SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ શત્રુવિજય અને ભયવિજય રોજ પ્રાતઃકાળે જે વિચાર ડરાવતો હતો તે સાક્ષાત્ સામે આવીને ઊભો રહ્યો. એ વિચાર હતો પોતાના અંતકાળનો ! એ ખ્યાલ હતો પોતાના દારુણ-કરુણ મૃત્યુનો! ચાસંલર વિલેની લડાઈ લડી રહેલા જનરલ ગર્ગને આ યુદ્ધકાળે વહેલી સવારે પહેલો વિચાર એ આવતો કે આજે એનો અંતિમ સમય આવી ગયો છે. મૃત્યુ અને એની વચ્ચે હવે વર્ષો કે મહિના નહીં, પણ માત્ર થોડીક ક્ષણો જ બાકી છે ! મૃત્યુનો દારુણ ભય એના મનમાં એવો વસી અને ઠસી ગયો કે એણે પોતાનાં કુટુંબીજનોને અંતિમ પત્ર પણ લખી નાખ્યો. હવે એ જ મૃત્યુ સમરાંગણમાં એની સામે આવીને ઊભું હતું. બન્યું એવું કે જે મૃત્યુના વિચારથી એ રોજેરોજ ઊઠતાંની સાથે જ ભયભીત થતો હતો, તે મૃત્યુને સામે જોતાં ભયશૂન્ય બની ગયો. એને સહેજે ડર ન લાગ્યો. મનમાં થયું કે રણમેદાન પર મૃત્યુ આવે તો ભલે આવે, પણ આખર સુધી લડી લેવું છે. મૃત્યુના ભયે કાયર બનવું નથી. હવે પીછેહઠની કોઈ વાત નહીં. જે થવાનું હોય, તે થાય. વળી એના મનમાં એવો વિચાર પણ જાગ્યો કે આવા મૃત્યુને માટે એણે ભયભીત થઈને કેવા કેવા ન કરવા જેવા વિચારો કર્યા હતા. જનરલ ગુડ્ઝ ઘોડા પર સવાર થઈને શત્રુઓ પર ત્રાટક્યો. એને મૃત્યુની લેશમાત્ર પરવા નહોતી. એનો અંગરક્ષક શત્રુની તોપના ગોળાથી ઘવાઈને મૃત્યુ પામ્યો. જનરલ ગુડ્ઝ બમણી તાકાતથી શત્રુઓનો સામનો કરી રહ્યો. એના પરાક્રમને જોઈને સૈન્યમાં નવો જુસ્સો જાગ્યો. શત્રુઓએ જનરલ ગુડ્ઝમાં સંહારને સામે ચાલીને આવતો જોયો. દુશ્મનો ભાગ્યા. જનરલ ગુડ્ઝ યુદ્ધમાં વિજય પામ્યો. - સમરાંગણમાંથી એ પાછો ફર્યો ત્યારે એના ચહેરા પર બેવડો આનંદ હતો. એક મંત્ર માનવતાનો. આનંદ હતો શત્રુવિજયનો અને બીજો આનંદ હતો મૃત્યુના ડર પરના વિજયનો. 92
SR No.034428
Book TitleMantra Manavtano
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2017
Total Pages157
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy