SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ હસમુખી બાળકીની ભેટ ૧૯૯૫ના માર્ચ મહિનામાં બીમાર પણ હસમુખી ક્રિસ્ટિનાને ડૉક્ટરે તપાસી અને કહ્યું કે એને કૅન્સર છે અને એની સારવાર માટે એને બાળકો માટેની કૅન્સર હૉસ્પિટલમાં દાખલ કરવી પડશે. ક્રિસ્ટિના આ ચિલ્ડ્રન હૉસ્પિટલમાં સારવાર માટે આવી. એની તબિયત વધુ ને વધુ કથળતી ગઈ. રોજ એના સ્વાથ્યના ગમગીનીભર્યા સમાચાર આવવા લાગ્યા. ત્રણ વર્ષની આ નાની બાલિકા કૅન્સર સામે જાણે યુદ્ધે ચડી. પહેલાં આકરી કેમોથેરેપી લીધી. પછી કપરું રેડિયેશન અને ૧૯૯૫ના ઑક્ટોબરમાં એના પર અત્યંત પીડાજનક બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું. આશ્ચર્યજનક બાબત એ હતી કે આ અત્યંત પીડાકારી સારવાર દરમિયાન પણ ક્રિસ્ટિના આનંદિત રહી. એની સારવાર કરનારા ડૉક્ટરો અને નર્સે આ હસમુખી છોકરી પર હેત વરસાવવા લાગ્યાં અને ૧૯૯૫ની ૩૧મી ઑક્ટોબરે ક્રિસ્ટિના સાજી થઈને ઘેર પાછી આવી. સહુને લાગ્યું કે જાણે ચમત્કાર સર્જાયો ! તબીબી સારવારને ક્રિસ્ટિનાએ જે રિસ્પોન્સ' આપ્યો, એનાથી ખુદ ડૉક્ટરો આશ્ચર્ય પામ્યા. એનાથી વધુ આશ્ચર્ય ક્રિસ્ટિના જે ઝડપથી સાજી થઈ એનાથી થયું. આ બધાં કરતાંય વિશેષ તો આવી માંદગીમાં ક્રિસ્ટિનાએ રાખેલા આનંદી વલણથી સહુને આશ્ચર્ય થયું. - ક્રિસ્ટિના હૉસ્પિટલમાં હતી ત્યારે કેટલાય લોકોએ આ હસમુખી બાળકીને સરસ મજાની ભેટો મોકલી હતી. ઘેર આવ્યા બાદ ક્રિસ્ટિના આ બધી ભેટો જોવા લાગી. ભેટ રૂપે આવેલાં રમકડાં ક્રિસ્ટિનાની પાસે પહેલેથી જ હતાં, આથી એ રમકડાં એણે જુદાં તારવ્યાં. ક્રિસ્ટિનાની માતાએ કહ્યું કે એ સ્ટોરમાં જઈને આ રમકડાંના બદલામાં બીજાં રમકડાં લઈ આવશે. ક્રિસ્ટિનાએ તેમ કરવાની ના પાડી. એણે પોતાનાં રમકડાં પ્રત્યેનું બાળસહજ મમત્વ ત્યજીને કહ્યું કે આ વધારાનાં રમકડાં ક્રિસમસ પહેલાં પેલી છે મંત્ર માનવતાનો હૉસ્પિટલમાં મૂકી આવીએ, જેથી એ હૉસ્પિટલમાં આવનારાં બાળકોને રમવા મળે. 97
SR No.034428
Book TitleMantra Manavtano
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2017
Total Pages157
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy