SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ દોઢસો વ્યક્તિઓનું ભોજન બનાવતો જ્યોર્જ એક વાર જ્યોર્જ રાતના સમયે બસ ચલાવતો પોતાને ઘેર પાછો ફરતો હતો. આ સમયે એણે જોયું કે એક ખાદ્યપદાર્થ બનાવનારી ફૅક્ટરીનો માલિક એ ફેક્ટરીમાંથી વધારાના ખાદ્યપદાર્થો ફેંકી દેતો હતો. લોકોને વાસી ખાવા આપે તો તેને માથે સજાનું જોખમ રહેતું. જ્યોર્જ ફેક્ટરીના માલિક પાસે ગયો. એમને વિનંતી કરી કે આ રીતે રાત્રે ખાદ્યપદાર્થો ફેંકી દો છો, એને બદલે મને આપો ને ! હું ભૂખ્યા લોકોની આંતરડી ઠારવામાં એનો ઉપયોગ કરીશ. ફૅક્ટરીના માલિકોને આમ કરવામાં કોઈ તકલીફ નહોતી. જ્યોર્જે બાર કલાક નોકરી કર્યા પછી સાંજે પાછા ફરતાં પોતાની સ્કૂલબસમાં ખાદ્યપદાર્થો લાવવાનું શરૂ કર્યું. હવે એણે વિચાર કર્યો કે આની જાળવણી માટે શું કરવું ? એટલે આ પરિવારે એક મોટું ફ્રિઝર ખરીધું. એને ઘરના દીવાનખંડમાં મૂક્યું અને એમાં દરરોજ રાત્રે સાથે મળીને બધા ગરમાગરમ ભોજન બનાવવા લાગ્યા. ૨૦૦૮માં અમેરિકાના અર્થતંત્ર પર મોટો આઘાત થયો. ઘણા લોકોએ એકાએક નોકરી-ધંધા ગુમાવ્યા. કેટલાકને ઘર છોડીને તંબૂમાં રહેવાનો વારો આવ્યો. આવી વ્યક્તિઓ જ્યોર્જ અને એનાં કુટુંબીજનો પાસે ભોજન મેળવવા માટે આવવા લાગી. એ બધા જ્યોર્જ મનોઝ પાસે દોડીને આવતા અને તે એમને ગરમાગરમ ભોજન સાથે સરસ મજાની કૉફી આપતો. સૌથી વિશેષ વાત તો એ છે કે આ ભુખ્યાજનોનાં મનમાં એક શ્રદ્ધા સતત વસતી હતી કે ગમે તેવી કડકડતી ઠંડી હશે કે પછી મુશળધાર વરસાદ હશે, તોપણ જ્યોર્જ એની સ્કૂલ બસ લઈને આવવાનો જ અને એમને હસતા ચહેરે ભોજન સાથે ઉષ્માભર્યા હાથે ગરમાગરમ કૉફીનો એક કપ આપવાનો.. બાળપણમાં પોતાની બે બેડમાંથી એક બ્રેડ બીજાને ખવડાવનારા જ્યોર્જ મુનોઝને થયું કે હવે આર્થિક જરૂરિયાતો પૂરી થઈ છે, તો પછી પગારમાં મળતા થોડા ડૉલરમાંથી વધુ ભોજન બનાવું તો ! જ્યોર્જ મુનાઝને પગાર પેટે દર અઠવાડિયે જે રકમ મળતી હતી, એમાંથી સાતસો ડૉલરની ૨કમ ભોજન માટે ખર્ચવા લાગ્યો. છેલ્લાં પાંચ વર્ષથી એણે પોતાની આ કમાણીમાંથી પણ ભોજનસેવા આપવા માંડી. ધીરે ધીરે એણે જુદી જુદી સાત જગાએ ભોજનસેવાનો વિસ્તાર કર્યો. ભારતના જેવી સદાવ્રતની પ્રવૃત્તિ મુનો અમેરિકામાં કરવા માંડી. 96 * માટીએ ઘડ્યાં માનવી કેટલીય રાતોની રાતો એણે આ અન્નદાનની પ્રવૃત્તિ ચલાવી. એના અન્નદાનને પરિણામે ૨00૪ થી ૨00૮ સુધીમાં બેસહારા એવા લાખેક માણસોએ ભોજન મેળવ્યું હશે. રોજ રાત્રે સાડા નવ વાગ્યાના સુમારે ભૂખ્યા લોકો રાહ જોઈને બેઠા હોય. આમાં ચીનાઓ હોય, ઇથોપિયનો હોય, ઇજિશિયનો અને દક્ષિણ એશિયાના લોકો હોય, શ્વેત અને અશ્વત અમેરિકનો અને બ્રિટનના લોકો પણ હોય. જ્યોર્જ મનોઝનો એક જ મંત્ર કે, “જે કોઈ વ્યક્તિ ભૂખી હશે, એને હું મદદ કરીશ.” જ્યોર્જ મનોઝની શ્વેત રંગની પિક-અપ ટ્રક રાહત-સામગ્રી લઈને આવે. એમાં ગરમ ખોરાક, કૉફી અને ગરમ ચૉકલેટ હોય, જ્યોર્જની રાહ જોતા લોકો આ ભોજન મેળવવા માટે પિક-અપ ટ્રક તરફ ધસી આવે. જ્યોર્જ એ સહુને પ્રેમથી ભોજન પીરસે. એમની આંખોમાંથી મળતી કૃતજ્ઞતાની લાગણી જ્યોર્જમાં નવો ઉત્સાહ જગાડે. કેટલાકને માટે તો આ બે દિવસ બાદ મળેલું ગરમ ભોજન હોય, તો કેટલાક ગઈકાલથી ભૂખ્યા હોય અને તેમને મળેલું પ્રથમ ભોજન હોય. માંડ માંડ ચાલી શકે એવાં અતિ વૃદ્ધ-વૃદ્ધાઓ હોય કે જેમને માટે ગરમ ભોજન એ સ્વપ્નવત્ હોય. ભૂખ્યાંજનોનો જઠરાગ્નિ ઠારનાર • 97
SR No.034429
Book TitleMatrie Ghadya Manvi
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy