SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ JILL PHIPPS DIED FIGHTING FOR ANIMAL LIBERATION HER FIGHT LIVES ON જતી, તો ક્યારેક એના નવ વર્ષના પુત્ર લુકને લઈને હાજર થઈ જતી. પોતે જે માને છે તેને માટે માથું આપનારાં આ યુવાનો હતાં. એવામાં બન્યું એવું કે નાનાં વાછરડાંઓને લેવા બ્રિટન આવેલું ચાર્ટર પ્લેન તૂટી ગયું. એમાં બેઠેલા પાંચ માણસો મૃત્યુ પામ્યા અને આ ઘટનાને કારણે જિલ ફિસે વિમાનના માલિક ક્રિસ્ટોફર બેરેટ જોલી સામે પોતાનો વિરોધ વધુ બુલંદ કર્યો. એણે કહ્યું કે જો ક્રિસ્ટોફર બેરેટ જોલીએ પોતાની લોહિયાળ કમાણીની દુઃદખ્ય લાલસા પર અંકુશ રાખ્યો હોત અને જીવતાં પ્રાણીઓની આવી નિકાસ ન કરતો હોત, તો કોવેન્ટ્રીમાં આવું ચાર્ટર પ્લેન આવ્યું ન હોત અને પાંચ માનવીઓના પ્રાણ ખોવાની આવી દુર્ઘટના સર્જાઈ ન હોત ? જિલ ફિસે સ્પષ્ટ કહ્યું કે એને અકસ્માતમાં મૃત વ્યક્તિઓ માટે લેશમાત્ર સહાનુભૂતિ નથી, કારણ કે એ પણ કંપનીના માલિક જેટલા જ ગુનેગાર ગણાય. જિલ માત્ર આક્રોશ વ્યક્ત કરીને બેસી ન રહી, પણ બીજે દિવસે મોટું બેનર લઈને એરપોર્ટ પર ઊભી રહી. એ બેનરમાં લખ્યું હતું, ‘અમારે જોઈએ છે જીવતો યા મરેલો ક્રિસ્ટોફર બેરેટ જોલી.’ પછીના દિવસે પ્રાણીઓના હક્ક માટે લડતા પોતાના ચોત્રીસ સાથીઓ સાથે માયાળુ અને સોહામણી જિલ હાજર થઈ. નાનાં પ્રાણીઓને આ રીતે કતલખાને ધકેલવામાં આવે તેનાથી જિલને પારાવાર વેદના થતી. એ કહેતી કે “જેમ નાનાં બાળકોને મારવામાં આવે તે ગુનો છે, તે જ રીતે નિર્દોષ અને અકલંકિત પ્રાણીઓને હણવાં, તે નિષ્પાપ શિશુને મારવા જેવું ગણાય.’ એ ગોઝારા દિવસે ઇંગ્લેન્ડના કોવેન્ટ્રી શહેરમાં કડકડતી ઠંડી પડતી હતી. પ્રાણી હક્કોનાં પાંત્રીસ ટેકેદારો એરપોર્ટના સામાન લઈ જવાના માર્ગ પર ચાંપતી નજર રાખીને બેઠાં હતાં. જિલ ફિપ્સ પોતાના સાથીઓ સાથે આનંદભેર વાતો કરતી હતી અને એવામાં એણે દૂરથી ધસમસતી ટ્રક આવતી જોઈ. તરત જ જિલનું રૂપ બદલાઈ ગયું. અગાઉ આવી રીતે પ્રાણીઓને પૂરીને પુરઝડપે દોડતી ટ્રકોની વચ્ચે જિલ હિંમતભેર ઊભી રહી હતી અને એમને અટકાવ્યા હતા. પ્રાણીઓને છોડાવવા માટે ટ્રક ચલાવનારાઓને મજબૂર કર્યા હતા. જેવી ટ્રક દેખાઈ કે જિલના એક મિત્રના કહેવા મુજબ જિલ જીવદયાપ્રેમી જિલ ફિસની અંતિમવિધિના સ્થળે મૃત્યુલેખ અગનગોળો’ બની ગઈ. એ દોડી, બંને હાથ ખુલ્લા રાખીને ધસમસતી ટ્રક સામે દોડી. એના ચહેરા પર કોઈ ભય નહોતો. મનમાં કોઈ ડર નહોતો. ટ્રક હેઠળ કચડાઈ જશે તો શું થશે, એવી કોઈ ફિકર નહોતી. ટ્રક ધસમસતી સાવ સામે આવી. જિલ સહેજે બાજુ માં ખસી નહીં, બે હાથ ખુલ્લા રાખીને રસ્તા પર ટ્રકને અટકાવતી હતી. પણ આ શું ? ટ્રકની ગતિ સહેજે ઓછી થઈ નહીં કે બાજુમાં ફટાઈ નહીં. દૂર ઊભેલો પોલીસ બૂમો પાડતો દોડી આવ્યો, પણ ડ્રાઇવરે કશું ય ગણકાર્યા વિના સામે ટ્રક ચલાવી. જિલના શરીર પર ટ્રકનાં પૈડાં ફરી વળ્યાં. આખું શરીર છુંદાઈ ગયું. સાથે આવેલી જિલની બહેને જોયું કે જિલ ધરતી પર છુંદાઈને પડી છે. લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું. જિલના સાથી જસ્ટિન ટીમસને આ સમાચાર સાંભળ્યા ત્યારે એ કોવેન્ટ્રીમાં પ્રાણીસહાયક વાનનું રિપેરિંગ કરતો હતો. એણે કહ્યું, “ઘણી વાર હેતુની સિદ્ધિ માટે આકરાં પગલાં લેવાં પડે છે. જો જિલનું મૃત્યુ પ્રાણીઓની કતલ અટકાવનારું બનશે, તો એના મૃત્યુથી સૌથી આનંદ પામનાર વ્યક્તિ જિલ હશે.' | જિલના પિતાને પુત્રીના મોતનો અત્યંત આઘાત થયો અને એમણે કહ્યું કે ‘જિલને માટે જીવવાનો અર્થ એવો એનો નવ વર્ષનો બાળક હતો, પછી એ શા માટે સામે ચાલીને મૃત્યુને ભેટવા ગઈ ?' જિલની કુરબાની પહેલાં શિયાળિયાંઓના શિકાર કરવા માટે નીકળતા 28 • માટીએ ઘડચાં માનવી પ્રાણીપ્રેમની બલિવેદી પર • 19
SR No.034429
Book TitleMatrie Ghadya Manvi
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy