યારેય દોડી શકવાની નથી, પણ તેથી શું ? મુશ્કેલીમાંથી માર્ગ શોધે તે જ માનવી. કૃત્રિમ પગ વડે ડેનિયેલાએ સાઇકલ અને મોટર ચલાવતાં શીખી લીધું. કૃત્રિમ હાથને પણ બરાબર કેળવ્યો. ભોજન કરવાનું તો ઠીક, પરંતુ એ હાથથી મેક-અપ કરતાં પણ શીખી લીધું ! અકસ્માતનું એક વર્ષ પૂરું થયું. ફરી મેડિકલ કૉલેજમાં પ્રવેશ મેળવ્યો. એમાં ઝળહળતી સફળતા સાથે ડૉક્ટરની પદવી મેળવી. પણ હવે માત્ર એને ડૉક્ટર બનીને બેસી રહેવું નહોતું. અકસ્માતે એના પર જે આશીર્વાદ વરસાવ્યો, તેથી તે હવે રિહેબિલિટેશન ડોક્ટર બનવા ચાહતી હતી. પોતાનાં સમદુખિયાંઓને સહાય કરવા માગતી હતી. આથી ડૉક્ટરની પદવી મેળવ્યા પછી એણે વધુ અભ્યાસ ચાલુ રાખ્યો. એમાં પણ એણે ડિગ્રી મેળવી. દુનિયાની એ સર્વપ્રથમ ક્વાલિટરલ એપ્યુટી (ચાર વિચ્છેદિત અંગોવાળી વ્યક્તિ) ફિઝિશિયન બની. એનો અર્થ એ કે ચાર કપાયેલાં અંગોવાળા દર્દીઓને એ સારવાર આપવા લાગી. ડેનિયલાની આંગળીની જગાએ માત્ર એક હૂક હતો. એ હૂકથી કમ્યુટર પર બેસીને એણે એની અનુભવકથા આલેખી. એ પુસ્તકનું નામ છે ‘Elegi Vivir' (આઇ ચૂઝ ટુ લિવ). આ પુસ્તક પ્રકાશિત થતાં જ એની સાઠ હજાર પ્રતોનું વેચાણ થયું. ડેનિયેલાને અનેક ખિતાબો મળ્યા. આજે ડેનિયેલા શાન્તિયાગોના ચિલ્ડ્રન રિહેબિલિટેશન ઇન્સ્ટિટયૂટમાં પોતાની જેમ એ કસ્માતમાં ભોગ બનેલી વ્યક્તિઓને આઘાતમાંથી બહાર કાઢીને જિંદગીની નવેસરથી ગોઠવણ કરતાં શીખવે છે અને શારીરિક ક્ષતિ ધરાવતાં બાળકોને ચાલતાં અને કાર્ય કરતાં શીખવે છે. હજી ડેનિયેલા સ્ટેજ ખોડંગાતી ચાલે છે. આ સેન્ટરમાં સારવાર લેતાં બાળકો ક્યારે ક એને સીધેસીધું પૂછે છે કે “તમે શા માટે ખોડંગાતી ચાલે ચાલો છો ? તમારા હાથમાં હૂક શા માટે છે ?” ડોલતાં ડોલતાં ડેનિયેલા જવાબ આપે છે, ‘મને આ બહુ ગમે છે. તમારા જેવાં બાળકોની જેમ ડોલવાનું ખૂબ ગમે, કારણ કે એમ કરવાથી તમારી સાથે જલદી દોસ્તી થઈ જશે.' 110 • માટીએ ઘડ્યાં માનવી પડખામાં મોત અને જીવન માટેનો જંગ + 1ll
SR No.034429
Book TitleMatrie Ghadya Manvi
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy