SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ પણ કશું વળ્યું નહીં. શું થયું છે, એ જાણવા ફરી ચહેરો ઊંચકવા માટે એણે ડાબો હાથ ઊંચો કર્યો, પણ એને ખ્યાલ આવ્યો કે એનો ડાબો હાથ તો છે જ નહીં. ક્યાંક ઊડી ગયો છે ! એ અસમંજસમાં પડી ગઈ. રેલવેના બે પાટા વચ્ચે લોહીલુહાણ સ્થિતિમાં એણે એનું માથું ઊંચું કરવા પુનઃ પ્રયત્ન કર્યો. વાળથી ઘેરાયેલી આંખોની વચ્ચેથી પોતાની હાલત જાણવા મહેનત કરી અને જે જોયું તેનાથી શરીરમાંથી ભયની કંપારી પસાર થઈ ગઈ. એનો શ્વાસ થંભી ગયો. ડરને કારણે એની આંખો ફાટી ગઈ. જે હાથ ઊંચો કરવા એ પ્રયાસ કરતી હતી, એ હાથ જ નહોતો. એણે જોયું તો એનો ડાબો હાથ સાવ કપાઈ ગયો હતો. બીજી બાજુ નજર કરી. જમણા હાથને ઊંચકવા પ્રયાસ કર્યો, તો એનો ભય ઘણો અત્યંત વધી ગયો. એનો જમણો હાથ પણ કોણીએથી કપાઈ ગયો હતો. એના બંને હાથના કપાયેલા ભાગોમાંથી લોહીની ધારા વહેતી હતી. એણે સહેજ ઊભા થવાનો પ્રયત્ન કર્યો, તો સહેજે ખસી શકી નહીં. એના શરીરમાં જાણે વેદનાનો જ્વાળામુખી ફાટી નીકળ્યો હોય એમ લાગ્યું. ડેનિયેલાની આંખે અંધારાં આવવા લાગ્યાં. બે હાથ તો ગયાં, કિંતુ પગનું શું ? એનો ડાબો પગ એના થાપામાંથી અને એનો જમણો પગ ઘૂંટણમાંથી કપાઈ ચૂક્યો હતો. બે હાથ અને બે પગ વિનાની ડેનિયેલા નિરાધાર અવસ્થામાં અંધારી રાત્રે પાટાની વચ્ચે પડી હતી. એના શરીરમાંથી પુષ્કળ લોહી વહી ગયું હતું. એના જીવનની આ સૌથી હૃદયવિદારક કટોકરીભરી ક્ષણો હતી. મેડિકલની વિદ્યાર્થી તરીકે એ જાણતી હતી કે આ સમયે પુષ્કળ લોહી વહે છે અને એ પણ જાણતી હતી કે આ સમયે મહાત કે નાસીપાસ થવું કે ગભરાઈ જવું એટલે મૃત્યુને નિમંત્રણ આપવા જેવું છે. બે હાથ નથી, બે પગ નથી, પણ ડેનિયેલામાં હિંમત હતી. એણે જોયું કે એની હાલત એવી છે કે એ હાથના ટેકાથી કે પગથી ઊભી થઈ શકે તેમ નથી. ભલભલા માનવીને ભાંગી નાખે એવી આ ભયાવહ ક્ષણમાં એક વધુ ઉમેરો એ થયો કે જો એ પોતે આમ પાટાની વચ્ચે જ પડી રહેશે, તો થોડા સમય પછી આવનારી બીજી ટ્રેન હેઠળ ચગદાઈ જશે. ગાડી અત્યંત વળાંક લેતી હતી એ સ્થાન પર ડેનિયેલા પડી હતી. એનો તો ખતરો વધારે. જીવસટોસટની આ ઘડી હતી. ક્યાંય આશાનું કોઈ કિરણ દેખાતું નહોતું. હાથ અને પગ કપાયા હોય ત્યારે ઊભા કઈ રીતે થવું ? પણ બીજી બાજુ જો આ રેલવેના પાટા પરથી ઊભી થાય નહીં, તો એને માટે મોત નિશ્ચિત હતું. એને તાત્કાલિક સારવારની જરૂર હતી. પાટાની એક બાજુએ ઝાંખરાની વાડ હતી, તો બીજી બાજુએ આવેલાં ખેતરોમાં ખેડૂતોનાં નાનાં મકાન હતાં. ડેનિયેલાએ જોયું તો એની નજર હાઇવે પરના એક પેટ્રોલ-પંપની બત્તીઓ પર પડી. એને થયું કે એ ઘસડાઈને ગબડતી-ગબડતી આ પ્રકાશ સુધી પહોંચે, તો કદાચ કોઈની નજર એના પર પડે. એણે માંડ માંડ પોતાની પીઠ સ્ટેજ ઊંચી કરી અને રેલવેના બે પાટા વચ્ચે લોહીથી નીંગળતા પોતાના દેહને ગબડાવવાની કોશિશ કરી. કોઈ પણ ભોગે આ બે પાટા વચ્ચેથી તો બહાર નીકળવું જરૂરી હતું. જો એ પાટા પર પડી રહે તો જિંદગીની સફરનો અંત નિશ્ચિત હતો. શરીરમાં હતું એટલું બળ એકઠું કરીને એ પાટા વચ્ચેથી એક બાજુ ગબડી. એક બાજુ દક્ષિણ દિશાએથી આવતી ટ્રેનના પાટા હતા, તો બીજી બાજુ ઉત્તરમાંથી દક્ષિણમાં જતી ટ્રેનના પાટા હતા. અંધારી રાતે એ ગબડીને બે પાટાની વચ્ચે આવેલી જગામાં તો પહોંચી, પરંતુ એ પછી એના શરીરમાં કોઈ જોર રહ્યું નહીં. વધુ ગબડી શકે તેવી એની સ્થિતિ નહોતી. આથી એણે ચીસો પાડવાનું નક્કી કર્યું. કદાચ કોઈ એની ચીસ સાંભળે અને મદદ માટે દોડી આવે ! મોત ઘેરી વળ્યું હતું, છતાં જિંદગીનો જંગ છોડવો નહોતો. અંધારી રાત્રે આશાનું કોઈ કિરણ દેખાતું નહોતું, છતાં નિરાશ થવું નહોતું. સવાલ તો હતો કે આવી અંધારી રાત્રે શહેરથી આટલે દૂર, આવી વળાંકવાળી નિર્જન જગાએ તે વળી કોણ આવવાનું ? પણ ડેનિયેલા એમ દમ તોડવા ચાહતી નહોતી. એમ હારી જવા માગતી નહોતી. એ જોરજોરથી બૂમો પાડવા લાગી, ‘બચાવો, અરે ! કોઈ મને બચાવો, બચાવો'. બન્યું એવું કે આ અંધારી ઉષ્ણ રાત્રીએ રિકાર્ડો મોરાલિસ નામનો 104 • માટીએ ઘડ્યાં માનવી પડખામાં મોત અને જીવન માટેનો જંગ + 105
SR No.034429
Book TitleMatrie Ghadya Manvi
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy