SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ભરતા. એમનાં સંતાનો વાઈ ફન્ગ લી પર ખૂબ અકળાતાં અને કહેતાં કે આવું એઠું ખાવાની શી જરૂર છે ? ત્યારે આ બુઝુર્ગ માનવી પોતાનાં સંતાનોને કહેતો, ‘હું તો ગળ્યો કૉન ખાઉં છું. કેવો પોચો છે ! ખાવામાં પણ કશી તકલીફ પડતી નથી. જુઓ, આ કોઈ ખેડૂતની આકરી મહેનતનું પરિણામ હશે. લોકો એને આ રીતે ફેંકી દઈને બગાડ કરે છે, તો હું એ ફેંકી દીધેલા કૉનને ખાઈને બગાડ ઓછો કરું છું. કહો, આ બગાડ ઘટાડવાનો કારગત ઉપાય નથી ?' આ અદના માનવીનાં ચંપલ, વસ્ત્રો કે ઈંટનો ક્યારેય મેળ મળતો નહીં. એના દેદાર સાવ ભિખારી જેવા લાગતા ! એના બંને બૂટ તદ્દન અલગ સાઇઝ અને રંગના હોય, અંદરનાં મોજાંય જુદાં હોય, હંટ સહેજેય ‘ફિટ' થતી ન હોય. આનું કારણ એ કે એ બીજાએ ત્યજી દીધેલાં કપડાં, બૂટ અને મોજાંનો ઉપયોગ કરતો હતો. એમનાં સંતાનો ક્યારેક એમને આહાર અને પીણાંની બાબતમાં ચીકાશભરી બચત નહીં કરવાનું સમજાવતાં, પણ એમની કોઈ વાત વાઈ ફન્ગ લી કાને ધરતો નહીં. કોઈક વાર એમના પુત્રો એમને માટે બજારમાંથી નવાં વસ્ત્રો લઈ આવતા, તો આ બુઢો ક્રોધાયમાન થઈ જતો. વસ્ત્રો અને ખોરાકમાંથી જે પૈસા બચતા, તે બાજુમાં આવેલી શાળાના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આપી આવતો હતો. અનાથ અને નિરાધાર વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે પોતાના ગજા ઉપરાંતની સહાય કરતો. જેમ કોઈ શિક્ષણવિદ્ વિદ્યાર્થીના અભ્યાસ માટે પોતાનું જીવન સમર્પણ કરે, એ જ રીતે વાઈ ફન્ગ લીએ રખડતાં અનાથ બાળકો અને આર્થિક મજબૂરી ધરાવતાં બાળકોના અભ્યાસમાં મદદરૂપ થવા માટે જાત સમર્પી હતી. પોતાની એ તમન્નાને આખી જિંદગી વળગી રહ્યો અને એને માટે જાત ઘસતાં એને ઘણો આનંદ થતો હતો. ગણતરી કરીએ તો આ રિક્ષાચાલકે પંડલ રિક્ષા ચલાવીને પૃથ્વીની આસપાસ અઢાર વખત આંટા માર્યા હશે, પણ આ ઉંમરે, આટલી આકરી મહેનત કરતા હોવા છતાં બદલાની કોઈ અપેક્ષા નહીં. જ્યારે વિદ્યાર્થીઓને મદદ કરે, ત્યારે એમને એમનાં નામ સુધ્ધાં પૂછે નહીં. એણે ત્રણસોથી વધુ બાળકોને એમનો અભ્યાસ પૂરો કરવા માટે એમની નિશાળની ફી ચૂકવી અને એની સાથોસાથ એમના જીવનનિર્વાહ માટેનો ખર્ચ પૂરી પાડ્યો. સાડા ત્રણ લાખ યેનની મદદ કર્યાની તો જાણ મળી, પરંતુ ખરેખર કોઈ જાણતું નથી કે કેટલા બેસહારા અને બેહાલ વિદ્યાર્થીઓને એણે આવી ગુપ્ત મદદ કરી હશે ? પંદર વર્ષ સુધી લીની આ શિક્ષણસેવા ચાલુ રહી. વાઈ ફા લી નેવું વર્ષની ઉંમરે પહોંચ્યો. હવે એ પંડલ રિક્ષા ચલાવી શકતો નહીં, પણ એટલે ઝૂંપડામાં પગ વાળીને કે બિછાનામાં સૂઈને બાકીનું જીવન વિતાવવું એને મંજૂર ન હતું. એણે 193 2005 નવી નોકરી સ્વીકારી. એ સ્ટેશન વિદ્યાર્થીઓએ સર્જેલું વાઈ ફન્ગ લીનું પર પાર્ક કરેલી મોટરોનું ધ્યાન સ્મારક રાખતો હતો અને એમાંથી જે પાંચસો યેન બચાવ્યા, તે પણ આ દિલાવર બુઝુર્ગે દાનમાં આપી દીધા. પોતાના ચોખ્ખા ડબ્બામાં સાચવી રાખેલી એ પાંચસો યેનની આમદની એણે ‘યાઓ હુ’ શાળામાં અર્પણ કરી. આ શાળા અનાથાલય ચલાવતી હતી. જ્યારે એણે આ રકમ અર્પણ કરી, ત્યારે દર્દભર્યા ઘેરા અવાજે કહ્યું.. ‘હવે હું રિક્ષા ચલાવવા માટે ખુબ ઘરડો થઈ ગયો છું. હવે હું મારા દાનનો પ્રવાહ ચાલુ રાખી શકતો નથી, એનું મને પારાવાર દુ:ખ છે. કદાચ આ દાન એ મારું છેલ્લું દાન હશે.' આ વચનો બોલતી વખતે ભાવવિભોર બનેલા લીના ગળામાં ડૂમો ભરાઈ ગયો. એની વાત સાંભળનારા શાળાના શિક્ષકોની આંખમાં આંસુ આવ્યાં. ૨00૫ના મે મહિનામાં એને ફેફસાંનું કેન્સર થયું અને એ વર્ષે ૨૩ સપ્ટેમ્બરે એનું અવસાન થયું. એની દફનવિધિ વખતે અનેક સેંકડો લોકોએ 22 • માટીએ ઘડ્યાં માનવી તમન્નાનાં તપ • 23
SR No.034429
Book TitleMatrie Ghadya Manvi
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy