SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ભૂખ્યા જનોનો જઠરાગ્નિ ઠારનાર વિશ્વવિક્રમ સ્થાપ્યો. આ પછી તરત જ તાકાત મેળવીને મહારાષ્ટ્રના નાંદેડ શહેરમાં એકસો ને ત્રેપન કલાક ચાલવાનો વિક્રમ રચ્યો. નિષ્ફળતા હવે હરબંસના માર્ગમાંથી હટી ગઈ હતી, તો સફળતા કેફ ચડાવી શકે તેમ ન હતી. હરબંસસિંઘ સતત પ્રગતિ કરતો રહ્યો. નાગપુરમાં ૧૨૫ કલાક, મુંબઈમાં ૧૫૫ કલાક, ઇંદોરમાં ૧૫૬ કલાક અને અમદાવાદમાં ૧૫૭ કલાક સુધી સતત ચાલીને પોતાનો વિશ્વવિક્રમ વધારતો જ રહ્યો. ૧૯૬૯માં અમદાવાદમાં એક પળવાર પણ થોભ્યા વિના સતત છ રાત અને સાત દિવસ સુધી ચાલતો રહ્યો. આની ગણતરી કરીએ તો ત્રણસો ને ચૌદ માઈલ જેટલું અંતર થાય ! સતત ચાલનારા માનવીને દિવસ કરતાં રાત વધુ પરેશાન કરે છે. રાત્રે મસલ્સની પીડા વધી જાય છે. એથીય વધુ ઊંધ હટાવવાની કોઈ દવા ન લેતા આ માનવીને ઊંઘ ખૂબ કનડે છે. ૧૯૩૮ની બીજી જુલાઈએ જન્મેલા આ રમતવીરે નિખાલસપણે સ્વીકાર કર્યો કે દસ કલાક ચાલ્યા પછી સખત થાક લાગે છે. બાકીના જથ્થાબંધ કલાકો માત્ર મનોબળથી જ ચાલી શકાય છે. મન તૂટ્યું તો સઘળું તૂટયું. મહાન રમતવીર હરબંસસિંઘનું મનોબળ કેવું હશે ! આ માનવી ચાલતાં ચાલતાં જ કપડાં બદલવાની, સ્નાન કરવાની, બૂટ પહેરવાની કે ઉતારવાની અને શૌચની ક્ષિા કરી શકે છે. નમ્ર અને શરમાળ રમતવીર હરબંસસિંધ આટલી સફળતા હાંસલ કરીને થોભવા માગતો નહોતો. આ પછી તો બેંગાલુરુમાં સતત એકસો બાસઠ કલાક અને પંદર મિનિટ સુધી ચાલીને એ સમયનો નવો વિક્રમ નોંધાવ્યો. મનોબળથી કેવી સિદ્ધિ મેળવી શકાય, એનું હરબંસસિંઘ ઉદાહરણ બની રહ્યો. સાધારણ માનવીનું સાચું દિલ એને અસાધારણ બનાવે છે ! દુનિયામાં એવા અનેક દીપકો પ્રકાશિત હશે કે જે પોતાના નાનકડા ખંડમાં એક દીવો પેટાવીને ચોપાસ અજવાળું ફેલાવતા હશે ! એ સૂર્ય કે ચંદ્રની જેમ વિરાટ સૃષ્ટિને પ્રકાશિત કે પ્રભાવિત કરતા નહીં હોય, પરંતુ પોતાની ચોપાસની નાનકડી દુનિયાને માનવીય ભાવનાઓ અને ઉદાર કાર્યોથી ઉજમાળ કરતા હોય દેશની હાલાકી, બેહાલી કે ભૂખમરાથી બચવા માટે કોઈ પણ ભોગે વિદેશમાં પહોંચનારા ગેરકાનૂની ઇમિગ્રન્ટ્સની દશા અત્યંત કફોડી હોય છે. એ માનવી અમેરિકામાં હોય કે દુબાઈમાં હોય, પણ એને માથે સતત કાયદાનો ખોફ ચકરાવા લેતો હોય છે. એને ઓછે પગારે કાળી મજૂરી કરવી જ્યોર્જ મુનોઝ 92 • માટીએ ઘડ્યાં માનવી
SR No.034429
Book TitleMatrie Ghadya Manvi
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy