SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ કરુણાની અક્ષયધારા ઝાકઝમાળ ભરેલી દુનિયામાં બેહાલ ઇન્સાનના દિલની વેદના કે પેટની ભૂખની કોને ખબર છે ? ભવ્ય ઉત્સવોમાં વાગતાં બેંડવાજાં કે ડી.જે. અથવા ધાર્મિક મહોત્સવોમાં ઊડતી ધનની આંધળી રેલમછેલ કે પછી રાજકીય રૂઆબ છાંટવા માટે વપરાતા કરોડો રૂપિયાના ખણખણાટમાં ભૂખ્યા પેટનો તરફડાટ કોને સંભળાય ? એ ફૂટપાથ, લૅટફૉર્મ કે રસ્તે રઝળતી જિંદગીને કોણ આશાયેશ આપી શકે ? ઈશ્વરે માનવીને પેટ આપવાની સાથોસાથ ભુખની અસહ્ય પીડા આપી છે. જેણે ભૂખનું જીવલેણ દુ:ખ વેઠ્યું છે, એની કહાની લખવા માટે આંસુની કલમ પણ બેજાન છે. ઊંચા આવાસો, સિદ્ધિ-પ્રસિદ્ધિના સમારંભો કે પછી થતાં ભવ્ય આયોજનો નારાયણન્ ક્રિશ્નન્ કરનારને ક્યારેય કોઈ ફૂટપાથ પર કે કોઈ પુલની નીચે બેહાલ દશામાં, ભૂખથી તરફડતા
SR No.034429
Book TitleMatrie Ghadya Manvi
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy