SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ લોખંડી દાદાજી ૧૯૫૧ની બીજી જુલાઈ એ સ્વીડનનું સ્ટોકહામ શહે૨. એક મોટી સ્પર્ધાની તૈયારીથી ધમધમતું હતું. દેશના ખૂણેખૂણામાંથી ૨મતવીરો આ શહેરમાં ઊતરી આવ્યા. સહુ પોતાની તાકાત બતાવવા થનગનતા હતા. આ કંઈ જેવીતેવી સ્પર્ધા ન હતી. પૂરા એક હજાર માઈલની સાઇકલ-દોડ હતી. આમાં વિજેતા બનનારને રાષ્ટ્રવ્યાપી સન્માન મળતું. દેશના કાબેલ રમતવીર તરીકે બધે ગૌરવ થતું. | દોઢ હજાર જેટલા રમતશોખીનો આ સ્પર્ધામાં ભાગ લેવા આવ્યા. સહુને ફરજિયાત મેડિકલ તપાસમાંથી પસાર થવું પડતું. મોટા ભાગના હરીફો આવી લાંબી સ્પર્ધા માટે યોગ્ય પુરવાર થયા નહીં. દોઢ હજાર હરીફોમાંથી માત્ર પચાસ હરીફો જ પસંદ થયા. એ બધા યુવાન, કસાયેલા ગુસ્સવ હકનસોલ અને તાલીમબાજ રમતવીરો હતા. સ્પર્ધામાં ઊતરવા આવેલા હરીફોની ત્રણ ડૉક્ટરો શારીરિક તપાસ લઈ રહ્યા હતા. આ સમયે એમના ઓરડામાં એક વૃદ્ધ દાખલ થયો. એના મોં પર કરચલી હતી. એની લાંબી દાઢી રૂની ધોળી પૂણી જેવી સફેદ લાગતી હતી. એની ઉમર સિત્તેર વર્ષ જેટલી જણાતી હતી. ડૉક્ટરો સમજ્યા કે આ કોઈ અજાણ્યો વૃદ્ધ અહીં આવી ચડ્યો લાગે છે. એમણે નમ્રતાથી પૂછવું, “આપ શા માટે અહીં પધાર્યા છો ?' - પેલા વૃદ્ધે કહ્યું, “હજાર માઈલની સાઇકલ સ્પર્ધામાં ભાગ લેવા.” એક ડૉક્ટરે પૂછયું, “શું તમારો કોઈ દીકરો આ સ્પર્ધામાં ભાગ લેવા આવ્યો સાઇકલ સ્પર્ધામાં ભાગ લેતા છે ?'' ગુસ્ટાવ હકનસોલ વૃદ્ધ જવાબ આપ્યો, “અરે, મારો કોઈ દીકરો નહીં, પણ હું પોતે હજાર માઈલની સાઇકલ-સ્પર્ધામાં ભાગ લેવા આવ્યો છું.” “અરે, દાદાજી તમે ?” એક ડૉક્ટર આશ્ચર્યથી બોલી ઊઠ્યા, “તમે આવી લાંબી સ્પર્ધામાં કેવી રીતે ભાગ લઈ શકશો ?” બીજા ડૉક્ટરે કહ્યું, “દાદા, આપનું દિમાગ તો ઠેકાણે છે ને ?” ત્રીજા ડૉક્ટર બોલ્યા, “તમારા જેવા સિત્તેર વર્ષના બુઢઢાનું આમાં કામ નહીં. દાદાજી, તમે તો નિરાંતે ઘેર જઈ આરામખુરશીમાં બેસીને દીકરાના દીકરાને વાર્તા કહો !'' વૃદ્ધ ગુસ્સવ હકનસોલ બોલ્યા, “માફ કરજો સાહેબ, મારી ઉંમર સિત્તેર વર્ષની નથી, પણ છાસઠ વર્ષની છે.” અરે, છાસઠ તો છાસઠ. છાસઠ એટલે સિત્તેરમાં ચાર જ ઓછાં ને ? અહીં તો દોઢ હજારમાંથી માત્ર પચાસ ખેલાડીઓને જ આવી લાંબી સાઇકલસ્પર્ધા માટે પસંદ કર્યા છે. આમાં એક પણ ખેલાડીની ઉંમર ચાલીસ વર્ષથી વધુ નથી. આવી કડક તપાસમાં તમારા જેવા છાસઠ વર્ષનાને કેવી રીતે ભાગ લેવા લોખંડી દાદાજી • 33
SR No.034429
Book TitleMatrie Ghadya Manvi
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy